આયુર્વેદ અનુસાર આ છે દાળ ખાવાનો ઉત્તમ સમય, તમે પણ ક્યાંક ભૂલ તો નથી કરતા ને

ગુજરાતી ઘર હોય અને દાળ ન હોય તેવું તો ભાગ્યે જ બને. જો કે ગુજરાતમાં ખાસ કરીને તુવેરની દાળ ખૂબ પ્રચલિત અને પરંપરાગત પણ માનવામાં આવે છે, જો તમે પણ આ દાળ ખાઓ છો તેના અનેક લાભ મળે છે. તુવેરની દાળને પ્રોટીન અને ફાઈબરનો સારો સોર્સ માનવામાં આવે છે.

image source

દરેક ભારતીય પરિવારમાં દાળ અને રોટલીને ખાસ મહત્વ આપવામાં આવે છે. આ સિવાય ગુજરાતમાં દાળ ભાત પણ એક ખાસ ડિશ બની જાય છે. દાળનું સેવન કરવાથી વ્યક્તિને તમામ પ્રોટીન અને વિટામીન્સ મળએ છે. આ સિવાય તમે દાળનો સૂપ પણ પી શકો છો. દાળ પેટ જલ્દી ભરે છે અને સાથે તેનાથી નુકસાન થતું નથી. દાળ પચવામાં હલકી હોય છે. તેનાથી તમને મોટા ફાયદા થાય છે. તો જાણો આયુર્વેદમાં દાળનું મહત્વ.

આયુર્વેદમાં દાળ ખાવાનો યોગ્ય સમય આપવામાં આવ્યો છે જાણો સમય અને તેની પાછળનું ખાસ મહત્વ

image source

કહેવાય છે કે વ્યક્તિ જે પણ ખાય છે તેની અસર તેના સ્વાસ્થ્ય પર પડે છે. આયુર્વેદ અનુસાર ભોજનથી વ્યક્તિના સ્વભાવ, કફ અને પિત્ત પર અસર થાય છે. ભાણામાં પીરસાયેલી વસ્તુઓ બદલાઈ શકે છે. ભોજનમાં સવારે તમે ભારે ખોરાક લઈ શકો છો પણ રાતે તો તમારે હળવું ભોજન જ લેવું. કારણ કે તમે ખાઈને સૂઈ જાઓ છો તેથી શરીરને ખાસ વ્યાયામ મળતો નથી. જો હળવો ખોરાક હશે તો તે જલ્દી પચી જશે. ભારે ખોરાક રાતે પચતો ન હોવાથી કબજિયાત અને ગેસની સમસ્યા નોતરે છે.

image source

આયુર્વેદમાં દાળના ઉપયોગને ખાસ મહત્વ અપાયું છે. દાળને સ્વાસ્થ્ય માટે હેલ્ધી માનવામાં આવે છે. આયુર્વેદ કહે છે કે રાતના સમયે દાળ ખાવાથી અપચાની સમસ્યા કાયમ માટે રહે છે. રાતના સમયે આખી દાળ, અડદ, ચણઆ, રાજમા, અને વટાણા ખાવાનું ટાળવું તે યોગ્ય રહે છે.

image source

જો તમને દાળ ખાવાનો ખૂબ જ શોખ છે તો તમે બપોરના સમયે તેનું સેવન કરી શકો છો. આ સમય બાદ તે સારી રીતે પચી શકે છે અને સાથે ડિનરમાં દાળ ખાવા ઈચ્છો છો તો તમારે મગની દાળ ખાવી. તે પચવામાં હલકી હોય છે. જો તમે તેને સૂવાના 2થી 3 કલાક પહેલા ખાઈ લો છો તો તે તમારા માટે લાભદયી રહે છે.

image source

દાળ સિવાય આયુર્વેદમાં રાત આ વસ્તુઓ ખાવાની મનાઈ છે. જેમકે ખાંડ. ખાંડને વધારે પ્રમાણમાં લેવાથી ઈન્સ્યુલિનનું પ્રમાણ વધે છે. તેનાથી વ્યક્તિને ઊંઘની સમસ્યા કાયમ માટે થઈ સકે છે. આ સિવાય જો તમે રાતના સમયે દહીં ખાઓ છો તો તમને કફ અને શરદીની સમસ્યા રહે છે. રાતે જો દહીં ખાવું જરૂરી છે તો તમે તેમાં મીઠું ન નાંખો અને જીરાનો પાવડર કરીને તે મિક્સ કરીને ખાઓ. તેનાથી તમને રાહત રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત