આ છે જોરદાર કમાણી કરી આપનાર ઘાસ, જે એક વાર વાવણી કરી લીધા પછી આટલા વર્ષો સુધી ચાલશે અને થશે લાખોમાં કમાણી

આજના સમયમાં ખેડૂત ખેતીમાં નવા નવા પ્રયોગો કરી રહ્યા છે. કેટલાક ખેડૂતો નવી પદ્ધતિથી ખેતી કરી રહ્યા છે તો કેટલાક ખેડૂત અલગ પ્રકારના પાકની ખેતી કરીને સારો નફો કમાઈ રહ્યા છે. જેમ કે, હવે ખેડૂતો ઋતુગત ખેતીથી અલગ પારંપરિક ખેતીને છોડીને નવા જમાનાની ખેતી કરી રહ્યા છે. આવા જ હવે કેટલાક ખેડૂતો ઘાસની ખેતી કરી રહ્યા છે, જે ખેડૂતોને સારો નફો કમાઈને આપી રહી છે. આપ પણ વિચારી રહ્યા હશો કે, ઘાસની ખેતી કરીને કેવી રીતે કમાણી કરી શકાય છે?

image source

ખરેખરમાં, કેટલાક ખેડૂતો સુપર નેપિયર ગ્રાસ નામના ઘાસની ખેતી કરી રહ્યા છે. એનાથી ના ફક્ત તેઓ પોતાના પશુઓને સારી ડાયટ આપી રહ્યા છે ઉપરાંત આ ઘાસની મદદથી સારી કમાણી પણ કરી રહ્યા છે. જી હા, આ એક એવું ઘાસ છે જેની એકવાર વાવણી કરવાની જરૂરિયાત હોય છે અને કેટલાક વર્ષો સુધી આપ વધારે મહેનત કર્યા વગર કમાણી કરી શકો છો.

એવામાં જાણીશું આ ખાસ પાકની ખાસ બાબતો વિષે, જેમાં જણાવીશું કે, આપ એનાથી કેવી રીતે સારી કમાણી કરી શકો છો….

સુપર નેપિયર ગ્રાસ ફાર્મિંગ?

image source

આ એક ખાસ પ્રકારનું ઘાસ હોય છે. એવું માનવામાં આવે છે કે, એમાં સૌથી સારી પ્રજાતિ થાઈલેન્ડની હોય છે અને ખેડૂતો તેને થાઈલેન્ડથી ખાસ મંગાવીને સારી ઉપજ કરી રહ્યા છે આ ઘાસની ખેતીમાં એક જ વાર મહેનત કરવાની જરૂર પડે છે અને ત્યાર બાદ આપ કેટલાક વર્ષો સુધી કાપણી કરીને સારી કમાણી કરી શકો છો. જો એક એકર જમીનમાં પણ સુપર નેપિયર ગ્રાસની ખેતી કરવામાં આવે છે તો એનાથી પણ સારી કમાણી કરી શકાય છે અને અંદાજીત બે થી અઢી મહિનામાં એનો પાક તૈયાર થઈ જાય છે.

કેટલી થાય છે કમાણી?

image source

જો આ ઘાસની મદદથી કમાણીનો અંદાજ લગાવવામાં આવે તો એક એકર જમીનમાં સુપર નેપિયર ગ્રાસની ખેતી કરવાથી આપ અંદાજીત વાર્ષિક ૮ લાખ કરતા વધારે આવક મેળવી શકો છો. દરેક કાપણી પર આપને અંદાજીત ૨ લાખ રૂપિયા જેટલી આવક કરી શકો છો અને ખાસ વાત એ છે કે, એમાં ખર્ચ ખુબ જ ઓછો થાય છે અને મહેનત પણ ઓછી કરવી પડે છે. એવામાં સુપર નેપિયર ગ્રાસના માધ્યમથી આપ સારી આવક મેળવી શકો છો અને એની ખેતી કરવામાં વધારે મુશ્કેલી પણ આવતી નથી.

શું છે આ ઘાસના માધ્યમથી આવક કરવાનો પ્લાન?

image source

સુપર નેપિયર ગ્રાસની ખેતીમાં એક વર્ષ દરમિયાન ૪- ૬ વાર પાક થાય છે. આ ઘાસની ઉંચાઈ ૧૨ ફૂટ સુધી વધતી જાય છે અને આ ફક્ત બે- અઢી મહિનાના સમયગાળામાં જ વધી જાય છે. એને બીજથી નહી પરંતુ ડાળીની મદદથી ઉગાડવામાં આવે છે. પાંચ વર્ષ સુધી આપને વારંવાર વાવણી કરવાની જરૂરિયાત રહેતી નથી, આપે એકવાર વાવણી કરી શકો છો અને પાંચ વર્ષ સુધી આપને એનો લાભ થતો રહેશે. એવું માનવામાં આવે છે કે, એક એકર જમીનમાં આપ અંદાજીત ૧૧ હજાર સુધી છોડવાઓ લગાવી શકો છો અને અઢી વર્ષમાં આ તૈયાર થઈ જાય છે. ત્યાં જ એક છોડ ૨૦ કિલો જેટલું ઘાસ આપે છે. જો ૧૦ હજાર છોડવા પણ બચી જાય છે તો અંદાજીત ૨ લાખ રૂપિયા જેટલું વેચાણ થઈ જાય છે. એની કાપણી સહિત અન્ય કામકાજમાં ૧૫ હજાર રૂપિયા જેટલો ખર્ચ આવે છે.

image source

એનાથી બચત વધારે થાય છે. હાલમાં રાજસ્થાન રાજ્યથી લઈને ઉત્તર પ્રદેશ રાજ્ય અને ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં સુપર નેપિયર ગ્રાસની ખેતી કરવામાં આવી રહી છે, જેના દ્વારા ખેડૂતો સારી આવક મેળવી રહ્યા છે. એવું જણાવવામાં આવે છે કે, એની માંગ પણ છે અને ૨ રૂપિયા પ્રતિ કિલો સુધી આ ઘાસને ખરીદવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!