Site icon News Gujarat

4 લોકોને પોતાનો શિકાર બનાવી ચૂકેલ વાઘના આંખમા આંખ નાખીને આ વ્યક્તિએ કહ્યુ ‘હેલો બ્રધર્સ’, પછી…

વાઘ એવું પ્રાણી છે જેના નામ માત્રથી ડર લાગે.જરા વિચારો જો કોઈ ગામને અચાનક ટાઇગરની સામે ઊભા રાખી દે તો તમે શું કરશો? કદાચ તમારું શરીર ધ્રૂજવા લાગશે, પરંતુ હાલમાં એક એવા વ્યક્તિનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેને જોયા પછી તમે જરૂર હસી પડશો. આ વીડિયો યુપીથી વાયરલ થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ વીડિયોમાં એક વ્યક્તિ જંગલમાં ટાઈગરની સામે ઉભો છે અને તેને “હેલો બ્રધર” કહીને તેની સાથે વાત કરી રહ્યો છે.

image source

ટાઇગરે આ વ્યક્તિ સામે ખુબ જ આક્રમક નજરથી જોઈ રહ્યો છે. એક માણસ જે ટાઈગરની સામે વાત કરી રહ્યો છે તેણે લખીમપુરમાં ભારત-નેપાળ સરહદના ટીકોનીયા જંગલ નજીક ચાર લોકોને ફાડી ખાધા છે. આ વિશે વિગતે વાત કરીએ તો આ વીડિયો લખીમપુર ખેરી જિલ્લાનો છે. અહીં ભારત-નેપાળ સરહદના ટીકોનીયા જંગલમાં માઘરા પુરાબ સ્ટેશન નજીક આ વાઘ ઘણીવાર ફરતો જોવા મળે છે અને અત્યાર સુધી તેણે ચાર લોકોને પોતાનો શિકાર બનાવ્યા છે. આ વીડિયો પર લોકો અનેક કોમેન્ટ કરી રહ્યા છે. આ વીડિયો કમલ ખાને શેર કર્યો છે.

image source

આ વીડિયો શેર કરતાં તેણે કેપશનમાં લખ્યું છે કે ગજબનો સાહસ કર્યો છે, એક માણસ આક્રમક વાઘની સામે જઈને કહે છે કે હેલો બ્રધર્સ. લખીમપુર પાસે ભારત-નેપાળ સરહદના ટીકોનીયા જંગલમાં આ આક્રમક વાઘ ચાર લોકોને ખાઈ ચુક્યો છે. આ વીડિયો પાર 3.5 k વખત જોવામાં આવ્યો છે.

image source

આ વાઘની શોધ માટે વન વિભાગની ટીમો ત્યા કોમ્બિંગ કરી રહી છે પરંતુ હજી સુધીમાં તેઓ આ વાઘ સુધી પહોંચવામાં સફળ થયા નથી. જો કે આ પાછળનું કારણ એ છે કે આ વાઘ જ્યાં જોવા મળે છે ત્યાંથી અચાનક જંગલના કોઈ ભાગમાં ગુમ થઈ જાય છે અને રિસર્ચ ટીમોના હાથે આવતો નથી.

image source

હાલમાં આ વીડિયો વાયરલ થયા પછી હવે પોલીસ તે વ્યક્તિની શોધ કરી રહી છે જે ટાઇગર પાસે જઈને તેને “હેલો બ્રધર્સ” કહેતો જોવા મળી રહ્યો છે. કોમેન્ટ સેકશનમાં એક સમીર નામનો વ્યક્તિ કહી રહ્યો છે કે કમાલ છે સાહેબ. એક અન્ય યુઝર્સએ કહ્યુ કે બ્રધર્સનો હેલો કરવાનો મૂળ નથી લાગતો.

image source

બીજી તરફ ઘણાં લોકો કહી રહ્યા છે કે આ હરકત બેવકૂફી સાબિત થઈ શકે તેવી છે. આ વીડિયો પર અત્યાર સુધીમાં 420 લાઈક આવી ચૂકી છે. આ સાથે 71 રી-ટ્વીટ પણ આવેલા છે.

ગુજરાતમાં 1997 પહેલાં વાઘ હતાં પરંતુ ત્યારબાદ તે લુપ્ત થઈ ગયા હતા. આ પછી 2019માં ફરી વખત વાઘ જોયાં હોવનો દાવો કરવામાં આવ્યો હતો. ગુજરાતના મહિસાગર અને પંચમહાલ જિલ્લાની સરહદે સ્થાનિક શિક્ષક મહેશભાઈ મહેરાએ પહેલીવાર વાઘને જોયો હતો અને તેની તસવીર ખેંચી હતી. જે વાઇરલ થયા બાદ તેની ખરાઈ કરવા વન વિભાગે જંગલમાં નાઇટ વિઝન કૅમેરા ગોઠવ્યા હતા. આ ઉપરાંત, વન વિભાગના માણસો સાથે કુલ 200 લોકો વાઘની ભાળ મેળવવામાં કામે લાગ્યા હતા. જે બાદ મંગળવારે વન વિભાગે કૅમેરામાં તસવીરો કેદ થયા બાદ વાઘ હોવાની પુષ્ટિ કરી હતી.

Exit mobile version