દિવ્યાંકા ત્રિપાઠીથી લઈને ભારતી સિંહ સુધી, આ અભિનેત્રીઓ આ બાબતે પતિને પાછળ પાડીને નિકળી ગઇ આગળ

ટેલિવિઝન જગતની ઘણી એવી અભિનેત્રીઓ છે જેમને પોતાની રાત દિવસની તનતોડ મહેનત પછી સફળતા મેળવી છે અને આજે એ ટીવીનું એક મોટું નામ છે. ટીવીની દુનિયામાં ઘણી એવી અભિનેત્રીઓ છે જે એક શો કરીને સ્ક્રીન પરથી ક્યાંક ગાયબ જ થઈ ગઈ તો અમુક એવી છે જે એક પછી એક સફળ શો આપીને ટીવી ઇન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન જમાવી રહી છે. આ અભિનેત્રીઓમાં નિયા શર્મા, દિવ્યાંકા ત્રિપાઠી, સુરભી જ્યોતિ સહિત ઘણાના નામ સામેલ છે. જેને પોતાના શોથી ટીવી ઇન્ડસ્ટ્રીમાં દોલતની સાથે સાથે ખૂબ નામ પણ કમાયું.

image source

બોલીવુડની જેમ જ ટેલિવિઝનની પણ એવી ઘણી અભિનેત્રીઓ છે જેમને એ સમયે લગ્ન કર્યા જ્યારે એ પોતાના કરિયરમાં સફળતાનાં શિખરો સર કરી રહી હતી. આજે પણ એ અભિનેત્રીઓ પોતાના પતિ કરતા વધુ સફળ છે. મનોરંજન જગતમાં એમની ખુદની એક ઓળખ છે. પોતાની કળાના દમ પર આ અભિનેત્રીઓએ ફક્ત નામ જ નથી કમાયું પણ એમની પાસે અઢળક પૈસો પણ છે. ટેલિવિઝનની એવી ઘણી અભિનેત્રીઓ છે જે પૈસા અને નામ બન્ને બાબતમાં પોતાના પતિ કરતા આગળ છે. આજે અમે તમને એવી ક અભિનેત્રીઓ વિશે જણાવીશું.

રુબીના દિલાઈક અને અભિનવ શુકલા.

image source

રુબીના ટેલિવિઝન જગતનું એક મોટું નામ છે. સિરિયલ છોટી બહુથી રુબીના ઘર ઘરના લોકપ્રિય થઈ ગઈ હતી. એમને વર્ષ 2008માં પોતાના કરિયરની શરૂઆત આ શોથી કરી હતી. એ પછી પણ રુબીના ઘણા શોમાં દેખાઈ પણ એમને સિરિયલ શક્તિ અસ્તિત્વ કી એક પહેચાનથી દમદાર કમબેક કર્યું. આ શોમાં એમને ખૂબ જ પાવરફુલ કિન્નરનો રોલ કર્યો રુબીનાએ વર્ષ 2008માં ટીવી અને બૉલીવુડ એકટર અભિનવ શુકલા સાથે લગ્ન કરી લીધા. જો કે અભિનવ શુકલાએ રુબીના પહેલા પોતાના ટીવી કરિયરની શરૂઆત કરી હતી પણ જે સફળતા રુબિનને મળી એ અભિનવને ન મળી શકી. બિગ બોસ 14માં પણ જ્યારે એ બન્ને સાથે આવ્યા તો શરૂઆતમાં ઘણીવાર અભિનવને એ કહેવામાં આવતું હતું કે રુબીના દિલાઈકના દમ પર શોમાં ટક્યા છે

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહીયા.

image source

વર્ષ 2006માં બનું મેં તેરી દુલહનથી દિવ્યાંકા ત્રિપાઠીએ સિરિયલની દુનિયામાં પગ મૂક્યો પણ એ એકતા કપૂરની સિરિયલ યે હે મોહબ્બતેની ઇશી માઁ બનીને વધુ લોકપ્રિય થઈ. દિવ્યાંકા ત્રિપાઠી ટીવીની સૌથી જાણીતી અભિનેત્રી છે. એમને 8 જુલાઈ 2016માં પોતાના સહ કલાકાર વિવેક દહીયા સાથે લગ્ન કર્યા હતા. વિવેકે સિરિયલ યે હે મોહબ્બતેમાં પોલીસનો રોલ કર્યો હતો જો કે શોમાં એમનો રોલ બહુ મોટો નહોતો. એ સિવાય વિવેક કવચમાં લીડ રોલમાં દેખાયા હતા પણ આ શો પણ અસફળ રહ્યો. દિવ્યાંકા ટીવી જગતમાં પોતાના પતિ વિવેક કરતા વધુ લોકપ્રિય છે અને એક શો માટે એ એમના પતિ કરતા ઘણી વધારે ફી લે છે.

દીપિકા કક્કડ અને શોએબ મલિક.

image source

દીપિકા કક્કડ પણ ટીવીની લોકપ્રિય અભિનેત્રીઓના લિસ્ટમાં સામેલ છે. એમને આમ તો ટીવી પર ઘણી સિરિયલ કરી પણ એમનો શો સસુરાલ સીમર કાએ એમને ઘર ઘરમાં લોકપ્રિયતા અપાવી. આ સેટ પર એમની મુલાકાત શોએબ ઇબ્રાહિમ સાથે થઈ હતી. જો કે શોએબે અંગત કારણોસર આ શોને વચ્ચે જ છોડી દીધો હતો પણ દીપિકા આ શોની સાથે જોડાયેલી રહી. આ શો છોડ્યા પછી શોએબે ટીવી પર ઘણા શો કર્યા પણ એમને પહેલા જેવી સફળતા ન મળી. પણ દીપિકા આ શો પછી જ્યારે બિગ બોસનો ભાગ બની તો દર્શકોએ એમને ખૂબ પ્રેમ આપ્યો. દીપિકા અને શોએબે વર્ષ 2018માં લગ્ન કર્યા હતા. એ બન્ને ટીવીની સૌથી ફેમસ જોડીઓમાંથી એક છે. પણ જો એમનો કરિયર ગ્રાફ જોવામાં આવે તો પૈસા અને નામ બન્ને બાબતમાં દીપિકા શોએબ કરતા આગળ છે.

ભારતી સિંહ અને હર્ષ લીંબાચિયા.

image source

ભારતી સિંહે પોતાની કૉમેડીથી બધાનું દિલ જીત્યું, લાલ્લી બનીને લોકોને હેરાન કરવું કે પછી બુઆ બનીને કલાકારો પાસે શાકભાજી સમારવું ભારતીને જોઈને બધા હસ્યાં. કહેવાય છે દરેક સફળ માણસની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે પણ એ વાત ભારતી પોતે પણ માને છે કે ભારતીની સફળતા પાછળ એમના પતિ હર્ષનો બહુ મોટો હાથ છે. હર્ષ વ્યવસાયે એક લેખક છે જેમને ભારતીના ઘણા શોની સ્ક્રીપટ લખી છે. વર્ષ 2017માં ભારતીએ હર્ષ સાથે લગ્ન કર્યા એ પછી હર્ષની કિસ્મત ચમકી અને એમને પડદાની પાછળથી આગળ આવીને એમની પ્રતિભા બતાવવાનો મોકો મળ્યો.એમને ખતરા ખતરા જેવા શોનું નિર્માણ કર્યું તો ઘણા શોમાં ભારતી અને હર્ષે ભેગા મળીને કોમેડી કરી. ભારતી હર્ષને ભલે ગમે તેટલું આગળ કરી લે પણ હકીકત એ છે કે ભારતીની લોકપ્રિયતા હર્ષથી ઘણી વધુ છે.

સૌમ્યા ટંડન અને સૌરભ દેવેન્દ્ર સિંહ.

image source

ભાભી જી ઘર પર હેની અનિતા ભાભી એટલે કે સૌમ્યા ટંડન ઘર ઘરમાં જાણીતી છે. એમના આ શોમાં સ્ટાઈલિશ રોલને લોકો ખૂબ જ પસંદ કરે છે. સૌમ્યા 5 વર્ષ સુધી આ શોનો ભાગ રહી છે. સૌમ્યાએ વર્ષ 2016માં સૌરભ દેવેન્દ્ર સિંહ સાથે લગ્ન કર્યા હતા. સૌરભ વ્યવસાયે એક બેન્કર છે. એ આખા આઠવાડિયામાં જેટલું કમાય છે એટલું સૌમ્યા 4 5 એપિસોડમાં કમાઈ લે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!