તમારા સ્માર્ટફોનમાં આ સરકારી એપ્સ હશે તો મુશ્કેલીના સમયે થશે બહુ ઉપયોગી

આમ તો ગુગલ પ્લે સ્ટોર અને એપ્પલ એપ સ્ટોર પર કેટલીય કામની મોબાઈલ એપ્સ ઉપલબ્ધ છે પરંતુ આ એપ્સની વિશ્વસનીયતાને લઈને હમેશા શંકા રહે છે. ભારત સરકારની પણ અનેક સત્તાવાર એપ્સ છે જે તમારે માટે બહુ જરૂરી છે અને કામની પણ છે. આજના આ આર્ટિકલમાં અમે આપને આવી જ અમુક સરકારી એપ્સ વિષે જણાવવાના છીએ.

DigiLocker

image source

ડિજિલોકર એપ ગુગલ પ્લે સ્ટોર અને એપ સ્ટોર પર ઉપલબ્ધ છે. આ એપની સાઈઝ 7.2 એમબીની છે. યુઝર્સ આ એપમાં જરૂરી દસ્તાવેજો જેવા કે ડ્રાઈવિંગ લાઇસન્સ અને પેન કાર્ડ ડિજિટલ ફોર્મેટમાં રાખી શકે છે. તેમાં તમે તમારા કોલેજ સર્ટિફિકેટ પણ રાખી શકો છો. આ એપના કારણે તમારે તમારા દસ્તાવેજોની હાર્ડ કોપી સાથે રાખવાની ઝંઝટમાંથી છુટકારો મેળવી શકશો.

Himaat Plus

image source

સરકારે આ એપ્સ ખાસ મહિલાનો સુરક્ષા માટે બનાવી છે. આ એપ્સનો ઉપયોગ કરવા માટે યુઝર્સે સૌથી પહેલા દિલ્હી પોલીસની સત્તાવાર વેબસાઈટ પર જઈને રજીસ્ટર કરાવવાનું હોય છે. આ એપની વિશેષતા એ છે કે યુઝર્સ આ એપની મદદથી મુશ્કેલ પરિસ્તિથીમાં એલર્ટ મોકલે છે તો એ જાણકારી સીધી દિલ્હી પોલીસના કંટ્રોલ રૂમમાં પહોંચી જાય છે. એટલું જ નહિ દિલ્હી પોલીસને એલર્ટ દ્વારા યુઝર્સનું લોકેશન અને ઓડિયો જેવી માહિતી પણ મળી જાય છે.

UMANG

image source

યુઝર્સ આ એપની મદદથી અનેક સરકારી સેવાનો લાભ ઉઠાવી શકે છે. યુઝર્સ આ એપમાં એમ્પ્લોઇઝ પ્રોવિડંડ ફંડ (EPF), પેન, આધાર, ડિજિલોકર, ગેસ બુકીંગ, મોબાઈલ બિલ પેમેન્ટ અને વીજળીનું બિલ વગેરે સેવાઓ લાભ ઉઠાવી શકે છે. માહિતી માટે તમને જણાવી દઈએ કે આ એપને મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી અને નેશનલ ઈ-ગવર્નન્સ ડિવિઝને સાથે મળીને તૈયાર કરી છે.

M Aadhaar

image source

ઘણા લોકો માટે UIDAI ની એમ-આધાર એપ ઘણી કામની છે કારણ કે યુઝર્સને આમ ઘણી સુવિધાઓ ઉપલબ્ધ છે. યુઝર્સ આ એપમાં આધાર કાર્ડને ડિજિટલ ફોર્મેટમાં રાખી શકે છે. સાથે જ યુઝર્સ પોતાની બાયોમેટ્રિક માહિતીને પણ સુરક્ષિત રાખી શકે છે. આ એપની સાઈઝ 45 એમબી છે અને જરૂર પડે ત્યારે તમે આ એપની મદદથી આધાર કાર્ડ પણ બતાવી શકો છો.

My Gov

image source

સરકારની આ એપલ ઘણી કામની છે કારણ કે યુઝર્સ આ એપની મદદથી સરકારી વિભાગો અને મંત્રાલયોને પોતાના સૂચનો આપી શકે છે. આ એપ ગુગલ પ્લે સ્ટોર અને એપ સ્ટોર પર ઉપલબ્ધ છે. જો તમારે કોઈ સરકારી યોજનાને લગતુ સૂચન કરવું છે તો આ એપની મદદથી તમે તમારી વાત સરકાર સુધી પહોંચાડી શકો છો.

mPARIWAHAN

image source

આ એપની મદદથી યુઝર્સ ડ્રાઈવિંગ લાઇસન્સ અને ગાડી રજીસ્ટ્રેશન સર્ટિફિકેટની ડિજિટલ કોપી બનાવી શકે છે. આ એપમાં રહેલી ડિજિટલ કોપી કાયદેસરતા પણ ધરાવે છે જો કે એ વાતનું ધ્યાન રાખવું પણ જરૂરી છે કે જો તમે કોઈ ટ્રાફિક રૂલ્સ તોડ્યા છે તો DL કે RC બન્નેમાંથી કોઈ એકની હાર્ડ કોપી તમારી પાસે હોવી જરૂરી છે. આ એપની મદદથી સેકન્ડ હેન્ડ ગાડીની ડિટેલ્સ પણ તપાસી શકાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત