આ 5 રાશિની છોકરીઓ હંમેશા આકર્ષક દેખાવવાનો કરે છે પ્રયાસ, અને ફેશનમાં ભલભલાને પાડે છે પાછળ

આપે ઘણી બધી એવી વ્યક્તિઓ જોઈ હશે જેને આપ જયારે પણ જોવો છો તો તેઓ તૈયાર થયેલા જ જોવા મળી જાય છે. આવી વ્યક્તિઓની ફેશન સેંસ અન્ય વ્યક્તિઓ કરતા હંમેશા અલગ જ તરી આવે છે.

image source

ત્યારે કેટલીક વ્યક્તિઓના આવા ફેશન સેંસ હોવા પાછળ તેમની રાશિ જવાબદાર હોય છે. જ્યોતિષ શાસ્ત્રની ૧૨ રાશિઓ માંથી ૫ રાશિના જાતકો એવા હોય છે જેઓની ફેશન સેંસ અન્ય વ્યક્તિઓ કરતા ઘણી અલગ જોવા મળે છે.

image source

આ લેખમાં અમે આપને એવી પાંચ રાશિઓ વિષે જણાવીશું જેમની ફેશન સેંસ ઘણી સારી હોય છે. ચાલો જાણીએ શું આ પાંચ રાશિઓમાં આપની રાશિ તો સામેલ છે કે નહી હવે આ વિષે વિસ્તારથી જાણીશું.

-વૃષભ રાશિ:

image source

વૃષભ રાશિ ધરાવતા વ્યક્તિઓ પોતાની ફેશન સેંસના લીધે હંમેશા અગ્રસર રહે છે. વૃષભ રાશિ ધરાવતા વ્યક્તિઓનું વ્યક્તિત્વ એટલું બધું આકર્ષક હોય છે કે, કોઇપણ વ્યક્તિ તેમને પહેલી નજરે જોતા જ અટકી જાય છે. વૃષભ રાશિના જાતકો સાદા અને સિમ્પલ કપડામાં પણ ઘણા સ્ટાઈલીશ લાગે છે. વૃષભ રાશિ ધરાવતા વ્યક્તિઓને ટ્રેંડ સેટર કહેવું કોઈ અતિશયોક્તિ છે નહી.

-સિંહ રાશિ:

image source

સિંહ રાશિ ધરાવતા વ્યક્તિઓ પોતાને ફેશન ટ્રેંડમાં રાખવા માટે વધારે ખર્ચ કરતા પણ અચકાતા નથી. તેમજ સિંહ રાશિના જાતકો પોતાની પર પૈસા ખર્ચ કરવાનું પસંદ કરે છે. સિંહ રાશિના જાતકો હાઈ- ફાઈ ફેશન બ્રાન્ડ્સ અને ટ્રેન્ડમાં રહેવા માટે અઢળક ખર્ચ કરતા હોય છે.

-તુલા રાશિ:

image source

તુલા રાશિ ધરાવતા જાતકોને હંમેશા ફેશનમાં રહેવાનું પસંદ કરે છે. તેમ છતાં તુલા રાશિના જાતકો ક્યારેય ફેશનમાં રહેવા માટે આંખ-આડા કાન કરીને તેનું અનુસરણ કરતા નથી. તુલા રાશિના જાતકો સાદાઈ અને લાવણ્યમય રહેવાનું પસંદ કરે છે. તુલા રાશિના જાતકો ક્લાસી અને ટ્રેન્ડી વસ્તુઓને પહેરવાનું પસંદ કરે છે. તુલા રાશિના જાતકો મિક્સિંગ અને મેચિંગ ફેશન સેંસ વધુ પસંદ કરે છે. તુલા રાશિના જાતકોની ફેશન સેંસ અન્ય વ્યક્તિઓની તુલનાઓ ઘણી સારી હોય છે.

-કુંભ રાશિ:

image source

કુંભ રાશિ ધરાવતા વ્યક્તિઓને ઘણા ફેશનેબલ કહેવામાં આવે છે. કુંભ રાશિના વ્યક્તિઓ હંમેશા પોતાને સારા દેખાવ માટે અને કેટલીક વિશેષ વસ્તુઓને પોતાની પાસે રાખવા ઈચ્છે છે તે પછી કપડા હોય કે પછી જૂતા- ચપ્પલ. આપ કુંભ રાશિ ધરાવતી વ્યક્તિઓને ક્યારેય અસ્ત- વ્યસ્ત જોઈ શકશો નહી.

-મેષ રાશિ:

image source

મેષ રાશિ ધરાવતા વ્યક્તિઓ હંમેશા પોતાના જીવનમાં નવા પ્રયોગો કરવાનું પસંદ કરતા હોય છે. આ બાબત મેષ રાશિ ધરાવતી વ્યક્તિઓની ફેશન સેસમાં પણ કામ કરે છે. મેષ રાશિ ધરાવતી વ્યક્તિઓ ઓનલાઈન વસ્તુની ખરીદી કર્યા પછી પસ્તાવો કરે તેવા હોતા નથી. મેષ રાશિની વ્યક્તિઓ જલ્દી જ કોઈ વસ્તુથી કંટાળી જાય છે અને હંમેશા કઈકને કઈક નવું કરવા ઈચ્છે છે તેઓ પોતાના માટે શોપિંગ કરવા પાછળ વધારે ખર્ચ કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત