Site icon News Gujarat

દીપિકાએ પતિ રણવીર સિંહનો એક અનોખો ફોટો શેર કર્યો, રણવીર સિંહે આપ્યું આવું રિએક્શન

બોલીવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ વર્કફ્રન્ટ સિવાય સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે. એ થોડા થોડા દિવસે એમના ફેન્સ માટે એમની રિલ કે રિયલ લાઈફના ફોટા શેર કરતી રહે છે. આ ક્રમમાં દીપિકા પાદુકોને હાલમાં જ એમના પતિ રણવીર સિંહનો એક એવો ફોટો શેર કરી દીધો છે જેને લઈને એ ચર્ચામાં આવી છે.

દીપિકાએ શેર કર્યો આ ફોટો.

image soure

જો કે દીપિકા પાદુકોણ દ્વારા પોસ્ટ કરવામાં આવેલા આ ફોટામાં વધુ અટેનશન એ કમેન્ટને મળી રહ્યું છે જે રણવીર સિંહ આ ફોટા પર કરી છે. વાત જાણે એમ છે કે દીપિકા પાદુકોને એક સવારે ઉઠ્યા પછી જે નઝારો જોયો એને એમને કેમેરામાં કેદ કરી લીધો અને ઇન્સ્ટાગ્રામ પર શેર કરી દીધો. એક્ટ્રેસ દીપિકા પાદુકોને રણવીર સિંહનો એક ક્યૂટ ફોટો શેર કર્યો છે.

શેર કર્યો એક્ટરનો ફોટો.

image source

ફોટામાં રણવીર સિંહ બેઠેલા દેખાઈ રહ્યા છે અને એમને એમની આંખો પર એમની સ્વેટશર્ટની હુડી ઢાંકેલી છે. એક્ટરનો આ અંદાજ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. દીપિકા પાદુકોને આ ફોટો શેર કરતા કેપ્સનમાં લખ્યું છે કે સવારે ઉઠ્યા પછી મને દેખાયો આ નઝારો.

રણવીર સિંહનું રિએક્શન.

image source

દીપિકા પાદુકોણ દ્વારા શેર કરવામાં આવેલા આ ફોટાને થોડા જ કલાકાઓમાં લાખો લાઇક્સ અને શેર મળી ચુક્યા છે. પણ આ બધામાં સૌથી ક્યૂટ છે એ કમેન્ટ જે એકટર રણવીર સિંહ આ પોસ્ટ પર કરી છે. રણવીર સિંહે એમની પત્નીની આ પોસ્ટ પર લખ્યું છે કે બેબી શુ યાર.. એક્ટરની આ કમેન્ટ પર લોકોએ ઘણા હસવા વાળા ઇમોજી મુક્યા છે.

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ ઘણીવાર એકબીજા સાથે આવા હળવા મજેદાર પળો શેર કરતા રહે છે. બન્ને સ્ટાર્સની પર્સનલ લાઈફ જેટલી ચર્ચામાં છે એટલી જ એમની પ્રોફેશનલ લાઈફમાં ચર્ચામાં રહે છે. દીપિકા પાદુકો અને રણવીર સિંહ જલ્દી જ કબીર ખાનની ફિલ્મ 83માં સાથે દેખાશે. એ સિવાય એમની પાસે હાલના સમયમાં ઘણી ફિલ્મો પાઇપલાઇનમાં છે.

તમને જણાવી દઈએ કે રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ ગોલીયો કી રાસલીલા- રામલીલા, બાજીરાવ મસ્તાની અને પદ્માવત જેવી ફિલ્મોમાં પણ એકસાથે દેખાઈ ચુક્યા છે. અને ત્યાર બાદ એમને એકબીજા સાથે લગ્ન કરી લીધા હતા.

Exit mobile version