આ એરપોર્ટ પર વિમાન ઉતારતી વખતે એક નાની એવી ભૂલ પણ આપી શકે છે મોતને નોતરૂ, જાણો આ ભયાનક એરપોર્ટ વિશે

તમે એવા ઘણા એરપોર્ટ જોયા હશે, જે એકદમ સુંદર છે. તેમની સુંદરતા ઘણીવાર તમને તેમની તરફ ખેંચે છે. પરંતુ આજે અમે તમને વિશ્વના કેટલાક એરપોર્ટ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે ખૂબ જોખમી છે.

image source

આ વિમાનમથકો પર વિમાન ઉતારતી વખતે અથવા ટેક-ઓફ લેતી વખતે પાઇલટ્સ પણ સો વખત વિચારે છે. કોઈ નવો પાઇલટ તો આ સ્થળોએ વિમાન ઉડવાનું વિચારી પણ નહીં શકે, જો કે પ્રશિક્ષિત પાઇલટ્સ માટે પણ આ સહેલુ નથી. આજ કારણે આ નિમાનમથકોને વિશ્વના સૌથી ખતરનાક એરપોર્ટ્સમાં ગણવામાં આવે છે.

નેપાળનું તેનઝિંગ-હિલેરી એરપોર્ટ

image source

નેપાળનું તેનઝિંગ-હિલેરી એરપોર્ટ એ એક ખતરનાક એરપોર્ટમાનું એક છે. આ એરપોર્ટ હિમાલયના શિખરની વચ્ચે લુકલા શહેરમાં સ્થિત છે, જેના રનવેની લંબાઈ ફક્ત 460 મીટરની છે. અહીં ફક્ત નાના વિમાન અને હેલિકોપ્ટરને જ ઉતરવાની મંજૂરી છે. આ વિમાનમથકના રનવેની ઉત્તરમાં પર્વતના શિખરો છે, ત્યારબાદ દક્ષિણમાં 600 મીટર ઉંડી ખાઈ છે. આથી જ આ વિમાનમથકને વિશ્વના સૌથી ખતરનાક એરપોર્ટ્સમાં ગણવામાં આવે છે.

સ્કોટલેન્ડનું બારા એરપોર્ટ

image source

સ્કોટલેન્ડનું બારા એરપોર્ટ પણ કઈ ઓછું નથી. આ એરપોર્ટ સમુદ્રના કાંઠે આવેલું છે, તેથી જ્યારે પણ દરિયામાં ભરતી આવે છે ત્યારે એરપોર્ટ પાણીમાં ડૂબી જાય છે. દરિયામાં અવારનવાર તોફાનો આવે છે, તેના કારણ અહિયા વિમાન સમુદ્રના તોફાનોના હિસાબે લેન્ડ અને ટેક ઓફ કરાવવામાં આવે છે.

માલદિવનું માલે એરપોર્ટ

image source

માલદિવનું માલે એરપોર્ટ પર વિમાનને લેન્ડ કરવું કે ટેક ઓફ કરવું પાઇલટ્સ માટે ખુબ જ કપરૂ છે. આ એરપોર્ટ દરિયા કિનારેથી માત્ર બે મીટરની ઉંચાઇ પર સ્થિત છે. ખાસ વાત એ છે કે આ વિશ્વનું એકમાત્ર એરપોર્ટ છે જે ડામરથી બનેલું છે. આ વિમાનમથક સમુદ્રની મધ્યમાં બનેલુ છે. અહીં વિમાનચાલકોની નાની એવી ભુલ વિમાને સીધુ હિંદ મહાસાગરમાં ઉતારી શકે છે.

જુયાનકો ઈ ઈરાસકિન એરપોર્ટ

image source

કેરેબિયન ટાપુમાં સ્થિત જુયાન્કો ઇ ઇરાસ્કીન એરપોર્ટ પર વિમાન લેન્ડિંગ કરવું તે નબળા હૃદયવાળા પાઇલટ્સનું કામ નથી. આ વિશ્વનો સૌથી ટૂંકો રનવે છે, જેની લંબાઈ લગભગ 396 મીટર છે. આ રનવે એક પર્વતીય શિખર પર બન્યો છે ત્રણેય બાજુથી સમુદ્રથી ઘેરાયેલ છે. અહિંયા પાઇલટની નાની એવી ભુલ વિમાનને સમુદ્રમાં ડૂબાડી શકે છે.

ટેલૂરાઈડ રીજનલ એરપોર્ટ

image source

અમેરિકાના કોલોરાડોમાં આવેલ ટેલુરાઇડ રીજનલ એરપોર્ટ 2,767 મીટરની ઉંચાઇ પર આવેલુ છે. અહિંયા માત્ર એક જ રનવે છે, જે રોકી પર્વતોના એક ભાગ પર બનાવવામાં આવ્યો છે. તેની સામે 300 મિટરની ઉંડાઈ પર સાન મિગુલ નદી વહે છે. અહીં વિમાનને ઉતરવું ખતરનાક છે.

ટાક એરપોર્ટ

image source

હોંગકોંગનું ટાક એરપોર્ટ પણ એક સૌથી જોખમી એરપોર્ટ હતું. અહિં વર્ષ 1925 થી 1998 સુધી વિમાન ઉતરતા અને ઉડતા હતા, પરંતુ હવે આ વિમાનમથક બંધ કરવામાં આવ્યું છે. આ વિમાનમથક ખતરનાક હતું કારણ કે તેમાં બંને તરફ ઉંચી ઇમારતો હતી, જ્યારે સામાન્ય રીતે એરપોર્ટની આજુબાજુ ઉંચી ઇમારતો બનાવવાની મનાઈ હોય છે. આ સિવાય આ વિમાનમથકનો રનવે પણ ખૂબ જ ટૂંક હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત