વજન ઘટાડવાથી લઈને આ અઢળક ફાયદા આપે છે દાળ -ભાત, કરો ખાવાનું શરૂ

ગુજરાતી ઘરોમાં તો ખાસ કરીને દાળ ભાતથી ભરપૂર ફૂલ થાળીનું ભોજન એકવાર તો બને જ છે. કેટલાક ઘરોમાં તો દાળ- ભાત રોજ બનાવવાની જાણે કે પરંપરા છે. અનેક લોકોને દાળ- ભાત ખૂબ જ પસંદ હોય છે. આ કોમ્બિનેશન ફૂડમાં પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ ભરપૂર પ્રમાણમાં મળે છે.

image source

લોકો તેને જરા પણ ખચકાટ વિના ખાઈ લે છે. અનેક વાર લોકોના મનમાં સવાલ થાય છે કે રાતે દાળ ભાત ખાવાનું યોગ્ય છે કે નહીં. ખાસ કરીને જે લોકો વજન ઘટાડવા ઈચ્છે છે તેઓ ખાસ કરીને રાતના ડાયટ પ્લાનમાં ભાત ખાવાનું પસંદ કરે છે. આ તેમના માટે પરફેક્ટ ડાયટ બની શકે છે.

અઠવાડિયામાં 4 દિવસ ખાઈ શકાય છે દાળ-ભાત

image source

જો તમે વજન ઘટાડવાના હેતુથી દાળ-ભાત ખાવાનું પસંદ કરો છો તો તમે અઠવાડિયામાં 4 દિવસ તેનો ડાયટમાં ઉપયોગ કરી શકો છો. આ સાથે તે ખાસ કરીને કાર્બોહાઈડ્રેટ્સને છોડે છે અને સાથે તમારી એનર્જી ઘટી જાય છે. આ સાથે તમને કબજિયાતની સમસ્યા છે તો તમે વજન ઘટાડવા માટે અઠવાડિયામાં 4 વાર દાળ-ભાતનું સેવન કરો. દાળમાં જો મસૂરની દાળ રાતે ખાઓ છો તો તે પચવામાં ભારે પડી શકે છે. તમે દાળ બનાવતા પહેલા તેને અડધો કલાક પલાળીને રાખો અને પછી દાળનો વઘાર કરતી સમયે હિંગનો વધારમાં ઉપયોગ કરો. હિંગનો ઉપયોગ કરવાથી તમારી ડાયજેસ્ટ સિસ્ટમ સરળ બને છે. પેટમાં ગેસની સમસ્યા રહ્યા કરે છે તો રાતના સમયે દાળનો ઉપયોગ ન કરો તે યોગ્ય છે.

પોષક તત્વોથી ભરપૂર હોય છે દાળ

image source

દાળમાં શરીરને મજબૂત બનાવનારા જરૂરી પ્રોટીન્સ, વિટામીન્સ, કેલ્શિયમ, આયર્ન અને ફાઈબર્સ પણ મળી રહે છે. ભારતમાં દાળની અનેક વેરાયટી મળી રહે છે. જો તમે રાતે ભાત ખાવાનું ટાળો છો તો તમે સાંભર પણ બનાવી શકો છો. આ સાથે તમે તેમાં અનેક શાક મિક્સ કરો છો અને તેની ન્યૂટ્રિશન વેલ્યૂ પણ વધી જાય છે. આપછી દાળને ભાત વિના એકલી પણ સૂપની જેમ પી શકો છો. તે ટેસ્ટમાં મસ્ત લાગે છે.

ચોખાથી મળે છે પરફેક્ટ ન્યૂટ્રિશન

image source

ચોખામાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીનના સિવાય ફાઈટોન્યૂટ્રિએંટ્સ અને શરીરને માટે જરૂરી વિટામિન્સ હોય છે. ચોખામાં રોટલીથી ઓછું કાર્બોહાઈડ્રેટ હોય છે અને તેને પચાવવાનું સરળ રહે છે.એવામાં ફક્ત દાળ- ભાત ખાવાથી તમારી બોડીના ન્યૂટ્રિશન વધી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત