આ છે દેશનું સૌથી સસ્તું હોલસેલ કપડાનું માર્કેટ, જ્યાં માત્ર 30 રૂપિયામાં મળે છે ટી-શર્ટ અને 45 રૂપિયામાં શર્ટ, જાણી લો જલદી

આમ તો ભારતમાંળ એટલા સીટી અને એમાં પણ દરેક સીટીમાં આટલી બજારો. પરંતુ આજે અમે તમને એવી જગ્યા વિશે કહેવા માગીએ છીએ જ્યાં તમે બાળકોથી માંડીને મોટેરા સુધીના તમામના કપડા ખૂબ જ સસ્તામાં ખરીદી શકશો. આ એવુ હોલસેલ માર્કેટ છે જ્યાંથી તમે તમારા માટેની પણ શોપિંગ કરી શકો છો અને તે પણ એટલા સસ્તામાં કે તમને નવાઈ જ લાગશે. કારણ કે ભારતમાં સમૃદ્ધ અને ગરીબ એમ બંને પ્રકારના લોકો રહે છે. લોકો આજકાલ કપડાને ખૂબ મહત્વ આપે છે કારણ કે. આ 21મી સદીમાં ફેશનનો જમાનો છે અને ત્યારે નાનાથી માંડીને મોટા લોકો આજે પેરફેક્ટ લૂકમાં પોતાને જોવા માંગે છે.

image source

અહીં જે માર્કેટ વિશે વાત કરવામાં આવી રહી છે એ માર્કેટમાં તમે ત્રણ શર્ટ 140 રુપિયામાં લઈ શકો છો. એટલે કે એક શર્ટ તમને ફક્ત 46 રુપિયામા પડ્યો કહેવાય. સામાન્ય રીતે અહીં નાના બાળકોથી લઈને યવાનો માટે કપડા વધુ મળે છે. જો કે મોટા વ્યક્તિ માટે પણ સ્મોલ, મીડિયમ અને XL સાઇઝના કપડા મળી જશે જેની પ્રાઇઝ થોડી વધુ હોઈ શકે છે. જ્યાં તમને માત્ર ₹ 100માં બ્રાન્ડેડ જિન્સ મળશે. અહીં તમને બાળકો અને છોકરાઓના કપડાં ખૂબ જ સસ્તા મળી જશે. આ હોલસેલ માર્કેટ છે જ્યાં તમે શોપિંગ કરી શકો છો. અમે દિલ્હીના ગાંધીનગર બજાર વિશે વાત કરી રહ્યા છીએ.

image source

વધારે વિગતે વાત કરવામાં આવે તો ગાંધીનગરના કાપડ બજારને દેશની અને એશિયામાં સૌથી સસ્તું બજાર કહેવામાં આવે છે. આ બજારની ખાસ વિશેષતા એ છે કે તમે દરેક બ્રાંડના કપડાં તમે અહીંથી દરેક ખરીદી શકો છો. આ બજારમાં દરરોજ લાખો રૂપિયાના વેચાય છે અને અહીં આ એક જ વ્યવસાય છે. એડ્રેસ વિશે વાત કરીએ તો આ સિલમપુર મેટ્રો સ્ટેશનની પાસે આવે છે જે વેસ્ટ કાંતિનગરની પાસે આવેલ છે. અહીં જીન્સ હોય કે ટી શર્ટ બધાના 3-12 પીસ મળે છે. તમારે પણ એવી રીતે જ કપડાં ખરીદવા પડે. સિંગલ પીસ તમે ન ખરીદી શકો. આ બજારમાં જથ્થાબંધનો ભાવ કહેવામાં આવે છે. આ માર્કેટમાં તમે ત્રણ શર્ટનો સેટ 140 રૂપિયામાં ખરીદી શકો છો. મતલબ કે એક શર્ટ તમને ફક્ત 46 રૂપિયાની આજુ બાજુ પડે. એ શર્ટ 15 વર્ષના છોકરા માટે હશે. એની સાથે તમને નાના બાળકોની ટી શર્ટ 120ની આજુબાજુ મળી જશે, જેમાં 3 પીસ આવશે. ટી શર્ટ તમને મોટા માટે પણ મળી જશે.

image source

પણ જોવા જેવી વાત એ છે કે, આ માર્કેટમાં આટલી ઓછી પ્રાઇઝ હોવા છતા લગભગ તમામ લોકો ખૂબ જ ભાવતાલ કરાવે છે. માટે તમે જ્યારે પણ અહીં જાવ તો ભાવતાલ કરવાનું ભૂલતા નહીં.

કેમ કે વેપારીએ પહેલાથી જ એ પ્રકારેના ભાવ તમને કહ્યા હશે કે જો તમે ભાવતાલ નહીં કરાવો તો જરુર છેતરાઈ જશો. મહત્વનું છે કે આટલું સસ્તુ હોવા છતા અહીં કોઈપણ સેકન્ડ હેન્ડ એટલે કે યુઝ્ડ ગારમેન્ટ્સ નથી મળતા. અહીં બધા જ ફ્રેશ આઇટમ્સ મળે છે. સ્મોલ Xl, Xxl સાઈઝની ટી શર્ટ પણ તમે અહીંથી લઈ શકો છો.

image source

અહીં બીજી પણ એક જોવા જેવી વાત એ છે કે જેમની શરૂઆતી કિંમત 30 રૂપિયા હશે. આ વિશે વાત કરતાં ગાંધીનગર માર્કેટના પ્રેસિડેન્ટે જણાવ્યું કે આ માર્કેટમાં મધ્યમ વર્ગના લોકોને ધ્યાનમાં રાખીને કપડાં બનાવાય છે. એટલા માટે માર્કેટમાં આવી અને એ લોકો એમની જરૂરિયાતના હિસાબે કપડાં ખરીદી શકે. આ માર્કેટમાં કપડાં બનાવાય છે અને બીજી ફેમસ જગ્યાઓથી કપડાં મંગાવી અને વેચવામાં પણ આવે છે. અહીં ટીશર્ટ તીરપુરથી આવે છે અને લેડીઝ ટોપ અને સુટ્સને લખનઉથી મંગાવવામાં આવે છે. અહીં લેંગહા પણ ખૂબ સસ્તા મળે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત