ઈંડા સાથે ભુલથી પણ ન ખાતા આ વસ્તુ, બગડી શકે છે તમારું સ્વાસ્થ્ય…

ઈંડા એ આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયી છે. ગઈકાલે “વર્લ્ડ એગ ડે” હતો ત્યારે આ દિવસે ઈંડાના સેવનથી થતા ફાયદાને લઈને ઘણી ચર્ચાઓ થઇ. આ એક એવી વસ્તુ છે કે , જેને તમે સવારના નાસ્તમાં લો, બપોરના ભોજનમા લો કે પછી રાત્રે ભોજનમા લો તે તમારા માટે ખુબ જ લાભદાયક સાબિત થઇ શકે છે. તેમા પુષ્કળ માત્રામાં પ્રોટીન સમાવિષ્ટ હોય છે, જે તમારા શરીરને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે.

પરંતુ, જો તમે ઈંડાના સેવન સાથે અમુક વસ્તુઓનું સેવન કરો તો આ ઈંડા તમારા માટે ફાયદાની જગ્યાએ નુકશાન લાવે છે. અમુક વસ્તુઓનું સેવન ઈંડા સાથે ટાળવુ જોઈએ નહીંતર તે તમારા સ્વાસ્થ્યને ગંભીર બીમારી નો શિકાર બનાવી શકે છે. તો ચાલો જાણીએ કઈ વસ્તુઓ ઈંડા સાથે ન લેવી જોઈએ.

ચા :

image source

ચા એ એક એવી વસ્તુ છે કે, જેની સાથે લોકો અવનવા પ્રયોગ કરતા રહે છે. ચા ના સેવન સાથે લોકો નાસ્તામા કોઈ ને કોઈ વસ્તુ અવશ્ય પણે લે જ છે. ઘણા લોકોને એવી ટેવ હોય છે કે, જે ઈંડાથી બનેલી વસ્તુઓનું સેવન કરીને તેને પચાવવા માટે ચા પીતા હોય છે પરંતુ, તમને જણાવી દઈએ કે, આ વસ્તુનું કોમ્બિનેશન તમારા સ્વાસ્થ્યને ભારે નુકશાન પહોંચાડી શકે છે. જો તમે ઈંડા અથવા તો તેનાથી બનેલી કોઈ વસ્તુ ખાધા પછી ચા નું સેવન કરો છો તો તે તમને કબજિયાતની સમસ્યાનો શિકાર બનાવી શકે છે.

સુગર :

image soure

સુગર અને ઈંડાનું કોમ્બિનેશન બનાવીને ક્યારેય પણ એકસાથે ખાવું જોઈએ નહિ. જો તમે સુગર અને ઈંડા ને એકસાથે પકાવો છો તો તેમાંથી નીકળતા એમિનો એસિડ એક વિષેલા પ્રકારનું એસિડ ઉત્પન્ન કરે છે, અને જ્યારે તમે આ બંને એકસાથે ખાવ છો, ત્યારે આ એસિડ શરીરમા પ્રવેશે છે, અને તેના કારણે તમે બ્લડ ક્લોટિંગ જેવી સમસ્યાથી પીડાઈ શકો છો.

માછલી :

image soure

ઈંડા અને માછલીને ઘણા લોકો એકસાથે બાફીને ખાવાનું પસંદ કરતા હોય છે પરંતુ, તમને જણાવી દઈએ કે, આ બેન વસ્તુઓનું કોમ્બિનેશન તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જ નુકશાનકારક સાબિત થઇ શકે છે. આ બન્ને વસ્તુઓ ક્યારેય પણ એકસાથે ના ખાવી જોઈએ. આ બંને વસ્તુઓ એકસાથે ખાવાથી તમને એલર્જી સાથે અનેક પ્રકારની બીમારી થઈ શકે છે.

પનીર :

image soure

ઈંડા અને પનીર બંને પ્રોટીન મેળવવા માટેનો એક ઉત્તમ સ્ત્રોત છે પરંતુ, ક્યારેય પણ આ બંને વસ્તુઓ એકસાથે ના ખાવી જોઈએ કારણ કે, આ બંનેનું એકસાથે સેવન તમારી પાચનક્રિયા બગાડી શકે છે, અને તમને પાચન સાથે સંકળાયેલ અનેક પ્રકારની સમસ્યાઓ થઇ શકે છે.

સોયા મિલ્ક :

image source

સોયા મિલ્ક અને ઈંડા બંને જ શરીર માટે ખુબ જ ફાયદાકારક છે પરંતુ, આ બંને વસ્તુઓ ક્યારેય પણ એકસાથે ખાવી જોઈએ નહિ. જો તમે આ બંને વસ્તુઓ એકસાથે ખાવ તો તેના કારણે પ્રોટીનના અવશોષણ ની ક્રિયા અટકી જાય છે.