Site icon News Gujarat

આને કહેવાય અસલી જુસ્સો, 90 વર્ષના વૃદ્ધાએ આઇસોલેશન સેન્ટરમાં રહી કોરોનાને હરાવ્યો, પરિવારમાં હતો 11 લોકોને કોરોના

હાલમાં ગુજરાતમાં હાઈ પીક પર કોરોના છે અને હવે તો 11 હજાર ઉપર કેસ નોંધાય રહ્યા છે. ત્યારે અમુક પ્રેરણાદાયી કિસ્સા પણ સામે આવી રહ્યા છે. જો કે લોકોના ટપોટપ મોત પણ વધી રહ્યા છે. એવામાં એક કિસ્સો સામે આવ્યો છે જે જાણીને તમે પણ ચોંકી જશો અને ગર્વ થશે. આ વાત છે 90 વર્ષના એક બાની કે જેમણે કોરોનાને મ્હાત આપી છે.

image source

તો આવો વાત કરીએ 90 વર્ષના જગીબેનની કે જેમણે આઇસોલેશન સેન્ટરમાં સારવાર લઇ સાજા થયાં છે. મૂળ જામનગરના વતની અને વડોદરાના પંડિત દિનદયાળ વિસ્તારમાં રહેતા જગીબેન મકવાણાને અઠવાડિયા પહેલાં શ્વાસની તકલીફ સાથે સુરતના સિંગણપોર મલ્ટિપર્પઝ કોમ્યુનિટી હોલના આઇસોલેશન સેન્ટર ખાતે લવાયાં હતાં.

image source

વાત કંઈક એવી હતી કે કોરોના સામે ઝઝુમી રહેલા જગીબેનને એકલવાયુ ન લાગે એટલા માટે આઇસોલેશન સેન્ટરના સ્વંયસેવકોએ એમને ઘર જેવું વાતાવરણ પુરૂં પાડ્યું હતું. મોટી વાત એ હતી કે જગીબેનના પરિવારના 11 સભ્યોને પણ કોરોના થતાં એમને વિવિધ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 90 વર્ષીય જગીબેનને સેન્ટરમાં જ ઘર જેવું વાતાવરણ મળતા તેઓ સ્વસ્થ થઇ ગયા હતા. મંગળવારે તેમને રજા આપી દેવાશે. જગીબેનના પરિવારના તમામ 11 સભ્યો પણ કોરોના સંક્રમિત થતાં તેમને વિવિધ હોસ્પિટલમાં દાખલ કરતાં સુરતમાં વૃદ્ધ માતાને કોઇ મળવા આવી શક્યું ન હતું.

આ કેસમાં બીજી પણ એક વાત એવી હતી કે આ તરફ પોતાના પરિવારથી તદ્ન વિખુટા પડી ગયેલા જગીબેને 4 દિવસ સુધી જમવાનું છોડી દીધું હતું. એક તરફ તેઓ કોરોનાગ્રસ્ત અને બીજી તરફ તેમણે જમવાનું છોડી દેતા તેમની તબિયત વધુ લથડી પડી હતી. તેમ છતાં આજે તેઓ સ્વસ્થ થઈ જતાં રજા આપવામાં આવશે. હવે આ દાખલો ચારેકોર ચર્ચામાં આવ્યો છે અને લોકો વચ્ચે વખણાઈ રહ્યો છે.

image source

હાલની પરિસ્થિતિ એવી છે કે કોરોનાને કારણે મોટા ભાગની સરકારી હોસ્પિટલ પણ દર્દીઓથી ભરાઈ ગઈ છે. હોસ્પિટલની બહાર દર્દીઓને દાખલ કરવા એમ્બ્યુલન્સની લાંબી લાઇન લાગે છે. બીજી તરફ, કોરોનાને કારણે મોત થયાં બાદ ડેડબોડી હોસ્પિટલમાંથી લેવા અને સ્મશાનમાં પણ લાંબી લાઇન લાગે છે.

image source

ડેડબોડી વધતાં સરકારી શબવાહિની અને પ્રાઇવેટ એમ્બ્યુલન્સ બંનેનો ઉપયોગ કરવામાં આવે છે છતાં ડેડબોડી લઈ જવા માટે વપરાતી શબવાહિની અને એમ્બ્યુલન્સ ખૂટી પડતાં હવે 108નો ઉપયોગ પણ ડેડબોડી લઈ જવા માટે કરવામાં આવી રહ્યો છે. 2 દિવસ અગાઉ જ શહેરમાં એક એમ્બ્યુલન્સમાં 2 ડેડબોડી લઈ જવાનાં દૃશ્યો સામે આવ્યાં હતાં, ત્યારે હવે 108 એમ્બ્યુલન્સ પર શબવાહિનીનું સ્ટિકર લગાવવામાં આવ્યું અને એનો ઉપયોગ પણ શબવાહિની તરીકે થતો હોવાથી હવે શબવાહિની પણ ખૂટી પડી હોય એવું લાગી રહ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version