આ છે બોલીવુડનાં સાવકા ભાઈ-બહેનોની જોડી, જે એકબીજાને સગા ભાઈ-બહેન કરતાં પણ વધારે કરે છે પ્રેમ

બૉલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણા એવા કલાકારો છે જેમને એક કરતાં વધુ લગ્ન કર્યા છે. એટલે જો આ કલાકારો એ બીજા લગ્ન કર્યા તો એમના સાવકા ભાઈ બહેન હોય એ પણ સ્વાભાવિક વાત છે. આજે અમે તમને બોલિવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સાવકા ભાઈ બહેનની જોડીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ

અર્જુન- અંશુલા કપૂર અને જહાનવી- ખુશી કપૂર.

image source

તમને જણાવી દઈએ કે અર્જુન અને અંશુલા કપૂર બોની કપૂરની પહેલી પત્ની મોનાના બાળકો છે. જ્યારે જહાનવી અને ખુશી કપૂર બોની કપૂરની બીજી પત્ની શ્રીદેવીના બાળકો છે. શ્રીદેવીના નિધન પછી આ સાવકા ભાઈ બહેનના સંબંધમાં ઘણું પરિવર્તન આવ્યું. શ્રીદેવીના નિધન પછી અર્જુન કપૂરે મોટા ભાઈ હોવાની ફરજ નિભાવી. અર્જુન પોતાની સાવકી બહેન જહાનવી અને ખુશી કપૂરની ઘણી નજીક આવી ગયા. અર્જુન પોતાની બહેનોને લઈને ઘણા જ પઝેસિવ છે અને પ્રોફેશનલ લાઈફમાં પણ પોતાની બહેનોને સ્પોર્ટ કરે છે.

પૂજા- રાહુલ ભટ્ટ અને આલિયા- શાહીન ભટ્ટ.

image source

બૉલીવુડ ફિલ્મ નિર્માતા નિર્દેશક મહેશ ભટ્ટે બે લગ્ન કર્યા હતા. મહેશ ભટ્ટે પહેલા લગ્ન કોલેજ ફ્રેન્ડ લોરીએન બ્રાઇટ સાથે કર્યા હતા. લગ્ન પછી લોરીએન બ્રાઇટે પોતાનું નામ બદલીને કિરણ રાખી લીધું હતું. મહેશ અને કિરણ ભટ્ટના બે બાળકો છે. પૂજા અને રાહુલ ભટ્ટ. બંનેના સંબંધો ખરાબ થયા પણ બન્નેના છૂટાછેડા હજી સુધી નથી થયા. એ પછી મહેશ ભટ્ટે મુસ્લિમ ધર્મ અપનાવીને અભિનેત્રી સોની રાજદાન સાથે લગ્ન કર્યા. એમને બે દીકરીઓ છે આલિયા અને શાહીન. આલિયા અને શાહીન પોતાના સાવકા ભાઈ બહેન પૂજા અને રાહુલ સાથે સારું બોન્ડિંગ ધરાવે છે.

ઈશાન ખટ્ટર, શાહિદ કપૂર અને રુહાન- સનાહ કપુર.

image source

શાહિદ કપૂર અભિનેત્રી નિલીમાં અઝીમ અને પંકજ કપૂરના દીકરા છે. નિલીમાં અને પંકજના અલગ થઈ ગયા પછી બન્નેએ અલગ અલગ લોકો સાથે લગ્ન કરી લીધા. પંકજ કપૂરે અભિનેત્રી સુપ્રિયા પાઠક સાથે લગ્ન કરી લીધા. એમના બે બાળકો રુહાન અને સનાહ છે. તો શાહીદની માતા નોલોમાં આઝીમે રાજેશ ખટ્ટર સાથે લગ્ન કરહ જેમનો એક દીકરો છે. જેનું નામ છે ઈશાન ખટ્ટર. શાહિદ કપૂર પોતાના સાવકા ભાઇ બહેન સાથે ખૂબ જ સારો સંબંધ ધરાવે છે. ઘણીવાર શાહિદ અને ઈશાન ખટ્ટર એકસાથે મસ્તી કરતા દેખાય છે.

તૈમુર અલી ખાન અને સારા અલી-ઇબ્રાહિમ અલી ખાન.

image source

જેમ કે તમે સૌ જાણો જ છો કે બૉલીવુડ અભિનેતા સૈફ અલી ખાને બે લગ્ન કર્યા છે. એમના પહેલા લગ્ન અભિનેત્રી અમૃતા સિંહ સાથે થયા હતા જેમના બે બાળકો છે સારા અને ઇબ્રાહિમ અલી ખાન. અમૃતા સાથે છૂટાછેડા લીધા પછી સૈફ અલી ખાને કરીના કપૂર સાથે લગ્ન કર્યા જેમનો એક દીકરો છે જેનું નામ છે તૈમુર અલી ખાન. સારા અને ઇબ્રાહિમ પોતાના સાવકા ભાઈ તૈમુર સાથે ખૂબ જ સારો સંબંધ ધરાવે છે. એ તૈમુરને ખૂબ જ પ્રેમ કરે છે અને એનું ખૂબ જ ધ્યાન પણ રાખે છે.

પૂજા બેદી અને એડમ બેદી.

image source

પૂજા બેદીના પિતાનું નામ કબીર બેદી છે. તમને જણાવી દઈએ કે કબીર બેદી ચાર લગ્ન કરી ચુક્યા છે.પૂજા બેદી કબીર બેડીની પહેલી પત્ની પ્રતિમાની દીકરી છે. કબીર અને પ્રતિમાના બે બાળકો થયા જેમનું નામ પૂજા અને સિદ્ધાર્થ છે. જો કે એક બીમારીના કારણે પૂજાના ભાઈ સિદ્ધાર્થએ સુસાઇડ કરી લીધું. પ્રતિમા સાથે છૂટાછેડા લીધા પછી કબીરે સુસાન હમફ્રીઝ સાથે લગ્ન કર્યા જેમનાથી એમને એક દીકરો થયો જેનું નામ છે એડમ બેદી. પૂજા અને એડમ સાવકા ભાઈ બહેન છે પણ બંને વચ્ચે ખૂબ જ સારી કેમેસ્ટ્રી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત