વિશ્વના 5 એવા દેશો, જ્યાં ભારતીય પર્યટકોને મળે છે વિઝા ઓન અરાઈવલની સુવિધા, જાણો આ વિશે A TO Z માહિતી

કોરોના મહામારીને કારણે યાત્રા કરવામાં ઘણી મુશ્કેલીઓ પડી રહી છે. દેશની અંદર ફરવા જવાનું તો હવે થોડા.વત્તા અંશે શક્ય બન્યું છે પરંતુ વિદેશ યાત્રા કરવા જવાનું તો હજુ પણ મુશ્કેલ જ છે. પરંતુ વિદેશ યાત્રાનાં શોખીન એવા ઘણા ખરા લોકોએ વિદેશ યાત્રાએ જવાના પ્લાન તૈયાર કર્યા હશે જેથી જ્યારે કોરોના સંક્રમણ ઓછું થાય કે તરત જ વિદેશ યાત્રાએ ફરવા જઈ શકાય.

image source

જો તમે પણ આવો જ કોઈ પ્લાન મનમાં ગોઠવીને બેઠા છો અને રાહ જોઈ રહ્યા છો કે ક્યારે કોરોનાનો પ્રભાવ ઓછો થાય અને ક્યારે વિદેશ જવા મળે તો તમારા માટે સારા સમાચાર એ છે કે તમારે વિદેશ યાત્રા માટે હવે બહુ મુશ્કેલીઓનો સામનો કરવો નહીં પડે. આ લેખમાં અમે આપને એવા દેશો વિશે જણાવવાના છીએ જ્યાં પહોંચતા જ તમને વિઝા મળી જશે અને તમે તે દેશમાં હરીફરી શકશો.

કંબોડીયા

image source

કંબોડીયા દેશની વિદેશ યાત્રા કરવી એટલે જીવનમાં એક ઐતિહાસિક અનુભવ મેળવવો. ઓછો વિકાસ પામેલો હોવા છતાં કંબોડીયા દેશના લોકો સારા સ્વભાવના છે. કંબોડીયા દેશ એ દેશો પૈકી એક છે જે ભારતીય નાગરિકોને વિઝા ઓન અરાઈવલ આપે છે. આ વિઝા એક મહિનાના સ્ટે સુધી માન્ય ગણવામાં આવે છે. આ વિઝા મેળવવા ભારતીય નાગરિક પાસે પોતાનો પાસપોર્ટ હોવો ફરજિયાત છે.

એલ સાલ્વાડોર

image source

આ દેશ સેન્ટ્રલ અમેરિકામાં આવેલો એક ખુબસુરત દેશ છે. એલ સાલ્વાડોર પણ ભારતીય નાગરિકોને વિઝા ઓન અરાઈવલની સુવિધા આપે છે અને અહીંનો વિઝા ત્રણ મહિના સુધી કાયદેસર ગણવામાં આવે છે. આ પરમીટ મળ્યા બાદ ભારતીય મૂળના નાગરિકો એક પર્યટક તરીકે 90 દિવસ સુધી એલ સાલ્વાડોરમાં રહી ત્યાંના મોટાભાગના વિસ્તારમાં હરીફરી શકે છે.

સુરીનામ

image source

કદાચ આ નામ તમે પહેલી વખત જ સાંભળી કે વાંચી રહ્યા હશો. પણ સુરીનામ એ એક દેશ છે અને અહીંના જંગલો અને સુંદર નદીઓને કારણે તે પર્યટકો માટે એક સારો ટ્રાવેલ પોઇન્ટ પણ છે. ભારતીય નાગરિકો સુરીનામ એરપોર્ટ પહોંચે ત્યારે તેને એક સિંગલ એન્ટ્રી ટુરિસ્ટ કાર્ડ લેવાની સુવિધા ઉપલબ્ધ છે. આ કાર્ડ મેળવ્યા બાદ ભારતીય નાગરિકો 90 દિવસ સુધી સુરીનામમાં રોકાઈ શકે છે.

યુગાન્ડા

image source

આફિકન દેશ યુગાન્ડા વિશે તો લગભગ બધા લોકો જાણે છે પરંતુ અહીં હરવા ફરવાનો એક અલગ જ અનુભવ છે. આ દેશમાં ફરવા આવનાર ભારતીય નાગરિકોને ઉપરોક્ત દેશોની જેમ જ વિઝા ઓન અરાઈવલ મળે છે અને તે 90 દિવસ સુધી માન્ય ગણવામાં આવે છે. આ વિઝા માટે અહીં 50 અમેરિકન ડોલરનો ચાર્જ ચૂકવવો પડે છે.

મલેશિયા

image source

ઊંચી ઊંચી ઇમારતો ધરાવતો મલેશિયા દેશ એક વિકસિત દેશ તો છે જ સાથે જ અહીંની પ્રાકૃતિક સુંદરતા અદભુત અને માણવાલાયક છે. મલેશિયામાં ફરવા માટે આવનાર પર્યટક સરળતાથી ઇ-વિઝા માટે એપ્લાય કરી શકે છે. જો ભારતીય નાગરિકો સિંગાપુર, થાઈલેન્ડ કે ઇન્ડોનેશિયાથી સીધા જ આ દેશમાં આવે તો તેમને વધુ મુશ્કેલી નથી પડતી અને તરત જ વિઝા ઓન અરાઈવલ મળી જાય છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત