Site icon News Gujarat

OMG! આ અભિનેતાએ વોશરૂમમાંથી શેર કરી સેલ્ફી, માત્ર અંડરવિયરમાં જોવા મળ્યો આ અભિનેતા, તસવીર જોઇને તમે પણ કહેશો…

ટેલીવીઝન અને બોલીવૂડ એક્ટર્સમાં હાલના દિવસોમાં માલદિવ્સમાં રજાઓ ગાળવાની જાણે હોડ લાગી ગઈ છે. તારા સુતરિયા અને હિના ખાનથી લઈ માનુષી ચિલ્લાર, દિશા પાટની, ટાઇગર શ્રોફ, શિબાની દાંડેકર, ફહારન અખ્તર જેવા કેટલાએ સ્ટાર્સ માલદીવ્સ પહોંચીને પોતાની બોલ્ડનેસથી ત્યાંનો પારો ઉંચો ચડાવી રહ્યા છે.

image source

આ સ્ટાર્સે માલદિવ્સમાં એક એકથી ચડિયાતા ફોટોશૂટ કરાવ્યા છે, જેણે બધાના હોશ ઉડાવી દીધા છે. હવે ટીવી એક્ટર કરણવીર બોહરાની એક તસ્વીર ઇન્ટરનેટ પર ઝડપથી વયારલ થઈ રહી છે. આ તસ્વીર એક્ટરે પોતે જ શેર કરી છે. જે દ્વારા તેમણે માલદીવ્સ જઈ રહેલા સ્ટાર્સ પર જાણે કટાક્ષ કર્યો હોય તેવું લાગી રહ્યુ છે.

કરણવીર બોહરાએ બાથરૂમથી પોતાની એક મિરર સેલ્ફી શેર કરી છે. જેમાં તે માત્ર અંડરવિયરમાં જોવા મળી રહ્યા છે. તસ્વીર શેર કરતા કરણવીર બોહરાએ એક જોરદાર કેપ્શન પણ લખ્યું છે જે ખૂબ વાયરલ થઈ રહ્યું છે, એક્ટરના ફેન્સ વચ્ચે તેમની તસ્વીરને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. તસ્વીરને શેર કરતાં કરણવીરે કેપ્શનમાં લખ્યું છે – ‘મને કપડા ઉતારવા માટે માલદીવ્ઝ જવાની જરૂર નથી.’

તમને જણાવી દઈએ કે કરણવીર હવે થોડા જ સમયમાં ફરી એકવાર પિતા બનવા જઈ રહ્યા છે.

image source

કરણવીર બોહરાના બર્થડેના અવસર પર તેમની પત્નીએ આ વાતનું અનાઉન્સમેન્ટ કર્યુ હતું કે તે જલદી જ ગુડ ન્યૂઝ આપવાની છે. ટીજે સિદ્ધુએ સોશિયલ મિડિયા દ્વારા પોતાના ફેન્સની સાથે આ ખબર શેર કરી હતી. તેમણે ઇનસ્ટાગ્રામ પર એકપોસ્ટ શેર કરતા લખ્યું હતું – ‘ખૂબ બધો આશીર્વાદ અને હવે અમારા પરિવારમાં એક બીજુ મહેમાન આવવા જઈ રહ્યું છે. દરેક આત્માનો એક ઉદ્દેશ હોય છે. આપણે તેને પસંદ કરીએ છીએ અને તે આપણને.’ તમને જણાવી દઈએ કે એક્ટર પહેલા જ બે બાળકોનો પિતા છે તે બન્ને ટ્વિન્સ છે.

થોડા સમય પહેલાં કરણવીર બોહરાની પત્ની ટીજે સિદ્દુએ પોતાના બેબી બંપ સાથેની એક તસ્વીર શેર કરી હતી જે ખૂબ વાયરલ થઈ હતી. ટીજેની આ તસ્વીર ઓણમ સેલિબ્રેશન સાથે જોડાયેલી હતી, જેમાં તેણીએ ગ્રીન બોર્ડરની વ્હાઇટ સાડી પહેરી હતી. ટીજે સિદ્દુની આ તસ્વીર તેણીના ફેન પેજ અને પોતાના ઇસ્ટગ્રામ અકાઉન્ટ પર શેર કરવામાં આવી હતી. જેને ફેન્સે ખૂબ પસંદ કરી હતી. અને કમેન્ટ્સ કરીને પણ તેણીની તસ્વીરના ખૂબ વખાણ કરવામાં આવ્યા હતા.

ટીજે સિદ્ધુએ આ તસ્વીર શેર કરતાં જણાવ્યું હતું કે એક્ટ્રેસ સુધાચંદ્રન તેમની બે દીકરીઓને બાહુબલી અને થંગાબલી કહે છે. ત્યારે હવે જ્યારે તેણીને ત્રીજુ બાળક થવા જઈ રહ્યું છે ત્યારે તેને સુદાચંદ્રને મહાબલીનું નામ આપ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version