આ છે દુનિયાની સૌથી લાંબી યુવતી, 7 ફૂટથી પણ છે વધુની લંબાઈ

આપણી આસપાસ ઘણા એવા લોકો હોય છે જે અન્ય કરતાં અલગ હોય છે. આવા લોકો એવું ઘણું પ્રાપ્ત કરતા હોય છે જેના વિશે કદાચ તેમણે ક્યારેય કલ્પના પણ કરી ન હોય. આવી જ એક યુવતી છે જેના માટે તેની એક સમસ્યા નામના મળવાનું કારણ બની ગઈ છે. તુર્કીની રુમેસા ગેલ્ગી જેણે દુનિયાની સૌથી લાંબી યુવતી હોવાનો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ગિનીસ વર્લ્ડ રેકોર્ડે 215.16 સેમી એટલે કે 7 ફૂટ અને 0.07 ઈંચ લાંબી રુમેસા ગેલ્ગી દુનિયાની સૌથી લાંબી જીવિત વ્યક્તિ હોવાનો ખિતાબ ધરાવે છે.

image source

24 વર્ષની ગેલ્ગીએ 2 વખત દુનિયાની સૌથી લાંબી વ્યક્તિ હોવાનો ખિતાબ પોતાના નામે કર્યો છે. આ પહેલા 8 વર્ષ અગાઉ જ્યારે તે 18 વર્ષની હતી ત્યારે ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ્સે તેને સૌથી લાંબી મહિલા ટીન એજરનો ખિતાબ એનાયત કર્યો હતો.

image source

ગિનીઝ વર્લ્ડ રેકોર્ડે ગેલ્ગીના જીવનના સફરને લઈને એક વીડિયો પણ શેર કર્યો છે. આ વીડિયોને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે અને ગેલ્ગીના વખાણ કરી રહયા છે. પરંતુ તમને એ જાણીને નવાઈ લાગશે કે ગેલ્ગીની લંબાઈ ખરેખર તો એક બીમારીના કારણે છે. જી હાં ગેલ્ગીને એક દુર્લભ બીમારી છે જેના કારણે ગેલ્ગીના નામે આ રેકોર્ડ સર્જાયો છે.

image source

રુમેસા ગેલ્ગી વીવર સિંડ્રોમથી પીડિત છે. આ એક દુર્લભ સિંડ્રોમ છે જેના કારણે લંબાઈમાં અસામાન્ય રીતે વધારો થાય છે. લંબાઈ વધવાની સાથે સાથે આ બીમારીથી પીડિત પુરુષ કે મહિલાને બીજી અન્ય સમસ્યાનો સામનો પણ કરવો પડે છે. જેમાં હાડકા નબળા પડી જવા જેવી તકલીફોનો સમાવેશ થાય છે. આ કારણે જ ગેલ્ગી પણ મોટાભાગે વ્હીલચેરનો ઉપયોગ કરે છે. જો કે તે વોકરની મદદથી ચાલી પણ શકે છે. જો કે લાંબા સમય સુધી તે આમ કરી શકતી નથી.

શું છે વીવર સિંડ્રોમ ?

image source

વીવર સિંડ્રોમ એક જેનેટિક મ્યૂટેશન છે. ગિનીસ વર્લ્ડ રેકોર્ડે જે વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે તેમાં ગેલ્ગીએ જણાવ્યું છે કે તે તુર્કીનો આ દુર્લભ બીમારીનો પહેલો કેસ છે. તે ગંભીર શારીરિક બીમારી જેવી કે સ્કોલિયોસિસ સાથે જન્મી હતી. તે શારીરિક રીતે દિવ્યાંગ છે. તેથી તેને વ્હીલચેર અને વોકરનો ઉપયોગ કરવો પડે છે.

આજે લંબાઈના કારણે ગેલ્ગીના નામે રેકોર્ડ નોંધાયો છે પરંતુ તેની આ સફર સરળ ન હતી. જો કે ગેલ્ગીએ જણાવ્યું કે તેને તેના પરીવાર તરફથી ખુબ સપોર્ટ મળ્યો છે. તેણે કહ્યું હતું કે નાનપણમાં તેને લોકો લંબાઈ માટે ચીડવતા પણ હતા.