આ કંપની વધારી રહી છે પોતાના વાહનોની કિંમત, આ સમયથી વધી જશે ભાવ, જલદી કરો તમે પણ

દેશની મોટી વાહન નિર્માતા કંપની મારુતિ સુઝુકી જુલાઈ મહિનાથી તેના વાહનોના ભાવ વધારવા જઈ રહી છે. મારુતિ સુઝુકીએ એક નોટ જાહેર કરી પોતાના વાહનોના ભાવમાં થઈ રહેલા વધારાની વાતને સમર્થન આપ્યું હતું. કિંમતોમાં વધારા બાદ વાહન નિર્માતાના લાઈન અપમાં અલગ અલગ મોડલોના ભાવ વધી જશે. જો કે કાર નિર્માતાએ એ વાતનો ખુલાસો નથી કર્યો કે આગામી મહિનાથી વધી રહેલા ભાવથી ક્યા મોડલની કારમાં કેટલો વધારો થશે.

image source

મારુતિ સુઝુકીએ વાહનોના ભાવમાં વધારો કરવાનું કારણ વધી રહેલી ઇનપુટ ઉત્પાદન લાગત એટલે કે કાર નિર્માતા દ્વારા પ્રત્યેક વાહનના ઉત્પાદન માટે થતા રોકાણને જવાબદાર ગણાવ્યું છે. મારુતિ સુઝુકીએ ગત સોમવારે જ નિયામક ફાઇલિંગમાં જાહેર કરાયેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ તમને સૂચિત કરવા માટે છે કે છેલ્લા એક વર્ષથી વિભિન્ન ઇનપુટની કિંમતોમાં વધારો થવાના કારણે કંપનીના વાહનના ઉત્પાદન ખર્ચ પર પ્રતિકૂળ અસર પડી છે. આ માટે કંપની માટે એ જરૂરી બની ગયું છે કે તેના વધારાના ઉત્પાદન ખર્ચનો અમુક પ્રભાવ ગ્રાહકોને ભાવવધારા રૂપે આપવામાં આવે.

આ પહેલા પણ થયો હતો ભાવવધારો

image source

આ ચાલુ વર્ષમાં પ્રથમ વખત નથી કે જ્યારે મારુતિ સુઝુકીએ પોતાની કારોની કિંમતમાં વધારો કર્યો હોય. આ પહેલા પણ કાર નિર્માતાએ એપ્રિલમાં મોટાપાયે ભાવવધારો કર્યો હતો. ત્યારે મારુતિની કારોની કિંમત મહત્તમ 22,500 રૂપિયા સુધીનો વધારો કર્યો હતો. આ કારણે વિવિધ મોડલના દિલ્હી એક્સ શોરૂમના ભાવમાં સરેરાશ 1.6 ટકાનો વધારો થયો હતો.

મારુતિએ જણાવ્યું હતું કે, કિંમતોમાં વધારો કરવાની યોજના બીજી તિમાહીમાં બનાવવામાં આવી હતી અને અલગ મોડલોની કિંમતમાં વધારો પણ અલગ અલગ હશે.

image source

મારુતિ સુઝુકી આ સમયે દેશભરમાં 14 મોડલો રજૂ કરી રહી છે. જે પૈકી માત્ર 5 મોડલ તેના પ્રીમિયમ રિટેલ આઉટલેટ નેકસા શોરૂમ દ્વારા વેંચવામાં આવે છે. અન્ય મોડલોનું વેંચાણ કંપની તેના અરીના શોરૂમ દ્વારા કરી રહી છે.

ત્રીજી વખત વધારો

image source

જુલાઈથી પ્રભાવિત થનારો ભાવવધારો મારુતિ સુઝુકી તરફથી ચાલુ વર્ષે ત્રીજી વખત છે. એપ્રિલ મહિના પહેલા આ વર્ષે જ 18 ફેબ્રુઆરીએ વાહન નિર્માતાએ ઇનપુટ ખર્ચમાં વધારાનું કારણ આપીને પસંદગીના મોડલોની કિંમતમાં વધારો કરવાની જાહેરાત કરી હતી. તે સમયે મારુતિની કારોમાં 34,000 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો હતો.

નોંધનીય છે કે ગત નાણાકીય વર્ષ 2020 – 21 માં ભારતીય કાર બજારમાં મારુતિ સુઝુકીનો દબાદબો જળવાઈ રહ્યો હતો. ટોપ 5 સૌથી વધુ વેંચાયેલી કારો મારુતિ સુઝુકીની જ હતી. મારુતિ સુઝુકી સ્વીફ્ટ કંપનીની બેસ્ટ સેલિંગ કાર બની હયી. મારુતિએ નાણાંકીય વર્ષ 2020 – 21 માં સ્વીફ્ટ કારની 1.72 લાખ યુનિટ્સનું વેંચાણ કર્યું હતું. કંપનીએ આ વર્ષની શરૂઆતમાં હેચબેકના અપડેટેડ વર્ઝનને લોન્ચ કર્યું હતું.

image source

કંપની હેચબેકથી લઈને સેડાન, એસયુવી અને એમપીવી સેગમેન્ટમાં અનેક કારો વેંચે છે. ગ્રાહકો પણ મારુતિ સુઝુકીની કારોને પસંદ કરે છે. કંપનીની અનેક કારો એવી છે જે દશકોથઈ6 ગ્રાહકોની પસંદગીની કાર છે.