કોરોના કાળમાં જ્યાં કોઈ અજાણ્યાને મદદ કરવાથી પણ દૂર ભાગે છે ત્યાં આ ડોક્ટર પરીવાર ઘરે ઘરે જઈને કરી રહ્યો છે દર્દીઓની સારવાર

કોરોનાના કેસ અમદાવાદમાં ભયજનક રીતે વધ્યા છે અને હજુ પણ વધી રહ્યા છે. તેવામાં સ્થિતિ એવી સર્જાઈ છે કે કોરોનાના સંક્રમણના કારણે શહેરના સામાન્ય લોકોની ચિંતા અને પરેશાની વધી ગઈ છે. કોરોનાના કારણે શહેરમાં સામાન્ય બીમારીઓની સારવાર માટે જરૂરી એવી ક્લિનિક પણ ડોક્ટરોએ સદંતર બંધ રાખી છે. જો કે સરકારે તો મંજૂરી આપી છે પરંતુ ડોક્ટરો સંક્રમણના ભયના કારણે ક્લિનિક શરુ કરતાં નથી.

image source

આવા કપરા સમયમાં એક પરીવારના સભ્યો એવા છે જે પોતાના જીવને જોખમમાં મુકી અને લોકો માટે દિવસ રાત હાલ પણ કાર્યરત છે. લોકડાઉનમાં જ્યારે ક્લિનિક ખુલ્લી રાખવા સરકારે મંજૂરી આપી ત્યારથી આ પરીવારે તેમનું ક્લિનિક બંધ કર્યું નથી. તેઓ માને છે કે લોકોને આ સમયમાં તેમની મદદની જરૂર છે તેથી તેઓ સતત કાર્યરત છે. આ પરીવારના મુખ્ય વ્યક્તિ છે ડો અતુલ પટેલ. તેઓ કહે છે કે કોરોના વચ્ચે પણ લોકોના સ્વાસ્થ્ય માટે જરૂરી સારવાર મળે તે ખૂબ જ જરૂરી છે તેથી જ તેમણે લોકડાઉનમાં પણ પોતાની ફરજ નિભાવી છે. આ સમય દરમિયાન તેમણે હજારો દર્દીઓનું ચેકઅપ કરી તેમને જરૂરી સારવાર આપી છે.

image source

અમદાવાદના બાપુનગરના ડોકટર અતુલ પટેલ અને તેમના પત્ની અમિતા પટેલે એક પણ એક દિવસ માટે પોતાનું ક્લિનિક બંધ કર્યું નથી. તેમના જણાવ્યાનુસાર કોરોના મોટું સંકટ છે પરંતુ તેના કારણે લોકોની સામાન્ય સ્વાસ્થ્ય તકલીફ બંધ તો નથી થઈ જતી. આવામાં તેમને સારવાર મળે તે જરૂરી છે. લોકડાઉન દરમિયાન તેમના ક્લિનિકમાં રોજ 100થી વધુ દર્દી આવતાં.

image source

ડો પટેલના જણાવ્યાનુસાર લોકડોઉન જાહેર કરવામાં આવ્યું અને ત્યારબાદ જે રીતે કોરોનાનું સંક્રમણ વધ્યું ત્યારે લોકોમાં કોરોનાનો ભય ભયંકર રીતે જોવા મળતો. ડર ખૂબ ભયાનક હતો. તેવામાં આસપાસના વિસ્તારના તમામ ક્લિનિક બંધ થઈ ગયા હતા. આવામાં તેમને અન્ય વિસ્તારોના લોકોના ફોન આવતા, તેમને દવા અને સારવારની જરૂર હતી અને તેઓ મદદ માંગતા હતા. આવામાં ડોક્ટર તરીકેની ફરજ નીભાવવી જરૂરી હતી. ત્યારપછી તેમણે ક્લિનિક શરૂ કરી દીધું અને રોજ 100થી વધુ લોકોને સારવાર કરતા થયા.

image source

ડો પટેલે જણાવ્યું હતું કે શરુઆતમાં લોકો લૂ લાગવા જેવી તકલીફને પણ કોરોના સમજી ડરી જતા. આવા સમયે તેમને દવાની સાથે સમજણ આપવી પણ જરૂરી હતી. જેથી તેઓ તુરંત સ્વસ્થ થઈ જાય. તેમણે ઉમેર્યું હતું કે ક્લિનિક શરુ કર્યું ત્યારથી તેઓ ગ્લવ્સ, માસ્ક, સેનિટાઈઝેશનનું ધ્યાન રાખતા હતા.

ડો અતુલના સંતાનમાં એક દીકરો છે જે ઓપથોલોજિસ્ટ છે. તે પણ કોરોના કાળમાં ઘરે રહેવાના બદલે લોકોની સારવારમાં તૈનાત રહ્યો છે. તેમની પુત્રવધુ પણ સોલા સિવિલમાં ડોકટર તરીકે કોરોના વોર્ડમાં જ સેવા આપી રહી છે. આ પરીવાર લોકોની સેવા કરી અને માનસિક શાંતિ અને ખુશી અનુભવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત