આ 5 ફુડ્સ તમારી સ્કિનની શુષ્કતા કરે છે દૂર, સાથે લાવે છે જોરદાર ગ્લો પણ, અપનાવો તમે પણ

દરેક વ્યક્તિ સારી ત્વચા મેળવવા અને સુંદર દેખાવા માંગે છે. પરંતુ બદલાતા હવામાનને લીધે ત્વચા કેટલીક વાર શુષ્ક થઈ જાય છે અથવા તો ક્યારેક તેલયુક્ત. અને તેના કારણે પિમ્પલ્સ, ડાઘ-ધબ્બા, ફુસી વગેરે જેવી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

image source

અહીં અમે આવા ખોરાક કે ફુડ્સ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેનાથી ત્વચામાં શુષ્કતા નહીં આવે અને ત્વચાને કુદરતી ભેજ પણ મળશે. દરેક વ્યક્તિ સુંદરતા ઇચ્છે છે અને ચમકતી ત્વચા પણ દરેક વ્યક્તિ ઇચ્છે છે. આજે આપણે અહીં તેના વિશે જ જાણવા જઈશું.

બદામ:

image source

બદામ એક ડ્રાયફ્રૂટ છે જેના અસંખ્ય ફાયદા છે. બદામ વાળ અને ત્વચા માટે ખૂબ સારી માનવામાં આવે છે. બદામ ખાવાથી ત્વચા સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થાય છે. બદામ ત્વચાને કુદરતી ભેજ આપવામાં મદદગાર છે. આ સાથે ચહેરા પરની ફોલ્લીઓ અને ડાઘ-ધબ્બા પણ આનાથી દૂર થાય છે.

દૂધી:

image source

ત્વચા અને વાળ માટે દહીં સૌથી પૌષ્ટિક માનવામાં આવે છે. દૂધીનો રસ સ્વાસ્થ્ય માટે ખૂબ સારો માનવામાં આવે છે. દરરોજ દૂધીનું સેવન કરવાથી ત્વચામાંથી શુષ્કતા દૂર થાય છે અને ત્વચા ચમકદાર બને છે. દૂધી વજન ઘટાડવા માટે પણ મદદગાર છે.

એક ચમચી ગાયનું ઘી:

image source

તમને બજારમાં ઘણા પ્રકારના ઘી જોવા મળશે પરંતુ તમારે ફક્ત ગાયનું ઘી જ ખાવાનું છે. દરરોજ એક ચમચી ગાયના ઘીનું સેવન કરવું જોઈએ. તે ત્વચાની શુષ્કતા દૂર કરે છે અને શરીરને ઉર્જા પ્રદાન કરે છે. દર ઋતુમાં ગાયનું ઘી ફાયદો કરે છે. જો ઘી ઘરે બનાવવામાં આવે તો સોના પર સુહાગા જેવી વાત બની જશે.

પપૈયા:

image source

પપૈયાના સેવનથી ત્વચા તેજ થાય છે અને પપૈયા સરળતાથી માર્કેટમાં મળે છે. પપૈયા વાળ અને ત્વચા બંને માટે પણ ખૂબ સારા માનવામાં આવે છે. પરંતુ સગર્ભા સ્ત્રીઓએ પપૈયાનું સેવન ન કરવું જોઈએ. જો તમે દરરોજ પપૈયા ન ખાઈ શકો, તો પછી એક દિવસના અંતરે પપૈયા લો. પપૈયામાં એવા વિટામિન અને ખનિજો હોય છે જેનાથી ત્વચા તેજસ્વી થાય છે અને પૂરતા પ્રમાણમાં ભેજ મળે છે.

હળદરવાળું દૂધ:

image source

હળદરવાળું દૂધ આરોગ્ય માટે ખૂબ સારું માનવામાં આવે છે. અને જો દૂધ ગાય અથવા બકરીનું હોય, તો તેમાંથી જેટલું પોષણ મળે એટલું બીજા કોઈ આહારમાંથી મેળવી શકાતું નથી. હળદર ત્વચાની બધી સમસ્યાઓ દૂર કરે છે. સૂતા પહેલા હળદરવાળું દૂધ દરરોજ પીવું જોઈએ, આ ત્વચાને સ્વાભાવિકરૂપે તેજસ્વી બનાવશે અને શુષ્કતા દૂર કરશે. કાચી હળદરથી પણ ઘણો ફાયદો થાય છે; હળદર ત્વચા માટે ઘણી સારી માનવામાં આવે છે.

image source

આ બધા આહાર લેવાથી શુષ્ક ત્વચાની સમસ્યા દૂર થાય છે. ત્વચા પણ સુધરે છે સાથે સાથે અન્ય રોગો જેવા કે મેદસ્વીપણા, વાળની ​​સમસ્યા, હાથ-પગમાં દુખાવો વગેરે. બીજા ઘણા બધા ખોરાક છે જે તમે લઈ શકો છો જેમ કે, દાડમ, અખરોટ, માછલી, ઇંડા વગેરે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત