પીએમ મોદીને ફરિયાદ કરવી છે તો આ છે તમારા માટે સરળ ઓનલાઈન પ્રોસેસ, જાણો તમે પણ

અનેક વાર એવું બને છે કે લોકો પોતાની સમસ્યાનો ઉકેલ ન મળવાના કારણે પરેશાન થઈ જાય છે. એક જ કામ માટે અનેકવાર સરકારી કચેરીઓના ચક્કર લગાવીને થાકી જાય છે. કેટલીક વાર સરકારી વિભાગના કામના કારણે પણ તેઓ પરેશાની અનુભવે છે. તેમની ફરિયાદ રહે છે કે સરકારી કામમાં તેમની વાત કોઈ સાંભળતું હોતું નથી. અનેક વાર અધિકારીઓ પણ ફરિયાદનો ભળતો જવાબ આપી દેતા હોય છે. આ સમયે તમે સરકારી પોર્ટલ પર તમારી ફરિયાદ કરી શકો છો પણ શક્ય છે તેની કાર્યવાહીથી તમને સંતોષ ન થાય. આ સ્થિતિમાં અનેક લોકોની ઈચ્છા રહે છે કે તેઓ પીએમને પોતાની ફરિયાદ કરે. જેથી તેમની પર કાર્યવાહી થાય અને સમસ્યાનો સરળતાથી ઉકેલ આવી શકે.

image source

જો તમારી સાથે પણ આવું બને છે કે તમને કોઈ કાર્યવાહીમાં યોગ્ય રસ્તો મળતો નથી તો તમે પણ પ્રધાનમંત્રી કાર્યાલયમાં તમારી ફરિયાદ નોંધાવી શકો છો. તમે ઘરે બેઠા ઓનલાઈન માધ્યમથી ફરિયાદ પ્રધાનમંત્રી કાર્યાલય સુધી પહોંચાડી શકો છો. તો જાણો કઈ રીતે તમે પોતાની ફરિયાદ નોંધાવી શકો છો અને તેની પર પીએમ ઓફિસની તરફથી કઈ રીતે કાર્યવાહી કરી શકાય છે.

પીએમ ઓફિસમાં આ રીતે કરી શકાય છે સરળ રીતે ફરિયાદ

image source

જો તમે પ્રધાનમંત્રી કાર્યાલયની વેબસાઈટ પર જાઓ છો તો તમે પ્રધાનમંત્રી સાથે વાતચીત કરી શકો છો. અહીં ડ્રોપ ડાઉન મેન્યૂમાં તમે પીએમને તમારી વાત લખી શકો છો. તમે અહી તેમને કોઈ પણ ફરિયાદ જે તમને મુશ્કેલીમાં મૂકે છે તેની વાત લખી શકો છો. આ માટેની લિંક પ્રધાનમંત્રી કાર્યાલયની વેબસાઈટ https://www.pmindia.gov.in/hi પર પણ મળી રહે છે. તેમાં તમે એક અન્ય પેજ ખૂલેલું જોશો. તેમાં તમે તમારી તમામ વાત રજૂ કરી શકો છો. આ સાથે જ્યાં ફરિયાદ નોંધાવી છે ત્યાં ફરિયાદ નોંધ્યા બાદ એક રજિસ્ટ્રેશન નંબર આવે છે. નાગરિકોની પાસે ફરિયાદ સંબંધિત દસ્તાવેજ અપલોડ કરવાની સુવિધા પણ રહે છે. જેને તમે પ્રૂફના રૂપમાં જોડી શકો છો. તમે અહીં માંગેલી કેટલીક જાણકારી પણ ભરો તે જરૂરી છે.

ફરિયાદ લખીને પણ મોકલી શકાય છે

image source

જો તમે તમારી ફરિયાદને પ્રધાનમંત્રી કાર્યાલય સુધી પોસ્ટથી મોકલવા ઈચ્છો છો તો તે પણ શક્ય છે. આ માટે તમે નીચેના એડ્રેસની મદદ લઈ શકો છો.

પ્રધાનમંત્રી કાર્યાલય,

સાઉથ બ્લોક

નવી દિલ્હી – 110011.

જો તમે ફરિયાદ લખીને તેને ફેક્સ કરવા ઈચ્છો છો તો આ માટે તમે 011-23016857 પર મોકલી શકો છો.

ફરિયાદની કાર્યવાહી કેવી રીતે કરવામાં આવે છે તે પણ જાણો

image source

જ્યારે તમે તમારી ફરિયાદ પીએમ ઓફિસ સુધી મોકલો છો ત્યારે પીએમ કાર્યાલયની પાસે અગાઉથી પણ અનેક ફરિયાદો મળેલી હોય છે. અલગ મંત્રાલયો/ વિભાગો કે રાજ્ય કે સંઘ શાસિત સરકારોના વિષય ક્ષેત્રમાં સંબંધિત ફરિયાદ હોય છે. પીએમ કાર્યાલયના જનતા પ્રકોષ્ઠમાં પત્ર પર કાર્યવાહી કરવા માટે એક ખાસ ટીમ કામ કરી રહી હોય છે. તેઓ આ ફરિયાદનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરે છે. આ સાથે તેઓ ફરિયાદ કરનારાનો સંપર્ક કરે છે અને તેની સમસ્યાને ઉકેલવાનો પ્રયાસ પણ કરે છે. તો તમે પણ હવેથી તમારી ફરિયાદ માટે આ રીતે પીએમ ઓફિસનો સંપર્ક સરળતાથી કરી શકો છો.