યુદ્ધના ભણકારા વચ્ચે નવો જ વળાંક, રશિયાના સૈનિકે યુક્રેનની રૂપાણી મહિલાને કર્યા આવા મેસેજ, જાણો શું શું ચેટિંગ થઈ

યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ લગભગ શરૂ થઈ ગયું છે. રાજધાની કિવ અને ખાર્કિવ શહેર સહિત યુક્રેનના જુદા જુદા ભાગોમાં વિસ્ફોટના અવાજ સંભળાયા હતા. વિસ્ફોટોની આ શ્રેણી ત્યારે શરૂ થઈ જ્યારે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેન વિરુદ્ધ લશ્કરી કાર્યવાહીની જાહેરાત કરી. દરમિયાન, યુક્રેનની એક મહિલાએ દાવો કર્યો હતો કે રશિયન સૈનિકો તેને ટિન્ડર પર ફ્લર્ટી મેસેજ મોકલી રહ્યાં છે.

વાસ્તવમાં, રશિયન સેના યુક્રેનના બીજા સૌથી મોટા શહેર ખાર્કિવથી માત્ર 20 માઈલ દૂર છે. રશિયા અને યુક્રેન (Russia Ukraine War) વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે. દરમિયાન, યુક્રેનની એક મહિલાએ એક સ્ક્રીનશોટ શેર કર્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે રશિયન સૈનિકો તેને ફ્લર્ટ કરવાના હેતુથી સોશિયલ મીડિયા પર મેસેજ મોકલી રહ્યા છે. કથિત રીતે ઘણા સૈનિકોએ તેમની તસવીરો સાથે મહિલાઓને તેમની સ્થિતિ વિશેની માહિતી પણ મોકલી છે.

image source

ધ સનના અહેવાલ મુજબ, આન્દ્રેઈ, એલેક્ઝાન્ડર, ગ્રેગરી અને માઈકલ સહિત ડઝનેક રશિયન સૈનિકોએ યુક્રેનિયન મહિલાઓને આકર્ષવા માટે ડેટિંગ એપ્લિકેશન પર તેમની પ્રોફાઇલ બનાવી છે. દશા સિનેલનિકોવા નામની એક મહિલાએ જણાવ્યું કે છેલ્લા કેટલાક દિવસોથી ઘણા રશિયન સૈનિક ટિન્ડર પર તેના મેસેજ અને રિક્વેસ્ટ મોકલી રહ્યા છે.

યુક્રેનની મહિલાઓને મેસેજ અને રિકવેસ્ટ

33 વર્ષની દશા સિનેલનિકોવાએ ‘ધ સન’ને કહ્યું- ‘હું યુક્રેનના કિવમાં રહું છું, પરંતુ એક મિત્રએ મને કહ્યું કે ટિન્ડર પર ઘણા બધા રશિયન સૈનિકો આવ્યા છે, તેથી મેં મારી લોકેશન સેટિંગ બદલીને ખાર્કિવ કરી દીધી. ત્યાં પણ મને રશિયન સૈનિકોના મેસેજ મળવા લાગ્યા.

image source

મહિલાએ સ્ક્રીનશોટ શેર કર્યો

દશાએ આગળ કહ્યું- ‘મોકલવામાં આવેલી તસવીરમાં રશિયન સૈનિક કડક પટ્ટાવાળી વેસ્ટમાં જોવા મળ્યો હતો. અન્ય એક તસવીરમાં તે વ્યક્તિ બેડ પર પડેલી તેની પિસ્તોલ સાથે પોઝ આપી રહ્યો હતો. જો કે, મને તેમાંથી કોઈ આકર્ષક લાગ્યું નથી. હું ક્યારેય દુશ્મન સાથે વાત કરવાનું વિચારીશ નહીં. મેં ટિન્ડર પર તેની રિકવેસ્ટને નકારી કાઢી. પરંતુ આવા ઘણા હતા જેઓ મેસેજ મોકલી રહ્યા હતા.

સ્ક્રીનશૉટ શેર કરીને દાવો કર્યો

દશાએ ફરી પૂછ્યું- “શું તમારો અમને મળવાનો કોઈ પ્લાન છે?” આના પર આન્દ્રેઈએ જવાબ આપ્યો – “હું આનંદ સાથે આવીશ પરંતુ 2014 થી યુક્રેનમાં રશિયન લોકોનું સ્વાગત નથી થયું. દશાએ ફરીથી પૂછ્યું- “તમે શું કરો છો?” આનો આન્દ્રેએ કોઈ સીધો જવાબ આપ્યો ન હતો.

પરંતુ Tinder પર આવતા તમામ મેસજ મહિલાએ રશિયન સૈનિકોના મેસેજ જણાવ્યા છે. રશિયન આર્મી યુનિફોર્મ પહેરેલા લોકો ઘણી પ્રોફાઇલમાં દેખાયા હતા. મહિલાએ તેમના સ્ક્રીનશોટ પણ શેર કર્યા છે.