તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના જેઠાલાલ છે સોફ્ટવેર એન્જિનિયર, દયા રીયલ લાઇફમાં છે આટલું ભણેલી, જાણો બધા વિશે

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એ દરેક ઘરનો પ્રિય શો બની ગયો છે. આ શો ઘણા વર્ષોથી લોકોનું મનોરંજન કરે છે. આ શોના તમામ કલાકારોએ લોકોના દિલમાં પોતાનું ખાસ સ્થાન બનાવ્યું છે. હવે ચાહકો પણ તેના અંગત જીવન વિશે જાણવા માંગે છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં મોટું સ્ટારકાસ્ટ છે.

image source

આ સાથે જાણવા મળ્યું છે કે શોના બધા કલાકારો પણ ખૂબ શિક્ષિત પણ છે. આજે અહી જેઠાલાલ એટલે કે દિલીપ જોશીથી લઈને દયા ભાભી એટલે કે દિશા વાકાણી સુધીની દરેકની એજ્યુકેશન ડિગ્રી વિશે વાત કરીશું. સૌથી પહેલા વાત કરીએ અમિત ભટ્ટ એટલે કે ચંપકલાલ જયંતિલાલ ગાડા વિશે તો તે બી.કોમનો અભ્યાસ કરેલ છે.

image source

દિલીપ જોશી જે શોમાં જેઠાલાલ ચંપકલાલ ગડાના પાત્ર ભજવતા જોવા મળે છે તેનાં વિશે તો દિલીપ જોશીએ બેચલર ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન એટલે કે બીસીએનો અભ્યાસ કરેલા છે. મળતી માહિતી મુજબ તેઓ આઈએનટી (ભારતીય રાષ્ટ્રીય થિયેટરમાંથી બેસ્ટ સોફટવેર એન્જિનિયર બની ચૂક્યા છે.

image source

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં મહત્ત્વની ભૂમિકા ભજવતી દિશા વાકાણી એટલે કે શોની દયા જેઠાલાલ ગાડા તે ડ્રામેટિક્સમાં સ્નાતક છે. દિશા વાકાણીની એક્ટિંગ પરથી સ્પષ્ટ જોઈ શકાય છે કે તે એક પ્રોફેશનલની જેમ કામ કરે છે.

image source

આ પછી આગળ વાત કરીએ જેનિફર મિસ્ત્રી બંસીવાલ વિશે જે શોમાં રોશન સિંહ સોઢીનો રોલ કરી રહયા છે. તેઓ મધ્યપ્રદેશના જબલપુરમાંથી સ્નાતક થયા છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બાળકોને શિક્ષણ આપતા શિક્ષક વિશે. મંદીર ચાંદવાડકર જે આત્મારામ તુકારામ ભીડે તરીકે શોમાં રોલ કરી રહ્યા છે તે મિકેનિકલ એન્જિનિયર છે.

image source

એક મુલાકાતમાં આ વિશે વાત કરતા તેમણે કહ્યું હતું કે હું દુબઇમાં ત્રણ વર્ષ મિકેનિકલ એન્જિનિયર હતો. હું ત્યાં 1997-2000ની વચ્ચે કામ કરતો હતો મને અભિનયનો ખૂબ શોખ હતો અને હું ભારતમાં મારો આ ક્ષેત્રે આગળ જવા માંગતો હતો.

image source

આ પછી હું ત્યાંથી પાછો આવ્યો અને હિન્દી, મરાઠી અને અંગ્રેજીમાં ઘણાં નાટકો કર્યા. તે પછી મને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં કામ કરવાની તક મળી અને આજ સુધી તેમાં કામ કરી રહ્યો છું. આ પછી વાત કરીએ મુનમુન દત્તા એટલે કે શોમાં બબીતા કૃષ્ણન અયર વિશે તો તે તેણે અંગ્રેજી સાહિત્યમાં માસ્ટર ડિગ્રી મેળવી શિક્ષણ પૂરું કર્યું છે.

image source

શોમાં ડોક્ટરનો રોલ કરનાર નિર્મલ સોની એટલે કે ડો. હંસરાજ બલદેવરાજ હાથી ગુજરાતમાં સ્કૂલનું શિક્ષણ પૂરું કર્યું. આ પછી તેણે મુંબઈ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું. શૈલેષ લોઢા એટલે કે તારક મહેતા પણ ગ્રેજ્યુએશન સુધી અભ્યાસ કરેલ છે.

image source

મળતી માહિતી મુજબ શૈલેષ લોઢા બી.એસસી કરેલાં છે અને ત્યારબાદ તેણે માર્કેટિંગમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે. સોનાલિકા જોશી એટલે કે માધવી આત્મરામ ભીડે જે અથાણાં અને પાપડ નો બિઝનેસ કરતી શોમાં જોવા મળે છે તેણે રીયલ લાઇફમાં ઇતિહાસમાં સ્નાતકની ડીગ્રી મેળવી છે. આ પછી તેણે ફેશન ડિઝાઇનિંગ અને થિયેટરનો કોર્સ પણ કર્યો છે. આ પછી વાત કરીએ શોમાં વૈજ્ઞાનિકનો રોલ કરનાર તનુજ મહાશાબડે એટલે કે શોના સુબ્રમણ્યમ અયર વિશે તો તેણે તનુજ મહાશાબેદે ઇંદોરથી મરીન કમ્યુનિકેશનમાં ડિપ્લોમા કોર્સ કર્યો હતો. આ પછી અભિનેતાએ ભારતીય વિદ્યા ભવન કલા કેન્દ્ર મુંબઇથી થિયેટર વિશે જ્ઞાન મેળવ્યું.