૯૯ વર્ષના દાદી બન્યા કોરોના માટે આશાનું કિરણ, આટલા જલ્દી કોરોનાને હરાવી સાજા થયા

ભારત તેમજ આખાય વિશ્વમાં અત્યારે કોરોના વાયરસનો કહેર ફેલાયેલો છે, જ્યારે લોકો કોરોના સામે હારીને પોતાના ઘરમાં પુરાયેલા છે. આવા સમયે એક નાની સકારાત્મક ઘટના પણ આપણને હિમ્મત પૂરી પાડે છે.

image source

કારણ કે કોરોનાના ભય વચ્ચે આપણે સૌથી વધારે આપણો આત્મવિશ્વાસ ગુમાવી બેઠા છીએ. ઘણા સંશોધનોમાં એવું સામે આવ્યું છે કે કોરોનાને હરાવવા માટે સક્ષમ માનસિક ક્ષમતાની પણ એટલી જ જરૂર હોય છે, જેટલી સક્ષમ ઈમ્યુન સિસ્ટમની. કારણ કે મોટા ભાગના લોકો કોરોના થવાના સાથે જ માનસિક રીતે પણ તૂટી જતા હોય છે.

કોરોનાને હરાવનારા સૌથી ઉંમર લાયક વ્યક્તિ

image source

અત્યારના સમયે જ્યારે ભારતમાં આ મહિનાના શરૂઆતથી જ અનલોક પ્રભાવી થયું છે, ત્યારે કોરોનાનો કહેર યથાવત રહ્યો છે અને સંક્રમણ સહેજ પણ ઓછું થયું નથી. લોકો હવે બહાર તો નીકળી રહ્યા છે, પણ એમના અંદર ડર હજુય યથાવત છે. જો કોરોના થશે તો શું થઇ જશે, આ ડર અત્યારે હર કોઈ અનુભવી રહ્યું છે. જો કે સમયની સાથે અનેક સકારાત્મક સમાચારો પણ સામે આવી રહ્યા છે. આવા સંજોગોમાં કર્ણાટકમાં 99 વર્ષના એક દાદીએ કોરોનાને હરાવીને દેશના અનેક દર્દીઓમાં એક મજબુત આશાનું સર્જન કર્યું છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી કોરોના સામે લડીને સાજા થનારા દર્દીઓમાં આ દાદી સૌથી ઉંમર લાયક વ્યક્તિ છે.

જન્મદિવસના દિવસે જ લાગ્યો કોરોનાનો ચેપ

image source

કર્ણાટક રાજ્યના માર્સિલીન સલહાન્ડા નામના 99 વર્ષના આ મહિલાને એમના જન્મ દિવસે જ કોરોનાનો ચેપ લાગ્યો હતો. ઉલ્લેખનીય છે કે 18 જુનનાં દિવસે એમને આ વાતની જાણ પણ થઇ હતી કે તેઓ કોરોના પોઝીટીવ છે. આ વાતની જાણ થતા જ એમને હોસ્પીટલમાં દાખલ થઇ જવું પડયું હતું. જો કે હવે નવ દિવસની સારવાર પછી એમને હોસ્પીટલમાંથી રજા આપી દેવામાં આવી છે. શુક્રવારના દિવસે થયેલા ટેસ્ટમાં એમનો કોરોના રીપોર્ટ નેગેટીવ આવ્યો હતો અને એમને હોસ્પિટલ દ્વારા સ્વસ્થ જાહેર કરીને રજા પણ આપી દેવામાં આવી હતી.

હકારાત્મક વલણના કારણે જલદી સાજા થયા

image source

આ અંગે માર્સિલિનની સારવાર કરનાર નર્સનું કહેવું છે કે શરૂઆતમાં એમને જ્યારે હોસ્પીટલમાં લાવવામાં આવ્યા હતા ત્યારે તેઓ સારવાર કરાવવા માટે તૈયાર ન હતા. જો કે ડોક્ટર અને નર્સે એમને સારવાર અંગે સમજાવ્યા હતા અને એમને ઠીક થઇ જવા અંગે પણ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ડોક્ટર અને નર્સોના પ્રયાસ સાથે માર્સિલિનના હકારાત્મક વલણને પરિણામે તેઓ જલ્દીથી કોરોનાને હરાવીને સાજા થયા છે.

source : dailyhunt

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત