GOOD NEWS: ગુજરાતની આ ફાર્મા કંપનીએ બાળકો માટે તૈયાર કરી વેકિસન, જાણી લો ડોઝથી લઇને તમામ માહિતી એક ક્લિકે

ઝાયડસ કેડિલાની કોરોના વેક્સિન (Zydus Cadila Corona Vaccine) પર કોવિડ વર્કિંગ ગ્રુપના ચેરમેન ડૉ. એન. કે. અરોડા તરફથી મોટી જાહેરાત કરવામાં આવી છે. એવું જણાવવામાં આવ્યું છે કે, ટ્રાયલ અંદાજીત સમાપ્ત થઈ ગઈ છે.

image source

-ઝાયડસ કેડીલાની વેક્સિનની ટ્રાયલ અંદાજીત પૂર્ણ.

-જુલાઈ મહિનામાં કે પછી ઓગસ્ટ મહિના સુધીમાં બાળકોને વેક્સિન લગાવવાની શરુ થઈ શકે છે.

કોરોના વાયરસ વેક્સિનના સંકટ દરમિયાન દેશી વેક્સિન કંપની ઝાયડસ કેડીલા સાથે સંબંધિત મહત્વના સમાચાર આવ્યા છે.

જાણકારી મળી રહી છે કે, આ વેક્સિનની ટ્રાયલ અંદાજીત પૂરણ થઈ ગયું છે અને આવનાર કેટલાક મહિનાઓમાં એને બાળકોને લગાવવાનું શરુ પણ કરવામાં આવી શકે છે. કોવિડ વર્કિંગ ગ્રુપના ચેરમેન ડૉ. એન. કે. અરોડા દ્વારા આ વાત કરવામાં આવી છે.

ડૉ. એન. કે. અરોડાએ જણાવ્યું છે કે, ઝાયડસ કેડીલાની કોરોના વેક્સિનની ટ્રાયલ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. હવે જુલાઈ મહિનાના અંતમાં કે પછી ઓગસ્ટ મહિનામાં થઈ શકે છે કે, એને ૧૨ વર્ષથી ૧૮ વર્ષના બાળકોને લગાવવાનું શરુ કરવામાં આવશે. જો કે, હાલમાં દેશમાં ૧૮ વર્ષ કરતા વધારે ઉમર ધરાવતા નાગરિકોને કોરોના વેક્સિન લગાવવામાં આવી રહી છે.

image source

આપને જણાવી દઈએ કે, ત્રીજી લહેર આવતા પહેલા કેન્દ્ર સરકાર વધારેમાં વધારે નાગરિકોને કોરોના વાયરસની વેક્સિન લગાવી દેવા ઈચ્છે છે. પરંતુ વેક્સિનેશનમાં ઝડપ ત્યારે જ આવી શકે છે જયારે દેશના મોટી સંખ્યાના નાગરિકોને કોરોના વાયરસ વેક્સિન લગાવી દીધી હોય. જો ઝાયડસ કેડીલાના ટ્રાયલના પરિણામ સારા રહેશે તો જલ્દી મંજુરી મળી જાય છે, તો એનાથી કેટલીક રાહત મળશે.

મંજુરી મેળવવામાં જલ્દી જ અરજી કરી શકે છે કંપની.

image source

હવે તા. ૧૮ જુન, ૨૦૨૧ના દિવસે જ જાણકારી મળી હતી કે, ઝાયડસ કેડીલા આવનાર ૭ થી ૧૦ દિવસોમાં કોરોના વાયરસની વેક્સિન ZyCov-D ના ઈમરજન્સી ઉપયોગને લઈને મંજુરી માટે એપ્લાઇ કરી શકે છે. હાલમાં ભારતમાં ત્રણ કોરોના વેક્સિનને ઈમરજન્સી ઉપયોગ કરવા માટે મંજુરી મળી ગઈ છે. એમાં કોવિશિલ્ડ, કોવેક્સિન અને સ્પુતનિક સામેલ છે. ત્રીજી લહેરમાં બાળકો પર કોરોના વાયરસની વધારે અસર જોવા મળી શકે છે. એવામાં જો ૧૨ થી ૧૮ વર્ષના બાળકોને ઝાયડસ કેડિલાની કોરોના વેક્સિન લગાવવામાં આવશે તો એનાથી રાહત મળશે.

ઝાયડસ કેડીલાની વેક્સિનમાં ત્રણ ડોઝ.

image source

ઝાયડસ કેડીલાની આ વેક્સિન વિશ્વભરની અન્ય વેક્સિન કરતા ઘણી અલગ છે. ખરેખરમાં મોટાભાગની વેક્સિનના બે ડોઝ જ લગાવવામાં આવે છે, તે પછી કોવિશિલ્ડ, સ્પુતનિક, કોવેક્સિન વગેરે કેમ ના હોય. પરંતુ ઝાયડસ કેડીલાની આ વેક્સિનના બે નહી પરંતુ ત્રણ ડોઝીસ લગાવવામાં આવશે.

આવનાર દિવસોમાં રોજ લગાવવામાં આવશે ૧ કરોડ કોરોના વેક્સિન.

image source

કોવિડ વર્કિંગ ગ્રુપના ચેરમેન એન. કે. અરોડાએ આવનાર ત્રીજી લહેર વિષે પણ વાત કરી. તેમણે કહ્યું છે કે, ‘ICMRએ એક સ્ટડી કરી છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, ત્રીજી લહેર થોડી મોડી આવશે. આ દરમિયાન અમારી પાસે નાગરિકોને વેક્સિન લગાવવા માટે ૬ થી ૮ મહિનાનો સમય છે. આવનાર દિવસોમાં અમારો ટાર્ગેટ રોજના એક કરોડ કોરોના વેક્સિન લગાવવાનો રહેશે.’

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!