સુરતમાં માત્ર 10 વર્ષની દીકરી સાથે ધરાર સગા બાપે જ શારિરક સુખ માણ્યું, એવી હાલત થઈ કે બાળકીના પ્રાઇવેટ પાર્ટમાં ચાર ટાંકા લેવા પડ્યાં

સુરતમાં વધતી જતી ગુનાખોરી હવે એક ચિંતાનો પ્રશ્ન બન્યો છે. ખાસ કરીને ગ્રીષ્મા વેકરિયાની સરાજાહેર થયેલી હત્યા બાદ સુરત ઘણું ચર્ચામાં છે. ત્યારે હાલ સુરતની સૂરત અને સિરત બગાડવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. સુરતના સરથાણામાં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચનાર પિતા જ હોવાનું પોલીસ તપાસમાં બાળકીએ ભાંડો ફોડતાં ચર્ચાનો વિષય બન્યો છે.

જોકે પોલીસે રાત્રે જ નરાધમ પિતાની ધરપકડ કરી લીધી હતી. પિતાના નિવેદનને લઈ દુષ્કર્મ આચનાર અજાણ્યા ઇસમની કહાની બનાવનાર પિતા રાત્રે જ પોલીસની શંકાના દાયરામાં આવી ગયો હતો. એક અઠવાડિયા પહેલાં પણ પિતાએ પોતાની જ બાળકીને નિશાન બનાવવાનો પ્રયાસ પણ કર્યો હોવાનું સામે આવ્યું છે.

image source

10 વર્ષની માસૂમ બાળકી ઘરમાં હતી. ત્યારે સગા બાપે ડરાવીને કિશોરીને એકલતાનો લાભ પોતાની હવસનો શિકાર બનાવી છે. દુષ્કર્મ આચર્ય બાદ હવસખોર પિતા ભાગી જતા પોલીસ દોડતી થઈ ગઈ છે. માસૂમ બાળકીને સ્મિમેર હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવી ત્યારે ગુપ્તાંગમાંથી અતિશય લોહી નીકળતું હોવાને કારણે સીએમઓ દ્વારા તાત્કાલિક ગાયનેક વિભાગ તથા પીડિયાટ્રિક વિભાગ તથા સર્જરી વિભાગના તબીબોને જાણ કરવામાં આવી હતી. બાળકીને ગુપ્તાંગના ભાગમાં ઇજા થઇ હોવાને કારણે ઓપરેશન કરી તેને ચાર ટાંકા લેવાની પણ ફરજ પડી હતી. હાલમાં 10 વર્ષની માસૂમ બાળકીને સ્મિમેરમાં આઇસીયુમાં સારવાર હેઠળ રાખવામાં આવી છે.

image source

ઉલ્લેખનીય છે કે,નેપાળથી 4 મહિના પહેલા જ બાળકીના પરિવાર રોજીરોટી અર્થે સુરત ખાતે આવ્યાં હતાં. જ્યાં નરાધમ પિતા પોતાની સગી દિકરી નજર બગાડીને આ કુકર્મ આચર્યું હતું. બનાવને પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ હોસ્પિટલ દોડી આવ્યા હતાં. પોલીસે ઊંડાણ પૂર્વક તપાસ કરતાં જાણ થઈ હવસખોર બીજું કોઈ નહિ પણ દીકરીનો સગો બાપ છે. જેથી સુરત પોલીસે હવસખોર સગા બાપની પકડી પાડીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.