રવિ કિશનના પિતા નહોતા ઈચ્છતા કે તેઓ એક્ટર બને, મુંબઈ આવવા આ વ્યક્તિએ કરી હતી મદદ, જાણીને લાગશે નવાઈ

રવિ કિશન આજે ન ફક્ત પોતાના અભિનયથી ભોજપુરી સિનેમાના મોટા સ્ટાર બની ચુક્યા છે પણ એમને હિન્દી સિનેમા અને સાઉથ સિનેમામાં પણ ઘણા અલગ અલગ પ્રકારના રોલ કરી પોતાની એક અલગ છાપ છોડી છે રવિકિશનને આજના સમયમાં ભોજપુરી સિનેમાના અમિતાભ બચ્ચન કહેવામાં આવે છે. પણ એક સમય એવો હતો જ્યારે રવિ કિશન પાસે ન તો ફિલ્મ હતી અને ન તો રહેવાનું કોઈ ઠેકાણું. અભિનય કરવાનું સપનું દિલમાં લઈને રવિ કિશન ફક્ત 500 રૂપિયા લઈને મુંબઈ આવ્યા હતા. ઘણા ઉમદા કલાકારની જેમ રવિ કિશનનો પણ પોતાનો એક સંઘર્ષ રહ્યો છે.

image source

જાણીતા અભિનેતા અને બીજેપી સંસદ રવિ કિશનનો ફિલમી સફર જરાય સરળ નહોતો. એમનું બાળપણ આર્થિક તંગીમાં વીત્યું. એક ડેરી ચલાવનારના પિતા હંમેશા એમને અભિનયની દુનિયાથી દૂર રાખવા માંગતા હતા અને ઈચ્છતા હતા કે રવિ કિશન એમના કામમાં મદદ કરે. પણ રવિ કિશનને બાળપણથી જ સિનેમાનો શોખ હતો અને એમનાના કંઈક કરી બતાવવાનું જુનુંન હતું. રવિ કિશનનો જન્મ પણ મુંબઈમાં જ થયો પણ એમના પિતાનો ડેરીનો બિઝનેસ બંધ થઈ ગયો એ પછી એમને પોતાના ગામ જોનપુર પરત ફરવું પડ્યું.

image source

રવિ કિશન બાળપણથી જ અમિતાભ બચ્ચનના મોટા ફેન રહ્યા ક્ષહે. એ એમની લગભગ દરેક ફિલ્મ જોતા હતા. એમને અભિનયનો તાવ કાંઈક એવો ચડ્યો કે એ રામલીલામાં સીતાનો રોલ કરવા લાગ્યા. પણ એમના પિતાને એમનો અભિનય કરવો નહોતો ગમતો. રવિ કિશને જાતે એક ઇન્ટરવ્યૂમાં એ ખુલાસો કર્યો હતો કે અભિનયના શોખના કારણે ઘણીવાર એમને પિતાનો માર પણ ખાવો પડ્યો છે. પિતાના ન માનવા પર 17 વર્ષના રવિ કિશન માતા પાસે 500 રૂપિયા લઈને મુંબઈ ભાગી આવ્યા. રવિ કિશને એ જણાવ્યું હતું કે એમની માતાએ એમના સપનાનું હંમેશા સમર્થન કર્યું છે. એમને જણાવ્યું કે એ પૈસા એમની માતાએ જ એમને આપ્યા હતા.

image source

500 રૂપિયા લઈને મુંબઈ આવેલા રવિ કિશન એ જ ચાલીમાં રહ્યા જ્યાં એમનો પરિવાર પહેલા રહેતો હતો. ફિલ્મજગતમાં સંઘર્ષ કરતા એમને વર્ષ 1992માં બી ગ્રેડ ફિલ્મ પિતામ્બરમાં કામ કરવાનો મોકો મળ્યો. જો કે એ પછી પણ એમને એમના સપનમાં માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો. રવિ કિશનની કિસ્મતના સ્ટાર ત્યારે ચમક્યા જ્યારે એમને સલમાન ખાનની ફિલ્મ તેરે નામ ઓફર થઈ.

ફિલ્મમાં એમને ભૂમિકા ચાવલાના મંગેટરનો રોલ કર્યો. એમના રોલને ખૂબ જ પસંદ કરવામાં આવ્યો. એ સિવાય એમને મુક્તિ, શેર બજાર, અગ્નિ મોરચા જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું.

image source

આજના સમયમાં રવિ કિશન કોઈ પરિચયના મોહતાજ નથીમ એ ન ફક્ત હિન્દી પણ ભોજપુરી અને સાઉથ સિનેમામાં પણ સતત એક્ટિવ છે. હિન્દી ફિલ્મોમાં એમને મોટાભાગે કોએક્ટર તરીકે કામ મળ્યું તો સાઉથમાં એ એક મોટા વિલન તરીકે દેખાયા. એ સિવાય ભોજપુરી સિનેમાના રવિ કિશન નંબર વન સ્ટાર છે. એમને ભોજપુરી સિનેમાના અમિતાભ બચ્ચન કહેવામાં આવે છે.

મુંબઈમાં આવીને એક ચાલીમાં રહેનાર રવિ કિશનનું આજે મુંબઈના ગોરેગાંવ વિસ્તારમાં એક બિલ્ડીંગમાં 14માં માળે પોતાનું ઘર છે.

image source

રવિએ બે ડુપ્લેક્ષ ભેગા કરીને એક ઘર બનાવ્યું છે જેની સાઈઝ 8 હજાર સકવેર ફૂટ છે. આ ઘરમાં 12 બેડરૂમ, ડબલ હાઈટની સિલિંગ વાળું ટેરેસ અને એક જિમ સિવાય ઘણું બધું છે. પણ એ સફળતાને હાસિલ કરવા માટે રવિ કિશનને ઘણો સંઘર્ષ કરવો પડ્યો અને એમના આ આખા સફરમાં એમનો સાથે આપ્યો એમની પત્ની અને માતાએ.