આ દેશે બનાવી સુતેલી ગગનચુંબી ઇમારત, જોઈને એમ થશે કે આ શક્ય જ નથી, ખર્ચ જાણીને હાજા ગગડી જશે

આજના યુગને આધુનિક સમય કહેવામાં આવે છે. આ સમયમાં કંઈ પણ શક્ય છે.ચીન દુનિયામાં નવા ઈનોવેશન માટે જાણીતું છે. દરરોજ વિશ્વમાં નવી ટેકનોલોજી લાવે છે. ફરી એકવાર આ દેશના એન્જિનિયરોએ લોકો સમક્ષ એક નમૂનો રજૂ કર્યો છે.

image source

જેણે દુનિયાને સ્તબ્ધ કરી દીધી છે. જાણકારી માટે તમને જણાવી દઈએ કે ચીનમાં આવી બહુમાળી ઈમારત બનાવવામાં આવી છે જે સુતેલી દેખાય છે. ચોંકાવનારી વાત એ છે કે તેને ચાર ગગનચુંબી ઈમારતોની ટોચ પર બનાવવામાં આવી છે.ચીનના આ પ્રોજેક્ટનું નામ ચોંગકિંગ જણાવવામાં આવી રહ્યું છે.

image source

દુનિયામાં ક્યાંય પણ આવી ઇમારત નથી. પરંતુ આ ઈમારત પોતાનામાં એક અજાયબી છે, કારણ કે તે આડી રીતે બનાવવામાં આવી છે.આ ઈમારતની લંબાઈ 250 મીટર છે.તેની ખાસ વાત એ છે કે તેમાં 1400 રેસિડેન્શિયલ એપાર્ટમેન્ટ છે, જ્યારે તેમાં 1.60 લાખ ચોરસ મીટરની લક્ઝરી હોટેલ અને મોટી ઓફિસ સ્પેસ પણ છે.

image source

જો કે તે હજુ સંપૂર્ણ રીતે બની નથી.આ ઈમારતની ડિઝાઈન ચીનની પરંપરાગત યાટ જેવી રાખવામાં આવી છે. આ ઈમારતની ટોચ પરથી યાંગ્ત્ઝે અને જિયાલિંગ નદીઓનો સંગમ પણ જોઈ શકાય છે. આ ઈમારતને ‘ક્રિસ્ટલ’ નામ આપવામાં આવ્યું છે.

image source

આ બહુમાળી ઇમારત એશિયાની સૌથી મોટી રિયલ એસ્ટેટ કંપની કેપિટાલેન્ડ દ્વારા બનાવવામાં આવી છે. તેને બનાવવામાં 6 વર્ષ લાગ્યા છે અને તેમાં 27 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.