નવા વર્ષ પહેલા આ અભિનેત્રીએ ખરીદી BMW 5-સિરીઝની શાનદાર કાર, કિંમત જાણીને પહોળી થઇ જશે આંખો

નવા વર્ષમાં પહેલી ગિફ્ટ:નોરા ફતેહીએ ખુદને ગિફ્ટ કરી BMW 5-સિરીઝ, ભારતમાં 55.40 લાખ રૂપિયાથી શરૂ થાય છે આ કારની કિંમત બોલિવૂડ એક્ટ્રેસ અને બેસ્ટ ડાન્સર નોરા ફતેહીએ નવા વર્ષ પહેલા તેના ઘરે નવી કારનું સ્વાગત કર્યું છે. વાસ્તવમાં નોરા ફતેહીએ BMW 5 સીરીઝની એક શાનદાર કાર ખરીદી છે, જેની તસવીરો ભારે વાયરલ થઈ રહી છે. નોરાએ BMW 5 સીરીઝ કાર ખરીદી છે, પરંતુ તે સ્પષ્ટ નથી કે ક્યું મોડેલ ખરીદ્યું છે. બીએમડબ્લ્યુ ઇન્ડિયાએ કાર સાથે નોરાની કેટલીક ખાસ તસવીરો પણ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે.

કારની શરૂઆતી કિંમત 55.40 લાખ

image source

તમને જણાવી દઈએ કે ‘સત્યમેવ જયતે’ના ‘દિલબર’ અને ‘સ્ટ્રીટ ડાન્સર 3D’ના ‘ગરમી’ જેવા સોન્ગથી ઓડિયન્સનું દિલ જીતી ચૂકેલી એક્ટ્રેસ અને ડાન્સર નોરા ફતેહીએ ખુદને લક્ઝરી કાર ગિફ્ટ કરી છે. રિપોર્ટ્સ મુજબ, હાલમાં જ એક્ટ્રેસે BMW 5-સિરીઝની ગાડી ખરીદી છે. એવું જણાવાઈ રહ્યું છે કે આ કારની એક્સ શો-રૂમ કિંમત ભારતમાં 55.40 લાખથી શરૂ થાય છે અને એનું ટોપ વેરિયન્ટ 68.39 લાખ સુધી આવે છે. હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે નોરાએ કયું વેરિયન્ટ લીધું છે. બીએમડબ્લ્યુ 5 સિરીઝની સ્પર્ધા મર્સિડીઝ બેન્ઝ ઇ-ક્લાસ, ઓડી એ 6, વોલ્વો એસ 90 અને જગુઆર એક્સએફ સાથે થાય છે. ખાસ વાત એ છે કે આ કાર 6.1 સેકન્ડમાં 0.100 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે.

નોરા જ્યારે ભારત આવી ત્યારે તેની પાસે 5 હજાર રૂપિયા હતા

image source

બીએમડબ્લ્યુ 5 સિરીઝનું ડીઝલ મોડેલ 2.0-લિટર ટર્બો એન્જિન પર ચાલે છે, જે 187 બીએચપીની પાવર અને 400 એનએમ ઉત્પન્ન કરે છે. તેના એન્જિનોને 8-સ્પીડ સ્ટેપટ્રોનિક ટ્રાન્સમિશન સાથે જોડવામાં આવ્યું છે, જેનાથી તેના પાછળના વ્હીલ્સને તાકાત મળે છે. નોરાની પર્સનલ લાઈફ બહુજ સંઘર્ષ પૂર્ણ રહી છે.

image source

નોરાએ 2019માં એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે જ્યારે તે કેનેડાથી ઇન્ડિયા આવી હતી ત્યારે તેની પાસે માત્ર 5000 રૂપિયા હતા. નોરાએ કહ્યું હતું, ‘હું માત્ર 5000 રૂપિયા લઈને આવી હતી. જોકે હું જે એજન્સીમાં કામ કરતી હતી ત્યાંથી દર અઠવાડિયે 3000 રૂપિયા મળતા હતા. આટલી રકમમાં ઘરનો ખર્ચો કાઢવો મુશ્કેલ હતો, પણ મેં બધું સારી રીતે મેનેજ કર્યું, જેથી અઠવાડિયાને અંતે પૈસા પૂરા ન થઇ જાય. અને મારી ડેઈલી રૂટીનમાં કોઈ તકલીફ ના પડે.

નોરાએ 2014માં ડેબ્યૂ કર્યું હતું

image source

નોરા ફતેહીના ફિલ્મી કેરિયર વિશે વાત કરીએ તો નોરા મૂળ મોરક્કો, કેનેડાની છે. તેણે 2014માં રિલીઝ થયેલી ફિલ્મ ‘રોર: ટાઇગર્સ ઓફ ધ સુંદરબંસ’થી બોલિવૂડ ડેબ્યુ કર્યું હતું. ત્યાર બાદ તેણે અમુક હિન્દી અને સાઉથ ઇન્ડિયન ફિલ્મોમાં સ્પેશિયલ અપિઅરન્સ આપ્યું, જેમાં ‘બાહુબલી: ધ બિગિનિંગ’ પણ સામેલ છે. ફિલ્મના આઈટમ નંબર ‘મનોહારી’માં તે દેખાઈ હતી. જોકે નોરાને સાચી ઓળખ રિયાલિટી શો ‘બિગ બોસ 9’થી મળી હતી. નોરા ફતેહી છેલ્લી વાર મોટા પડદે ‘સ્ટ્રીટ ડાન્સર 3D’માં દેખાઈ હતી. રેમો ડિસોઝાના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં વરુણ ધવન અને શ્રદ્ધા કપૂર લીડ રોલમાં હતાં.

image source

નોરાએ ફિલ્મમાં માત્ર એક્ટ્રેસ તરીકે જ કામ કર્યું હતું એવું ન હતું, પણ તેણે ફિલ્મના સોન્ગ ‘ગરમી’ પર જબરદસ્ત ડાન્સ કરીને લોકોનો પ્રેમ મેળવ્યો હતો. તે હવે અજય દેવગણ સ્ટારર ‘ભુજ: ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા’માં પણ દેખાશે, એ આવતા વર્ષે OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે. તમને જણાવી દઈએ કે બોલિવૂડ એક્ટ્રેસ નોરા ફતેહીને મોંઘીદાટ ગાડીઓ રાખવી ગમે છે અને તેની પાસે પહેલેથી જ મર્સિડીઝ બેન્ઝની લક્ઝરી સેડાન કાર સીએલએ 220 ડી છે. તો નોરાની આ નવી BMW 5 સિરીઝની પ્રારંભિક કિંમત 55.40 લાખ રૂપિયાથી 68.39 લાખ રૂપિયાની વચ્ચે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત