સુરત: 94 વર્ષનાં દાદીએ 5 દિવસ આઇસોલેશન સેન્ટરમાં રહી કોરોનાને હરાવ્યો, એમને કહેલું આ વાક્ય અને આ કરુણ દ્રશ્યો તમને પણ રડાવી મુકશે

સુરતમાં 94 વર્ષનાં દાદીએ 5 દિવસ આઇસોલેશન સેન્ટરમા રહી કોરોનાને હરાવ્યો, કહ્યું કે મારે ઘરે નથી જવું.

94 વર્ષના વૃદ્ધ માજી કે જે સુરત સીંગણપોરના મલ્ટીપર્પઝ આઇસોલેશન સેન્ટર પર 5 દિવસની સારવાર લઈ સાજા થયા છે એમને ડોક્ટરો અને આમ આદમી પાર્ટીના સેવકોનો આભાર વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે મારે ઘરે નથી જવું, અહીં જ રાખો, અહીં ઘર જેવો જ માહોલ છે, અને મને આ માહોલ ગમે છે. મજીના મોઢેથી આવા શબ્દો સાંભળીને બધાની જ આંખો ભરાઈ આવી હતી.

image source

ઓલપાડના રહેવાસી 94 વર્ષના જડીબેનના ઘરે પૌત્રો અને પરિવારના તમામ સભ્યો કોરોના સંક્રમણનો ભોગ બનતા સૌને હોમ ક્વોરન્ટીન કરી દેવાયા હતા. તેમના પૌત્ર જિતેન્દ્રભાઈએ કહ્યું હતું કે નવાઈની વાત એ છે કે રોજ જ કસરત કરી સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખતાં જડીબેન તેમના જીવનમાં ક્યારેય બીમાર પડ્યા હોય એવા કોઈ કિસ્સા યાદ નથી. હાલ દાદી સુરતના એક સંબંધીને ત્યાં રહે છે

જડીબેનના પૌત્ર જિતેન્દ્રભાઈએ કહ્યું હતું કે અમે જામનગરના વતની છીએ અને ખેતી કરીને અમારું જીવન ગુજારતા આવ્યા છીએ. 30 વર્ષ પહેલાં મારા દાદા મૃત્યુ પામ્યા હતા પણ દાદાના મૃત્યુ બાદ દાદીએ હિંમત નહોતી હારી અને સંઘર્ષ કરીને પરિવારનું પાલનપોષણ કર્યું છે.

image source

તેમને આગળ કહ્યું હતું કે દાદીના 94 વર્ષના જીવનમાં એ ક્યારેય બીમાર પડ્યા એ કહેવું મુશ્કેલ છે. જો કે હાલ તેમના પૌત્ર પરિવારના 5 સભ્યો કોરોના સંક્રમણમાં આવી જતાં બધાને હોમ ક્વોરન્ટી કરી દેવાયા હતા.એ પછી દાદીની તબિયત બગડી એટલે હું વડોદરથી સુરત આવી ગયો હતો અને મિત્રોની સલાહ-સૂચનની મદદથી દાદીને કતારગામ સીંગણપોરના મલ્ટીપર્પઝ આઇસોલેશન સેન્ટરમાં દાખલ કરાયાં હતાં.

હજી 5 દિવસ પહેલાં જ શરૂ થયેલા 25 બેડના સેન્ટરમાં આ દાદીએ એમની સારવાર કરતા ડોક્ટરો અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની સેવા-ચાકરી જોઈ એટલા બધા પ્રભાવિત થઈ ગયા હતા કે એમને ડિસ્ચાર્જ મળી ગયો હોવાની જાણ થતાં જ ડોક્ટરોને કહી દીધું, હું કશે નહિ જાઉં, મને અહીં જ ગમે છે, તમારી સેવાનો વધુ લાભ લેવો છે, આ સાંભળી આખું આઇસોલેશન સેન્ટર ભાવુક બની ગયું હતું. દાદીના એક જ વાક્યથી તમામની આંખો ભીની થઇ ગઇ હતી

image source

તમને જણાવી દઈએ કે આ 94 વર્ષના દાદી ભલભલાને પાણી પીવડાવી દે તેવા છે. રોજ સવારે વહેલું ઊઠવાનું, બેસીને જે કસરત થાય એ કરવાની, સાદો ખોરાક જ લેવાનો, શુદ્ધ ઓક્સિજનવાળા માહોલમાં જ રહેવાનું અને ફ્રી થાય એટલે સ્વામિનારાયણ સંપ્રદાયના પાઠ વાંચવાના આ એમનો નિત્યક્રમ છે. મનથી મજબૂત એવા આ 94 વર્ષના દાદીએ કોરોનાને માત આપી. એ પણ તેમની હિંમત અને સેવાકીય વ્યક્તિઓની મહેનતના અમે આભારી છીએ, એમ વધુમાં પૌત્રએ જણાવ્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *