“9 લોકો પાણીમાં ભેળવીને પીધું સેનિટાઇઝર, અને પછી જે થયુ એ વાંચીને તમારી પણ છૂટી જશે ધ્રુજારી “

સામાન્ય રીતે માણસને સૌથી વધારે ખતરો પોતાની જ આદતોથી હોય છે. વર્તમાન સમયમાં કોરોના વાયરસના કારણે એવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે, જ્યારે લોકો પોતાના નશા અને આદતો સંતોષવા માટે કોઈ પણ હદ સુધી જતા હોય છે. આવા સમયે આંધ્રપ્રદેશમાંથી એક એવી ખબર સામે આવી રહી છે જે જાણીને તમારા રૂંવાડા પણ ઉભા થઇ જશે. અહીના નવ લોકોએ દારૂની લતના કારણે સેનિટાઇઝરમાં આવતા આલ્કોહોલ દ્વારા નશો સંતોષવા પાણીમાં સેનિટાઇઝર મિલાવીને પીધું. આમ કરવાથી આ નવ લોકોની તબિયત ખરાબ થઇ અને એમણે પોતાના જીવ પણ ગુમાવ્યા.

image source

આંધ્રપ્રદેશમાં નવ લોકોના કમકમાટી ભર્યા મૃત્યુ

વર્તમાન સમયમાં જ્યારે કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે, ત્યારે આપણા જીવનનો ઘણો સમય સેનિટાઇઝર દ્વારા હાથ સાફ કરવામાં માસ્ક પહેરવામાં અને સુરક્ષિત રહેવામાં જ જઈ રહ્યો છે. આવા સમયે આંધ્રપ્રદેશમાં નવ લોકોએ સેનિટાઇઝર પીવાથી પોતાના જીવ ગુમાવ્યા છે. સેનિટાઇઝર પીવાના કારણે આ નવ લોકોના કમકમાટી ભર્યા મૃત્યુના સમાચારથી આખાય રાજ્યમાં ચર્ચાઓ જોવા મળી રહી છે. પ્રક્સમ જીલ્લાના એસપીએ આ અંગે માહિતી આપી છે. જો કે આ ઘટના સમયે કુરીચેડુ મંડળના મુખ્ય મથકની મુલાકાત માટે આવેલા એસપીએ જણાવ્યું હતું કે આ મૃતકો ઘણા દિવસથી સેનિટાઇઝરને પાણી અથવા અન્ય કોઈ પીણા સાથે મિલાવીને પી રહ્યા હતા.

image source

તમામ મૃતકો દસેક દીવસથી સેનિટાઇઝર પી રહ્યા હતા

તપાસ કરનારા એસપી અને ટીમ પણ આ ઘટનાથી આશ્ચર્યમાં મુકાઈ ગયા છે. એસપીએ જણાવ્યું હતું કે અહીના મૃત્યુ પામેલા લોકોએ ઘણા દિવસથી સેનિટાઇઝર પીધું હતું. જો કે આ અંગે તપાસ કરવામાં આવી રહી છે જે સેનિટાઇઝરમાં કોઈ અન્ય પ્રકારના ઝેરી પદાર્થ હતા કે મિલાવીને પીધા છે કે કેમ… જો કે વધુમાં એસપીએ જણાવ્યું હતું કે આ તમામ મૃતક લોકો સમાન પ્રકારે છેલ્લા દસેક દીવસથી સેનિટાઇઝર પી રહ્યા હતા.

image source

દારૂની દુકાન બંધ હોવાના કારણે આ ઘટના બની

આપને જણાવી દઈએ કે આંધ્રપ્રદેશના આ વિસ્તારમાં જ્યાં ઘટના ઘટી છે, તે હાલમાં કન્ટેન્ટમેન્ટ ઝોનમાં આવે છે. પાછળના ઘણા સમયથી અહી કોરોના વાયરસના ઘણા કેસ જોવા મળી રહ્યા છે. જો કે કેટલાક સમયથી સતત લોકડાઉનના કારણે આ આખાય વિસ્તારમાં દારૂની દુકાનો પણ બંધ કરી દેવામાં આવી છે. જો કે લોકોના જણાવ્યા પ્રમાણે આ વિસ્તારમાં દારૂ ન મળવાના કારણે આ લોકો દારૂના બદલામાં સેનિટાઇઝર પીતા હતા. કારણ કે એમની જાણકરી પ્રમાણે એમાં પણ દારૂનો કેટલોક હિસ્સો સામેલ હોય છે એટલે કે સેનિટાઇઝરમાં પણ આલ્કોહોલની માત્રા વધારે હોય છે.

image source

સેનિટાઇઝર પીવાથી નવ લોકોએ જીવ ગુમાવ્યા

આંધ્રપ્રદેશમાં આ ઘટના સમયે સમયે જોવા મળી હતી. જો કે સ્થાનિક મંદિર પાસે આ ઘટનાનો સૌથી પહેલો શિકાર બે ભિખારી થયા હતા. ત્યારબાદ ત્રીજી મૃત્યુ સરકારી હોસ્પીટલમાં થઇ હતી. આ ત્રણેય મૃત્યુ ગુરુવારના દિવસે થયા હતા. જો કે બાકીના ૬ લોકો શુક્રવારના દિવસે સવારે મૃત્યુ પામ્યા હતા. ઉલ્લેખનીય છે કે સેનિટાઇઝર પીધા પછી આ બધાની હાલત પણ કથળી હતી અને અંતે મૃત્યુ પામ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત