આ બોલિવૂડ સેલેબ્સે પોતાના ગામમાં બનાવ્યા આલિશાન બંગલા, તસવીરો જોઇને તમે પણ થઇ જશો છક

મિત્રો, મનોરંજન ક્ષેત્ર એ એક એવુ ક્ષેત્ર છે કે, જ્યા લોકો પોતાની વિશેષ કળા કે આવડત દ્વારા લોકો નુ મનોરંજન કરે છે. આમાંથી અમુક લોકો પોતાની કળા કે આવડત દ્વારા વિશ્વમા પોતાનુ નામ ઉજાગર કરી લે છે અને વિશ્વમા એક વિશેષ ઓળખ બનાવે છે. આજે આ લેખમા આપણે એક એવા દિગ્ગજ કલાકાર વિશે વાત કરીશુ કે, જેણે પોતાની કળા કે આવડત દ્વારા એક વિશેષ ઓળખ બનાવી છે.

image source

પહેલા ના સમયમા બોલીવુડ ફિલ્મજગતમા એક કરતા પણ વધુ સુપરહિટ ફિલ્મો આપનારા અભિનેતા ધર્મેન્દ્ર ને કોઈ કેવી રીતે ભૂલી શકે. હાલ, એક ખુબ જ લાંબો એવો સમય થઇ ચુક્યો છે કે તે બોલિવૂડ ફિલ્મ જગતથી દૂર ચાલ્યા ગયા છે. આ કલાકાર જે-તે સમયે બોલીવૂડ ફિલ્મજગત પર રાજ કરતા હતા. તેમના સમયમા તેમણે પોતાના અભિનયથી લાખો લોકો ને પોતાના દીવાના બનાવી દીધા છે પરંતુ, હાલ તે ગામડામા પોતાનુ જીવન સાદગી ભરેલુ અને શાંતિપૂર્વક જીવે છે.

image source

તે હાલ ગ્રામ્ય વિસ્તારમા રહેવાનુ ખુબ જ પસંદ કરે છે અને તેનો મોટાભાગ નો સમય ફાર્મ હાઉસમા વિતાવે છે. આ સાથે જ તે હંમેશા સોશિયલ મીડિયા પર સક્રિય રહે છે. તેણે પોતાના ગામડામા એક વૈભવી અને ભવ્ય બંગલો બનાવ્યો છે અને હાલ તાજેતરમા  જ તેમના બંગલાની એક હળવી ઝલક જોવા મળી છે, ચાલો જાણીએ.

image source

હાલ, આ દિગ્ગજ કલાકારે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને પોતાનો બંગલો બતાવ્યો. આ ફોટોસ જોઈને તમે આ બંગલા ના વૈભવ નો અંદાજ અવશ્ય લગાવી શકશો. આ ભવ્ય બંગલામા વિશાળ પ્રતિમાઓ સાથે ફુવારાઓ નુ દૃશ્ય ખૂબ જ મનમોહક અને પ્રભાવશાળી લાગી રહ્યુ છે. આ ઉપરાંત આ ફોટોસમા ધર્મેન્દ્ર તેમના ભવ્ય બંગલામા મેથી ના પરાઠા અને ચા ની ચૂસકી ની મજા માણતા નજરે પડી રહ્યા છે.

image source

તેણે આ પોસ્ટ સાથે નીચે કેપ્શનમા એવુ લખ્યુ છે કે, ” આ બધુ જ જેણે આપ્યુ છે, તે એક દિવસ ચુપચાપ આવીને બધુ જ લઇ જશે. જીવન એ આ સૃષ્ટિ પર રચાયેલી એક અદ્ભુત રચના છે માટે હમેંશા જીવનમા પ્રેમ આપો અને પ્રેમ મેળવો.” તમને જણાવી દઈએ કે, આ દિગ્ગજ કલાકાર ધર્મેન્દ્ર નુ વાસ્તવિક નામ ધરમસિંહ દેઓલ છે. તેના પિતા શાળા ના મુખ્ય શિક્ષક હતા અને તેમનુ બાળપણ પણ મોટાભાગે ગામડામા જ પસાર થયુ હતુ. જો તેમના અભિનય કારકિર્દી અંગેની વાત કરીએ તો તેમની છેલ્લી ફિલ્મ “યમલા પગલા દીવાના” સીરીઝ હતી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત