Site icon News Gujarat

કોલકાત્તાની હુબલી નદીના કીનારે આવેલી આ જગ્યાનું નિર્માણ અંગ્રેજો દ્વારા કરવામાં આવ્યું હતું – તેની સાથે જોડાયેલી છે કેટલીક ઐતિહાસિક ઘટના

તમે કદાચ અંતરિક્ષના બ્લેક હોલ વિષે તો સાંભળ્યું હશે પરંતુ શું તમે ” બ્લેક હોલ ઓફ કલકત્તા ” વિષે સાંભળ્યું છે ? જો કે આ વિષયે મોટાભાગે એ જ લોકોને માહિતી છે જેને ઇતિહાસમાં રુચિ હોય. પરંતુ જો તમે પણ તેના વિષે જાણવા માંગતા હોય તો અમે અહીં તેની માહિતી ઉપલબ્ધ કરી રહ્યા છીએ જે તમારા માટે જ્ઞાનવર્ધક બની રહેશે.

image source

કોલકત્તાના ” ફોર્ટ વિલિયમ ” માં આવેલા એક ઓરડામાં આ ” બ્લેક હોલ ઓફ કોલકાત્તા ” નું રહસ્ય ધરબેલું છે. ફોર્ટ વિલિયમ અસલમાં એક કિલ્લો છે જે ત્યાંની હુબલી નદીના પૂર્વ કિનારે સ્થિત છે. બ્રિટિશ શાસન દરમિયાન બંધાયેલા આ કિલ્લાને તે સમયના ઇંગ્લેન્ડના રાજા વિલિયમ ત્રીજાના નામ પરથી ફોર્ટ વિલિયમ નામ આપવામાં આવ્યું હતું. આ કિલ્લાની સામે એક મેદાન છે જે કિલ્લાનો જ એક ભાગ ગણાય. અને તે સિવાયનું પણ એક મેદાન છે જે વિક્ટોરિયા મેદાનના નામે ઓળખાય છે.

હાલ ફોર્ટ વિલિયમ ભારતીય સેનાની પૂર્વ કમાનનું મુખ્યમથક છે. આ કિલ્લાને અંગ્રેજોની ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાની ફેકટરીઓને સુરક્ષિત રાખવા માટે બનાવ્યો હોવાનું પણ મનાય છે. કારણ કે 17 મી સદીના છેલ્લા દશકામાં બંગાળના નવાબ સિરાજુદદૌલાની બહાદુરીના કારણે અંગ્રેજો ભયભીત હતા.

image source

લગભગ 10 વર્ષ સુધી નિર્માણ કાર્ય ચાલ્યા બાદ તૈયાર થયેલા આ કિલ્લામાં 18 ફૂટ લંબાઈ અને 14 ફૂટ પહોળાઈ ધરાવતો એક ખાસ રૂમ પણ બનાવવામાં આવ્યો હતો જેમાં બે નાની એવી રોશનદાન એટલે કે પ્રકાશ આવવા અર્થેના કાણા હતા જેને કારણે તેનું નામ બ્લેક હોલ પડ્યું હતું. અંગ્રેજો આ રૂમનો ઉપયોગ પોતાના ગુન્હેગારોને સજા આપવા માટે કરતા હતા પણ તેને એ જાણ નહોતી કે ભવિષ્યમાં આ જ રૂમ તેઓનું કબ્રસ્તાન પણ બની જશે.

image source

ફોર વિલિયમ જયારે બનીને તૈયાર થઇ ગયો તો અંગ્રેજોએ પોતાની સૈન્ય વધારવાનું શરુ કર્યું અને આ વાત જયારે બંગાળના નવાબ સિરાજુદદૌલા પાસે પહોંચી તો તેમણે અંગ્રેજોને પોતાની સૈન્ય શક્તિ ન વધારવા જાણ કરી પરંતુ અંગ્રેજોએ તેની વાત ધ્યાન ન આવ્યું. આથી સિરાજુદદૌલાએ પાંચ જૂન 1756 માં એક પોતાનું લશ્કર લઇ ફોર્ટ વિલિયમ પર આક્રમણ કરવા માટે નીકળી પડ્યા.

image source

19 જૂન 1756 માં સિરાજુદદૌલાના લશ્કરે ફોર્ટ વિલિયમ પર ચડાઈ કરી. આ સમયે અંગ્રેજો પાસે સિરાજુદદૌલાના લશ્કરની સરખામણીમાં નાનું એવું લશ્કર હતું અને તે સિરાજુદદૌલાના લશ્કર સામે ટકી શકે તેમ ન હતું આથી અમુક સૈનિકો તો પાણીના રસ્તે કિલ્લો છોડી પહેલા જ પલાયન થઇ ગયા હતા જયારે બાકીના 200 જેટલા અંગ્રેજ સૈનિકો પોતાના કમાન્ડર જોન જેડ હોલવેલની આગેવાનીમાં પોતાનો બચાવ કરવા મથી રહ્યા હતા. અંતે સિરાજુદદૌલાની સેનાએ કિલ્લામાં પ્રવેશ મેળવી લીધો અને 20 જૂને 146 અંગ્રેજ બાળકો, સ્ત્રીઓ અને પુરુષોને બ્લેક હોલ રૂમમાં કેદ કરી લીધા.

image source

23 જૂને જયારે આ રૂમનો દરવાજો ખોલવામાં આવ્યો ત્યારે તેમાં કેદ કરાયેલા 146 પૈકી માત્ર 23 લોકો જ જીવિત રહ્યા હતા અને બાકીનાનું શ્વાસ રૂંધાઇ જવાને કારણે મૃત્યુ થઇ ગયું હતું. જીવતા બચી જનારામાં અંગ્રેજ કમાન્ડર જોન જેડ હોલવેલ પણ હતો. બાદમાં મૃત્યુ પામેલા લોકોને ત્યાં જ એક ખાડો ખોદી દફનાવી દેવામાં આવ્યા. હાલમાં આ સ્થાન પર બ્લેક હોલ મેમોરિયલ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version