કંઇક ‘આવો’ શબ્દ બોલ્યા પછી દિપીકા પાદુકોણને જાહેરમાં કિસ કરતો રહ્યો રણવીર, અને પછી તો…

બૉલીવુડ ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધુ રોમેન્ટિક કપલમાંથી એક રણવીર સિંહ અને દીપિકા પાદુકોણની લવસ્ટોરી કોઈ ફિલ્મી રોમેન્ટિક સ્ટોરીથી કમ નથી. આ કપલ જ્યારે એકસાથે હોય છે તો એમની વચ્ચેની કેમેસ્ટ્રી કમાલની લગે છે. બન્ને એકબીજાને કેટલો પ્રેમ કરે છે એ એમની આંખોમાં સ્પષ્ટ દેખાઈ આવે છે. એમના ફેન્સ એમને હંમેશા સાથે જોવાનું પસંદ કરે છે. પછી ભલે ઓનસ્ક્રીન હોય કે પછી ઓફસ્ક્રીન.

image source

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ સંજય લીલા ભણસાલીની ફિલ્મ ગોલીયો કી રાસલીલા રામ લીલામાં એકસાથે પહેલીવાર દેખાયા હતા. અને આ ફિલ્મનું શૂટિંગ કરતા કરતા બન્ને એકબીજાને દિલ આપી બેઠા હતા. આજે અમે તમને જણાવીશું આ ફિલ્મના સેટ સાથે જોડાયેલી એવી વાતો જે આજ પહેલા તમે નહિ જાણતા હોવ.

image source

વાત જાણે એમ હતી કે ફિલ્મ રામલીલાના જ કોઈ ક્રુ મેમ્બરે આ જાણકારી આપી હતી કે જ્યારે અંગ લગા લે રે ગીતનું શૂટિંગ ચાલી રહ્યું હતું એ દરમિયાન બન્ને વચ્ચે ચાલી રહેલો રિયલ રોમાન્સ બધાની સામે રિવિલ થઈ ગયો હતો. ત્યાં હાજર દરેક વ્યક્તિને એ વાતનો અંદાજો આવી ગયો હતો કે બન્ને એકબીજાને દિલ આપી બેઠા છે.

image source

એ ક્રુ મેમ્બરે જણાવ્યું હતું કે કિસિંગ સીનના શૂટિંગ દરમિયાન બન્ને એટલું ખોવાઈ ગયા હતા કે સંજય લીલા ભણસાલીના કટ બોલ્યા પછી પણ એ એકબીજાને કિસ કરતા રહ્યા હતા. એ સમયે ત્યાં 50 લોકો હાજર હતા અને દરેક વ્યક્તિ એમને જોઈને ચોંકી ગયા હતા.

એક અજબ જેવી શાંતિ છવાઈ ગઈ હતી.

image source

એમને આગળ કહ્યું કે ત્યારે જ બધા એ વાતને સમજી ગયા હતા કે બન્ને એકબીજાના પ્રેમમાં છે. પહેલા અમને એ વાતનો અહેસાસ હતો કે બન્ને વચ્ચે કઈ ચાલી રહ્યું છે પણ એ કિસ સીન પછી બધું કનફાર્મ થઈ ગયું હતું. એ કિસ ખૂબ જ પેશનેટ હતી, ત્યારે કોઈએ એક શબ્દ પણ ન ઉચ્ચાર્યો. હું આજે પણ એ નઝારો નથી ભૂલી શક્યો.

image source

ક્રુ મેમ્બરે જણાવ્યું હતું કે એ સેટ પર એકબીજાને બેબી કહીને બોલાવતા હતા. સાથે જ જમતા હતા અને જ્યારે એમનું શૂટિંગ ન હોય ત્યારે વેનિટી વેન લઈને ગાયબ થઈ જતા હતા. એ બધું ખૂબ જ ક્યૂટ હતું.

image source

એ ફિલ્મ પછી બન્નેએ ઘણા વર્ષો સુધી એકબીજાને ડેટ કર્યા અને પછી દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે વર્ષ 2018માં એકબીજા સાથે લગ્ન કરી લીધા.