આ શહેરની દેશ-દુનિયામાં થાય છે વાતો, જમવા જવાનું હોય કે શોપિંગ કરવા, કપડા પહેર્યા વગર જ આંટાફેરા કરવાના

વિશ્વભરના વિવિધ દેશો અને શહેરોની પોતાની અલગ સંસ્કૃતિ અને લાક્ષણિકતાઓ હોય છે જે તેને અન્યથી અલગ બનાવે છે. પરંતુ કેટલાક સ્થળો એવા છે કે જ્યાંની સંસ્કૃતિ વિશે તમે જાણીને આશ્ચર્યચકિત થઈ જશો. વિચારો કે શું કોઈ એવી જગ્યા હશે કે જ્યાં કોઈ કપડા પહેરતું જ નહીં હોય.

image source

આ વાત અશક્ય જેવી લાગશે પણ સાચે જ વિશ્વમાં એક એવું શહેર છે જ્યાં લોકો કપડા વગર ભટકતા હોય છે. અહીં લોકો શોપિંગથી લઈને રેસ્ટોરન્ટ કે જીમમાં પણ કપડા વગરના પહોંચી જાય છે. અન્ય દેશોના લોકો પણ ઉનાળામાં અહીંના બીચની મજા માણવા આવે છે. આ શહેર તેની અનોખી જીવનશૈલી માટે જાણીતું છે.

image source

આ જ કારણે આ શહેર હંમેશાં વિવાદોની સાથે સાથે હેડલાઇન્સમાં પણ રહ્યું છે. તો ચાલો જાણીએ આ શહેર વિશે વધારે માહિતી. આ શહેર ન્યુડ સિટી તરીકે ઓળખાય છે. ફ્રાન્સના ફ્રેન્ચ શહેર Cap D’Adgeને તેની અનોખી જીવનશૈલી માટે “ન્યૂડ સિટી” નામ આપવામાં આવ્યું છે. એવું કહેવામાં આવે છે કે તે વિશ્વનું એકમાત્ર એવું શહેર છે જ્યાં લોકો “ન્યુડટ્યુરિઝમ” માટે આવે છે. અહીં આવનારા પર્યટકોને પણ કોઈપણ પ્રકારના પ્રતિબંધનો સામનો કરવો પડતો નથી. પર્યટકો પણ અહીં કપડા વગર ફરવા જઈ શકે છે. દર વર્ષે ઉનાળામાં આ સ્થાન પ્રવાસીઓથી ગુંજી ઉઠે છે.

image source

એક અનુમાન મુજબ ઉનાળાના સમય દરમિયાન અહી વિશ્વભરમાંથી આશરે 50 હજાર પ્રવાસીઓ બીચ લાઇફનો આનંદ માણવા આવી પહોંચે છે. આ સ્થાન હનીમૂન ડેસ્ટિનેશન માટે લોકોની પસંદગી રહે છે. Cap D’Adge એ સૌથી પ્રખ્યાત હનીમૂન ડેસ્ટિનેશન તરીકે આજે નામના મેળવી ચૂક્યું છે જે પાછળનું કારણ છે કે લોકોને અહીં કપડા વગર ફરવાની સ્વતંત્રતા છે. ઘણાં યુગલો અહીં તેમના હનિમૂન માટે આવે છે. આ શહેર તેના સુંદર બીચ માટે પણ પ્રખ્યાત છે. અહીં દરિયા કિનારાનો નજારો અનોખો જોવા મળે છે.

image source

જાણવા મળ્યું છે કે ભલે ફ્રાન્સના આ શહેરમાં તમને કપડાં વિના બહાર ફરવાની સ્વતંત્રતા છે પરંતુ તેનો અર્થ એ નથી કે તમે તમારા પાર્ટનર સાથે જાહેર સ્થળો પર અથવા લોકોની સામે ક્યાંય પણ એન્ટીમેટ બની શકો. આ રીતે ખુલ્લામાં રોમાંસ કરવાને કારણે લગભગ 12,860 પાઉન્ડ નો મોટો દંડ તમને થઈ શકે છે. આ સાથે તમારે આ શહેરમાં રહેવા માટે ફી પણ ચૂકવવી પડશે અને અહીં કોઈ પણ પ્રકારની ફોટોગ્રાફી પર પણ પ્રતિબંધ છે.