Site icon News Gujarat

9 ભાષાઓના જાણકાર એવા અન્ના દુરઈ પોતાના પેસેન્જરોને ઓટોમાં આપે છે આ ખાસ સુવિધા

વિશ્વમાં અનેક એવા લોકો છે જે સામાન્ય લોકોથી થોડી અલગ કાર્યશૈલી ધરાવે છે. અત્યાર સુધીમાં અનેક ભારતીય ઓટો ચાલક અને તેની અવનવી ઓટો વિશે સમાચારો વાંચ્યા અને જાણ્યા હશે. ઘણા ખરા ઓટો ચાલક પોતાના પેસેન્જરો માટે પોતાની ઓટોમાં લાજવાબ અને લકઝરી સુવિધાઓ આપતા હોય છે. પરંતુ ચેન્નાઇના એક ઓટો ચાલક જેનું નામ અન્ના દુરઈ છે તેની ઓટો સૌથી અલગ છે. અન્ના દુરઈની ઓટોમાં આપવામાં આવતી સુવિધાઓને કારણે તેનું નામ દૂર દૂર સુધી જાણીતું બન્યું છે. આ અન્ના દુરઈની ઓટો કેવી છે એના વિશે તો તમે જ્યારે વિડીયો જોશો ત્યારે ખબર પડી જશે.

સુપર ડુપર છે અન્નાની ઓટો

સોશ્યલ મીડિયા સાઇટ એવી ઇન્સ્ટાગ્રામ પર હાલના દિવસોમાં અન્ના દુરઈની લકઝરી ઓટોનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. અસલમાં અન્ના દુરઈ પોતે ચેન્નાઇ ખાતે રહે છે અને તેની આ લકઝરી ઓટોનો વિડીયો ઓફિશિયલ હ્યુમન ઓફ ઓફ બોમ્બે (Official Humans Of Bombay) નામના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર આ વીડિયોને રિલ કરવામાં આવ્યો હતો. જ્યારથી આ વીડિયો ઇન્સ્ટાગ્રામ રિલ પર ફીચર કરવામાં આવ્યો છે ત્યારથી લોકો આ વીડિયોને રસ પૂર્વક જોઈ રહ્યા છે. વીડિયોમાં બતાવવામાં આવેલી અન્ના દુરઈની ઓટોમાં કેફેમાં મળતી લગભગ બધી જ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

ફ્રીઝથી લઈને સ્નેક્સ સુધીની સુપર સુવિધાઓ

કોરોના મહામારીના સમયગાળામાં પોતાના પેસેન્જરો માટે માસ્ક અને સેનેટાઇઝરની સાથે સાથે અન્ના દુરઈ પોતાની ઓટોમાં મીની ફ્રીઝ, ટીવી, અખબાર, મેગેઝીન, સ્નેક્સ, આઇપેડ અને ચાર્જર સુવિધા આપે છે. તેઓ પોતાની ઓટોમાં બેસેલા પેસેન્જરોને રાઈડનો પૂરેપૂરો આનંદ આપવા ઈચ્છે છે. એટલું જ નહીં અન્ના દુરઈની ઓટોમાં કાર્ડ સ્વેપિંગ મશીન પણ લગાવવામાં આવી છે જેથી પેસેન્જરો જો કાર્ડ દ્વારા પેમેન્ટ કરવા માંગે તો પણ તેમને કોઈ મુશ્કેલી ન પડે.

મોટિવેશનલ સ્પીકર પણ છે અન્ના દુરઈ

તમને જાણીને નવાઈ લાગશે કે ઓટો ડ્રાઇવરનું કામ કરતા અન્ના દુરઈ બાળપણથી જ બિઝનેસમેંન બનવા માંગતા હતા પરંતુ જે તે સમયે તેઓની આર્થિક સ્થિતિ મજબૂત ન હતી એટલે તેઓ પોતાનું સ્વપ્ન પૂરું કરી શક્યા નહોતા. એટલા માટે અન્ના દુરઈ ઓટો ડ્રાઇવર બની ગયા. અન્ના ડ્રાઇવર તો બની ગયા પણ મનોમન તેઓએ બધા કરતા કઇંક અલગ કરવાનો નિર્ણય કરયી અને તેઓ એક મોટિવેશનલ સ્પીકર પણ બની ગયા. અન્ના અત્યાર સુધીમાં Tedx પર 7 વખત સ્પીચ પણ આપી ચુક્યા છે. તેના ઓટોની એક USP છે અને તેને તે એપ વડે મેનેજ કરે છે. 9 ભાષાઓના જાણકાર એવા અન્ના દુરઈ પોતાના પેસેન્જરોને સુવિધા પૂરી પાડવા માટે પ્રખ્યાત ચહેરો બની ગયા છે.

Exit mobile version