Site icon News Gujarat

રશિયા યુક્રેનના યુદ્ધ વચ્ચે કીવમાં જોવા મળ્યું આસમાને ઉડતું એક ભૂત, રશિયન સૈનિકોનો ખાતમો બોલાવી દીધો

રશિયા અને યુક્રેન વચ્ચે લડાઈ ચાલુ છે. યુદ્ધના ત્રીજા દિવસે બંને પક્ષો સતત એકબીજાને ભારે નુકસાન પહોંચાડવાના દાવા કરી રહ્યા છે. દરમિયાન, ‘ઘોસ્ટ ઓફ કિવ’ની ચર્ચાએ જોર પકડ્યું છે. આ ભૂત વાસ્તવમાં યુક્રેનનો એક બહાદુર મિગ-29 ફુલક્રમ ફાઈટર પાઈલટ છે જેને યુક્રેનના નાગરિકો તેમનો ‘હીરો’ માને છે. યુદ્ધની શરૂઆતથી, આ પાયલોટે રશિયન કાફલામાં તબાહી મચાવી છે અને અત્યાર સુધીમાં છ એરક્રાફ્ટનો નાશ કર્યો છે.

એકલો યુક્રેનિયન પાયલોટ દિવસના અજવાળામાં કિવ ઉપર સાહસિક ઉડાન ભરી રહ્યો છે અને રશિયાને નુકસાન પહોંચાડવાનું ચાલુ રાખે છે. યુદ્ધના વાતાવરણમાં આવી વાર્તાઓ કાલ્પનિક લાગે છે. પરંતુ સોશિયલ મીડિયા પર આ ‘ભૂત’ વિશે ઘણા મીડિયા રિપોર્ટ્સ અને દાવાઓ કરવામાં આવી રહ્યા છે. યુક્રેનિયન પત્રકાર ક્રિસ્ટોફર મિલરે એક વીડિયો ટ્વીટ કરીને લખ્યું, ‘મેં બે યુક્રેનિયન વિમાનો કિવ તરફ જતા અને પછી પાછા આવતા જોયા. આ તેમાંથી એક છે. તે ભૂત હોઈ શકે છે? ત્યાં ભૂત છે? દરેક વ્યક્તિ જાણવા માંગે છે.’

‘કીવના ભૂત’ એ છ રશિયન વિમાનોને તોડી પાડ્યા

અન્ય એક ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે, એવા અહેવાલો આવી રહ્યા છે કે યૂક્રેનના એક પાયલટે છ રશિયન વિમાનોને તોડી પાડ્યા છે. પાયલોટને ‘કીવના ભૂત’ તરીકે ઓળખવામાં આવે છે અને તેનું મિગ-29 એરક્રાફ્ટ આજે કેટલાય વીડિયોમાં જોવા મળ્યું છે. સ્પુતનિક અનુસાર રશિયન સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો છે કે તેની સેનાએ યૂક્રેનના 821 સૈન્ય ટાર્ગેટને નષ્ટ કરી દીધા છે.

જેલેન્સકીએ કહ્યું – અમારા હથિયારો રસ્તામાં છે

યૂક્રેનના અધિકારીઓએ જણાવ્યું હતું કે રશિયન સૈન્ય દળોએ કાળા સમુદ્રમાંથી યૂક્રેનના ત્રણ શહેરો સુમી, પોલ્ટાવા અને મેરીયુપોલીમાં મિસાઈલો છોડી હતી. શનિવારે યૂક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર જેલેન્સકીએ ટ્વિટ કર્યું: ઇમેન્યુઅલ મેક્રોન સાથેની વાતચીત પછી રાજદ્વારી મોરચે નવી શરૂઆત થઇ. અમારા ભાગીદારો પાસેથી શસ્ત્રો અને સાધનો યૂક્રેન જવાના છે. યુદ્ધ વિરોધી ગઠબંધન કામ કરી રહ્યું છે.

Exit mobile version