10 બોલીવુડ સેલિબ્રિટી, જેમના નામ પર મળે છે પિઝા, કેકથી લઇને મિલ્કશેક સુધીની આટલી બધી વસ્તુઓ

બોલિવુડ સ્ટાર્સની ફેન ફોલોઇંગ દેશમાં જ નહીં પણ વિદેશોમાં પણ છે. લોકો પોતાના ફેવરિટ સ્ટારના એટલા દીવાના છે કે ફક્ત એમની ફેશન, સ્ટાઇલ અન લાઇફસ્ટાઇલને જ નથી ફોલો કરતા પણ એમના નામથી મળનારી વાનગીના પણ દીવાના છે. કદાચ એટલે જ દેશ વિદેશમાં ઘણા રેસ્ટોરેન્ટે બોલિવુડના ઘણા સ્ટાર્સના નામે સ્પેશિયલ ડીશને મેનુમાં સામેલ કરી છે. તો ચાલો જાણી લઈએ 10 બૉલીવુડ સ્ટાર્સના નામ પર પોપ્યુલર થઈ હોય એવી ડીશ વિશે.

1. કરીના કપૂર.

image source

કરીના પોતાની ફિટનેસ, પરફેક્ટ ફિગર અને સ્ટાઈલિશ અંદાજ માટે ઓળખાય છે. ફિલ્મ ટશન દરમિયાન એમની ઝીરો ફિગર પણ ખૂબ જ પોપ્યુલર થયું હતું. આ જ ઝીરો ફિગરને લઈને વધેલી કરિનાની પોપ્યુલરિટીને જોઈને એક ઇટાલિયન રેસ્ટોરેન્ટે કરીના કપૂર સાઈઝ ઝીરો પીઝા નામની ડીશ મેનુમાં સામેલ કરી હતી અને આ રેસ્ટોરેન્ટની આ કરીના કપૂર ડિશની ખૂબ જ ડિમાન્ડ હતી.

2. અક્ષય કુમાર.

image source

અક્ષય જ્યારે ઓમાનમાં ફિલ્મ વન્સ અપોન ટાઈમ ઇન મુંબઇ દુબારાનું શૂટિંગ કરી રહ્યા હતા તો એક રિસોર્ટમાં શૂટિંગ દરમિયાન એમને ખબર પડી કે એ રિસોર્ટમાં અક્ષયના નામથી એક કોકટેલ ડ્રિન્ક મળે છે અને ઓમાનમાં પણ અક્ષયના એટલા ફેન્સ છે કે એ ડ્રિન્કની એ રિસોર્ટમાં ખૂબ જ ડિમાન્ડ છે. એ સિવાય પુણેના એક રેસ્ટોરેન્ટમાં પણ અક્ષયના નામથી પરાઠા થાળી પણ મળે છે.

3. શાહરુખ ખાન.

image source

બનારસના એક પાન શોપમાં શાહરુખ ખાન સ્પેશિયલ પાન મળે છે અને બનારસીઓ જ નહીં ટુરિસ્ટમાં પણ આ પાન ખૂબ જ પોપ્યુલર છે. જ્યારે શાહરુખ પોતાની ફિલ્મ હેરી મેટ સેજલનું પ્રમોશન કરવા વારાણસી ગયા હતા ત્યારે એમને એ જ શોપમાં બનારસી પાન ખાધું હતું ત્યારથી એ શોપવાળાએ એમના નામ પર પાન વેચવાનું શરૂ કર્યું. અને આ સેલિબ્રિટી પાનની કિંમત પણ એને વધારે રાખેલી છે

4. દીપિકા પાદુકોણ..

image source

દીપિકા પાદુકોણની ઇન્ટરનેશનલ ફેન ફોલોઇંગ પણ ખૂબ જ છે એટલી કે અમેરિકામાં એમના નામ પર ઢોસા મળે છે. ગયા વર્ષ3 સોશિયલ મીડિયા પર રણવીર સિંહે એક રેસ્ટોરેન્ટનું મેનુ કાર્ડ શેર કર્યું હતું જેમાં દીપિકા પાદુકોણ વેજ ઢોસા નામની પણ એક ડીશ છે. ઢોસા લેબ્સ નામના આ રેસ્ટોરેન્ટમાં આ ઢોસાની કિંમત 10 ડોલર એટલે કે 700 રૂપિયા છે પુણેમાં એક રેસ્ટોરેન્ટમાં પણ દીપિકાના નામથી પરાઠા થાળી મળે છે જેની કિંમત 600 રૂપિયા છે.

5. સલમાન ખાન

image source

બોલિવુડના ભાઈજાન સલમાન ખાનના નામ પર તો મુંબઈના બાંદ્રામાં એક આખું રેસ્ટોરેન્ટ છે, જેનું નામ જ ભાઈજાન છે. આ રેસ્ટોરેન્ટના મેનુમાં બધી જ ડીશ એમના નામની જ છે, જેમ કે પ્રેમ ડેઝર્ટ, ચુલબુલ ચાવલ અને ભાઈજાનના ફેન્સમાં એમનું આ રેસ્ટોરેન્ટ ખૂબ જ પોપ્યુલર છે. મુંબઈ જ નહીં, બહારથી આવતા ટુરિસ્ટ પણ સલમાનના આ રેસ્ટોરેન્ટના ડિશના દીવાના છે.

6. રણબીર કપૂર.

image source

બોલિવુડના સૌથી ચાર્મિંગ એકટર રણબીર કપૂરના નામથી ચંદીગઢમાં એક ઢાબામાં ચિકન ડીશ ખૂબ જ ફેમસ છે. ફિલ્મ રાજનીતિના પ્રમોશન દરમિયાન રણબીર ચંદીગઢના એક ઢાબા પર જમવા માટે ગયા હતા. રણબીરની વિઝીટ પછી ઢાબા ઓનરે એક ડિશનું નામ જ રણબીર કપુર સ્પેશિયલ ચિકન રાખી દીધું.

7. પ્રિયંકા ચોપરા.

પ્રિયંકા ચોપરાના નામ પર વેસ્ટ હોલિવુડના મિલિયન્સ ઓફ મિલ્કશેકસ સ્ટોર પર ઘણા પ્રકારના મિલ્કશેક મળે છે. પ્રિયંકાએ હોલિવુડમાં ખાણી પીણીની એક દુકાનમાં જાતે મિલ્કશેક બનાવ્યો હતો એ પછી ઘણી બધી જગ્યાએ એમના નામના શેક્સ મળવા લાગ્યા.

.

8. રજનીકાંત.

image source

રજનીકાંતના 62માં બર્થ ડે પર ચેન્નઈના ન્યુ નીલા ભવન રેસ્ટોરેન્ટએ રજનીકાંતના નામ પર 12 ડિશને પોતાના મેનુમાં સામેલ કરી હતી. આ ડિશનું નામ રજનીકાંતની બોક્સ ઓફીસ હિટ ફિલ્મોના નામ પરથી રાખવામાં આવી છે. અને રજનીકાંતની ફિલ્મોની જેમ જ એમના નામની આ ડિશના પણ લોકો દીવાના છે.

9. સોનમ કપૂર.

image source

બોલીવુડની ફશિયોનિસ્ટા સોનમ કપૂરના નામ પર મુંબઇના એક રેસ્ટોરેન્ટમાં મેંગો બ્લુબેરી કેક મળે છે. પોતાના 25માં બર્થ ડે પર સોનમ મુંબઈના આ રેસ્ટોરેન્ટમાં બર્થ ડે સેલિબ્રેશન માટે લઈ ગઈ હતી. એ પછી એ રેસ્ટોરેન્ટના મલિકે એમના નામ પર આ કેક ઇન્ટ્રોડ્યુસ કરી.

10. સંજય દત્ત.

image source

મુંબઈના મોહમ્મદ અલી રોડ પર આવેલી નૂર મોહમ્મદ હોટલમાં સંજયના નામ પર મળનારી એક ચિકન ડીશ ખૂબ જ પ્રખ્યાત છે. આ ડિશનું નામ સંજુ બાબા ચિકન કરી છે. જેની રેસિપી જાતે સંજય દત્તે હોટલ સાથે શેર કરી હતી

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત