ધનવાનમાંથી ગરીબ થઈ ગયા બોલીવુડના આ કલાકારો, કોઈએ વેચી નાખ્યા પોતાના બંગ્લા તો કોઈના શબને ના મળી કાંધ

બોલીવુડમાં ક્યારે કોનું નસીબ પલટાઈ જાય એ કઈ કહી ન શકાય. અહીંયા લોકો રાતોરાત સુપરસ્ટાર બની જાય છે અને જ્યારે દિવસો ફરે છે તો એક જ રાતમાં આસમાન પરથી ભોંય પર પછડાઈ છે. અમુક એવા સ્ટાર્સ છે જેમને ખૂબ જ નામ મળ્યું પણ તે એને સંભાળી ન શક્યા અને જ્યારે સમયનું પૈડું ફર્યું તો એમની હાલત સાવ ખરાબ થઈ ગઈ. આજે અમે તમને આવા જ અમુક સ્ટાર્સ વિશે જણાવીશું જે ધનવાનમાંથી ગરીબ થઈ ગયા.

ભારત ભૂષણ.

image source

વર્ષ 1952માં રિલીઝ થયેલી ફિલ્મ બૈઝુ બાવરામાં ભારત ભૂષને ખૂબ નામ કમાયું. એ એક ધનવાન પરિવારમાં જન્મ્યા હતા. એમના મુંબઈમાં ઘણા બાંગ્લા હતા. પણ સમયના ફટકાએ ભારત ભૂષણ પાસેથી બધું જ છીનવી લીધું. એમને પોતાની મોંઘી ગાડીઓ વેચવી પડી. ફિલ્મો ફ્લોપ થતી ગઈ અને ભૂષણ પોતાનું બધું જ લીલામ કરતા ગયા. વર્ષ 1992માં વિત્તિય સંકટથી જજુમ્યા પછી એમનું અવસાન થઈ ગયું.

વિમી.

image source

બી આર ચોપડાની ફિલ્મ હમરાજથી પોતાનું કરિયર શરૂ કરનાર વિમીને એક સ્વતંત્ર વિચારો વાળી અભિનેત્રી માનવામાં આવતી હતી. હમરાજ પછીની એમની ફિલ્મ પતંગા ફ્લોપ રહી હતી. અને અહીંયાંથી જ વિમીના જીવનનો ખરાબ સમય શરૂ થઈ ગયો હતો. પરણિત વિમીએ પતિ પર મારમારીનો આરોપ લગાવ્યો હતો. જે બિઝનેસ કર્યો એ પણ ઠપ થઈ ગયો. એ પછી વિમીને દારૂની એવી તે લત લાગી કે એમને પોતાનું બધું જ વેચી દેવું પડ્યું. 22 ઓગસ્ટ 1977માં નાણાવટી હોસ્પિટલના જનરલ વોર્ડમાં એમને છેલ્લો શ્વાસ લીધો. પાર્થિવ શરીરને ચાર કાંધ ન મળી તો અંતિમ સંસ્કાર માટે એમના શબને એક લારીમાં લઈ જવું પડ્યું.

ભગવાન દાદા.

image source

300થી વધુ ફિલ્મોમાં કામ કરનાર ભગવાન દાદાને આજે પણ એમના ઉમદા કામ માટે યાદ કરવામાં આવે છે. એમના દ્વારા નિર્દેશિત ફિલ્મ અલબેલા ભારતમાં જ નહીં પણ પૂર્વ આફ્રિકામાં પણ ખૂબ જ લોકપ્રિય હતી. પણ ફિલ્મ હસતે રહેના બનાવતી વખતે ભગવાન દાદાએ પોતાનું બધું જ એમાં લગાવી દીધું. જુહુમા દરિયાની બરાબર સામે જ 25 રૂમવાળો એમનો બંગલો હતો અને એમની પાસે સાત ગાડીઓ પણ હતી. આ બધું જ વેચાઈ ગયું. પોતાના છેલ્લા સમયે એ એટલા કંગાળ હતા કે એમને ચાલીમાં રહેવું પડયું.

એ. કે. હંગલ.

image source

શોલેમાં એ. કે. હંગલનો ફેમસ ડાયલોગ ઇતના સન્નાટા કયો હે ભાઈ લોકોને આજે પણ યાદ છે. ઘણી જૂની ફિલ્મોને જોઈનવ હંગલ સાહેબ આજે પણ યાદ આવી જાય છે. હંગલ સાહેબે સફળતાની ટોચની સ્પર્શ કર્યો હતો પણ છેલ્લા દિવસોમાં એમની પાસે સારવારના પૈસા પણ નહોતા બચ્યા. અમિતાભને જ્યારે ખબર પડી તો એમને 20 લાખની મદદ મોકલી હતી. પણ હંગલ સાહેબ ન બચી શક્યા.

મહેશ આનંદ.

image source

હિન્દી ફિલ્મોના જાણીતા વિલન મહેશ આનંદે વિશ્વતમાં અને શહંશાહ જેવી ફિલ્મોમાં જબરદસ્ત કામ કર્યું. હિન્દી સિવાય એમને તમિલ અને તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. પણ કરોડો કમાયા છતાં મહેશ આનંદ ગરીબીથી ઘેરાઈ ગયા. અંતમાં એમની લાશ ઘરમાં જ ખૂબ જ ખરાબ હાલતમાં મળી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત