દેશના સ્માર્ટ સિટીની યાદીમાં વડોદરા 6 ક્રમેથી પહોંચ્યું 20 પર

વર્ષ 2017માં કેન્દ્ર સરકારે 100 સ્માર્ટ સિટીનું લિસ્ટ તૈયાર કર્યું હતું. જેમાં ગુજરાતના સુરત, વડોદરા, રાજકોટ, અમદાવાદ સહિતના શહેરોનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકાર સમયાંતરે શહેરોના વિકાસ અને સુવિધાઓના આધારે આ યાદીમાં કયું શહેર કયા ક્રમે છે તે જાહેર કરે છે. તેવામાં આ વખતે ફરી એકવાર સ્માર્ટ સિટી અંતર્ગત આવતા શહેરોના નામ જાહેર કરવામાં આવ્યા છે જેમાં ગુજરાતને મોટો ઝટકો લાગ્યો છે.

image source

આ વખતે જે સ્માર્ટ સિટીનું રેન્કિંગ જાહેર કરવામાં આવ્યું છે કે જેમાં સુરત અને અમદાવાદ શહેર તો ટોપ 5માં છે પરંતુ વડોદરા અને રાજકોટ શહેરને મોટો ફટકો પડ્યો છે. જી હાં ગત વખતે વડોદરા શહેર જે 6 ક્રમે હતું તે આ વખતે 20માં ક્રમે પહોંચી ગયું છે અને રાજકોટનું નામ તો ટોપ 20માંથી પણ બહાર ફેંકાઈ ગયું છે.

image source

વડોદરા શહેરની કથડતા વિકાસ, બિસ્માર રસ્તાઓ અને સ્વચ્છતાના અભાવ જેવા અઢળક કારણોના લીધે આ વખતે વડોદરા શહેર છઠ્ઠાક્રમેથી સીધું 20માં ક્રમે પહોંચી ગયું છે. જો કે ગુજરાતનું ગૌરવ સુરત અને અમદાવાદ શહેરે જાળવી રાખ્યું છે. 100 સ્માર્ટ સિટીના લિસ્ટમાં સુરત પહેલા ક્રમે છે અને અમદાવાદ ચોથા ક્રમે છે.

image source

ભારત સરકારે આ રેન્કિંગ થકી વડોદરા મ્યુનિ. કોર્પોરેશનને શહેરને વિકાસનો અરીસો બતાવી દીધો છે. દેશના અલગ અલગ શહેર વચ્ચે વિકાસને આગળ ધપાવવાની સ્પર્ધા થાય તે માટે ભારત સરકારે સ્માર્ટ સિટીની યાદી તૈયારી કરી હતી. પરંતુ હવે લાગે છે કે વડોદરા શહેર વિકાસની દિશામાં આગળ વધવાને બદલે પાછળ ધકેલાઈ રહ્યું છે. વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક સમયમાં પાણી, ડ્રેનેજ, રોડ-રસ્તા, સ્ટ્રીટ લાઈટ સહિતની માળખાકિય સુવિધાઓને સંલગ્ન 50થી વધુ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા હતા. આ પ્રોજેક્ટ થકી શહેરને વિકાસની એક નવી ઉંચાઈ સુધી લઈ જવાનો હેતુ હતો. પરંતુ તેમાંથી 35 પ્રોજેક્ટ જ પૂર્ણ થયા છે જ્યારે 16 પર કામ ચાલી રહ્યું છે અને અન્યની તો ટેન્ડર પ્રક્રિયા ચાલી રહી છે. જ્યારે કેટલાક પ્રોજેક્ટ તો થઈ શકે તેમ થી તેવા ગણાવી ફગાવી દેવામાં આવ્યા છે.

જો કે આ વખત ની યાદીમાં તો રાજ્યના સુરત શહેરે દેશના 100 સ્માર્ટ સિટીની યાદીમાં પહેલા ક્રમે આવી અને રાજ્યનું નાક ઊંચું કરી દીધું છે જ્યારે અમદાવાદ શહેર પણ ટોપ 5માં રહ્યું એટલે કે ચોથા ક્રમે રહ્યું છે. પરંતુ વડોદરા શહેર 20માં ક્રમે ધકેલાઈ જતા તેના વિકાસલક્ષી પ્રોજેક્ટ અને તંત્રની કામગીરી અંગે પ્રશ્નો ઊભા થયા છે.

image source

અત્રે ઉલ્લેખનીય છે કે 100 સ્માર્ટ સિટીને ક્રમ આપવાની સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન છે. દરેક શહેર માટે પ્રોજેક્ટ વિશે ઓનલાઈન અપડેટ કરવામાં આવે છે જે અનુસાર તેના રેન્ક બદલે છે. અહીં રોજે ડેટા અપડેટ થતા હોય. શહેરના વિકાસ માટેના તમામ પ્રોજેક્ટની દરેક અપડેટ અહીં કરવામાં આવે છે જે અનુસાર તેને રેન્ક આપવામાં આવે છે.

ટોપ 20 સ્માર્ટ સિટી

1. સુરત

2. ભોપાલ

3. ઈન્દોર

4. અમદાવાદ

5. આગ્રા

6. ઉદેપુર

7. કાકીનાડા

8. વારાણસી

9. તુમાકુરુ

10. સાલેમ

11. રાંચી

12. ભુવનેશ્વર

13. કોટા

14 કાનપુર

15. તિરુપુર

16. ચેન્નઈ

17. પીપ્રી-છીંચવાડ

18. કોઈમ્બતૂર

19. નાગપુર

20. વડોદરા