વિશ્વનો સૌથી ઉંડો સ્વિમિંગ પૂલ તમારી રાહ જુએ છે, પાણીની અંદર જ એપાર્ટમેન્ટ્સ, રેસ્ટોરન્ટ અને દુકાનો, જુઓ વીડિયો

દુબઈમાં વિશ્વનો સૌથી ઉંડો સ્વિમિંગ પૂલ બનાવવામાં આવ્યો છે. તેની ઉંડાઈ 60.02 મીટર છે. ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં પણ તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. દુબઈ નજીકના નાદ અલ શેબા વિસ્તારમાં બનેલા આ સ્વિમિંગ પૂલનું નામ ‘ડીપ ડાઇવ દુબઈ’ રાખવામાં આવ્યું છે. તેમાં એપાર્ટમેન્ટ્સ, હોટલો અને દુકાનો પણ જોવા મળે છે. આ સ્વિમિંગ પૂલની ક્ષમતા 1.4 મિલિયન લિટર પાણી છે, જે ઓલિમ્પિક કદના 6 સ્વિમિંગ પુલની સમકક્ષ છે. 1500 ચોરસ મીટરમાં ફેલાયેલ આ સ્થાનનું તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ રાખવામાં આવ્યું છે.

image source

સ્વિમિંગ પૂલમાં ડાઇવિંગ શોપ છે. એક ગિફ્ટ શોપ પણ છે. તેની અંદર એક રેસ્ટોરન્ટ છે જે 2021 ના અંત સુધી ખુલ્લી મુકવામાં આવશે. પૂલની અંદર બે રૂમ પણ રાખવામાં આવ્યા છે. આ સિવાય 6 અને 21 મીટર પર બે સુકા રૂમ પણ છે, એટલે કે ત્યાં પાણી નથી. દર છ કલાકે પૂલનું પાણી ફિલ્ટર કરવામાં આવશે. આ માટે નાસાની વિકસિત ફિલ્ટર તકનીક અને અલ્ટ્રાવાયોલેટ કિરણોત્સર્ગની મદદ લેવામાં આવશે. પાણીનું તાપમાન 30 ° સે કરતા વધુ થવા દેશે નહીં.

image source

દુબઈના ક્રાઉન પ્રિન્સ શેખ હમદાન બિન મોહમ્મદ બિન રાશી અલ મકખૌમે બુધવારે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. તેણે લખ્યું કે ડીપ ડાઇવ દુબઇમાં એક દુનિયા તમારી રાહ જુએ છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર બહોળા પ્રમાણમાં શેર કરવામાં આવી રહ્યો છે. તેની તસવીરો પણ દુનિયાભરમાં વાયરલ થઈ રહી છે. ડીપ ડાઇવ દુબઇના ડિરેક્ટર જારારોડ જબલનસ્કી, વર્લ્ડ રેકોર્ડ ધારક મરજીવો છે. જબલન્સકીએ વિશ્વમાં સ્કૂબા ડાઇવિંગના વિકાસમાં મુખ્ય ભૂમિકા ભજવી છે. ‘ડીપ ડાઇવ દુબઈ’ માટે જાહેર બુકિંગ જુલાઈના અંત સુધીમાં શરૂ થઈ શકે છે.

image source

જો વાત કરીએ અમદાવાદની તો કોરોના પછી સ્વિમિંગ ફેડરેશન ઓફ ઈન્ડીયાના વાઇસ પ્રેસિડેન્ટ કમલેશ નાણાવટીએ કહ્યું હતું કે જો પાણીમાં ક્લોરિનનું પ્રમાણ 0.50 વધારી દેવામાં આવે તો કોઈ પણ વ્યક્તિને ક્લોરિનને કારણે કોરોના નહીં થાય. એક વ્યક્તિ બીજી વ્યક્તિના પાણીમાં સંપર્કમાં આવે તો પાણી દ્વારા ચેપ પણ નહીં લાગે.

image source

જે એક પ્રક્રિયા છે જેના દ્વારા વ્યક્તિને કોરોનાથી બચાવી શકાય છે. અમદાવાદ મહાનગર પાલિકા સંચાલિત 15 જેટલા સ્વિમિંગ પૂલ અમદાવાદ શહેરમાં આવેલા છે. આ સ્વિમિંગ પૂલમાંથી કેટલાક સ્વિમિંગ પૂલ જો 1 લી માર્ચે શુરૂ કરવામાં આવે તો એ સ્વિમિંગ પૂલની સ્થિતિ સુધારવી જરૂરી બનશે. કારણ કે ઘણા સ્વિમિંગ પૂલના ઠેકાણા નથી.