Site icon News Gujarat

આ છે આપણા દેશના પાંચ એવા હવાઈમથકો કે જેને તમે જીવનમા ક્યારેય પણ જોવા માંગશો નહિ…

મિત્રો, અત્યારસુધી તમે આપણા દેશના અનેકવિધ વિમાનમથકની મુલાકાત લીધી હશે અને અમુક વિમાનમથક તમારી ફેવરીટ લીસ્ટમા શામેલ પણ થઇ ચુક્યા હશે પરંતુ, આજે અમે તમને આ લેખમા આપણા દેશના અમુક એવા વિમાનમથક વિશે જણાવીશું કે, જેને એકવાર જોયા પછી બીજીવાર ક્યારેય પણ તમે ત્યા જવા માંગશો નહિ. તો ક્યા છે આ વિમાનમથક? તે અંગે આજે આપણે વિસ્તૃત માહિતી મેળવીએ.

ચેન્નાઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથક :

image source

આ આપણા દેશનુ ચોથા નંબરનુ ભીડભાડ ધરાવતુ એરપોર્ટ છે. આ એરપોર્ટથી આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક બંને વિમાનમથક નજીક છે પરંતુ, આ એરપોર્ટ મુસાફરી માટે જરાપણ સારુ નથી કારણકે, અહી મુસાફરોએ કોઈપણ કાર્ય માટે લાંબી લાઈનમા ઉભા રહેવુ પડે છે. આ ઉપરાંત અહી બેસવાની સીટોની સંખ્યા પણ ખૂબ જ ઓછી છે. તે સિવાય આ એરપોર્ટ પર ચા-નાસ્તા માટેની દુકાનો પણ ખૂબ જ ઓછી છે. આ એરપોર્ટ વિશે એવુ કહેવામા આવે છે કે, તેના કરતા મધુરાઇ સ્થિત એરપોર્ટ ખુબ જ વધુ સારુ છે.

શ્રીનગર આંતરરાષ્ટ્રીય વિમાનમથક :

image source

આપણા દેશના સ્વર્ગ તરીકે ઓળખાતા જમ્મુ અને કાશ્મીરની રાજધાની શ્રીનગરમા પણ એક એરપોર્ટ અસ્તિત્વમાં છે. આ વિમાનમથક ભારતીય વાયુ સેનાની કડક દેખરેખ હેઠળ રહે છે. આ એરપોર્ટ હંમેશા લોકોથી ભરેલુ રહે છે. અહી પર ભીડ રહેવાનુ મુખ્ય કારણ એ નબળા માર્ગ પરિવહનને ગણવામા આવે છે. શ્રીનગરમા ટ્રેનની સેવાના અભાવે અહીંના લોકો મોટાભાગે હવાઈ પરિવહન પર આધારીત રહેછે. જેના કારણે વિમાનમથક પર આખો સમય ભીડ રહે છે.

બગડોગરા એરપોર્ટ :

image source

આ એરપોર્ટ પશ્ચિમબંગાળના સિલિગુરી શહેરથી ૧૬ કિ.મી.ના અંતરે સ્થિત છે. આ વિમાનમથક ખૂબ જ જૂનુ છે અને તેના કારણે તેને રીનોવેટ કરવાની જરૂર છે. આ એરપોર્ટનુ આર્કિટેક્ચર ખૂબ જ જૂનુ છે અને આ કારણોસર જ તેને નવીકરણ કરવાની સખત જરૂર છે.

જયપ્રકાશ નારાયણ એરપોર્ટ :

image source

બિહારની રાજધાની પટણાથી ૫ કિલોમીટર દૂર આ એરપોર્ટ સ્થિત છે. આ એરપોર્ટમા ખાવાની સવલત ખૂબ જ ઓછી છે. નબળા બાંધકામને કારણે વર્ષ ૨૦૦૦મા અહી એક વિમાન અકસ્માત પણ થયો છે, જેમા ૬૦ લોકોના મૃત્યુ નીપજ્યા છે. અહીં ટેક્સીની સુવિધા પણ ઘણી નબળી છે. આ વિમાનમથકમા વધુ પડતા કડક સુધારાની આવશ્યકતા છે.

ગોવા આંતરરાષ્ટ્રીય વિમાનમથક :

image source

આ એરપોર્ટને ડેબોલીમ એરપોર્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ એરપોર્ટ ગોવા રાજ્યના ડાબોલીમ શહેરમાં સ્થિત છે. તે ગોવા રાજ્યનું એકમાત્ર વિમાનમથક છે પરંતુ, તેની સ્થિતિ ખૂબ જ નબળી છે. આ વિમાનમથકનો રેસ્ટરૂમ ખૂબ જ ખરાબ છે અને જો તમે કોઈ બાળક સાથે મુસાફરી કરી રહ્યા છો તો તમારે અનેકવિધ તકલીફોનો સામનો કરવો પડશે. આ એરપોર્ટ પર એક હેલિકોપ્ટર ક્રેશ થયુ હતુ જેમાં ત્રણ લોકો મૃત્યુ પામ્યા હતા. તો આ હતા આપણા દેશના પાંચ સૌથી ખરાબ એરપોર્ટ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version