BREAKING: આ વેક્સિનને ભારત સરકારે ઈમરજન્સી ઉપયોગ માટે આપી મંજૂરી

કોરોનાના કહેર વચ્ચે દેશવાસીઓ માટે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. કોરોના વેક્સિનને લઈને સબ્જેક્ટ એક્સપર્ટ કમિટીની આજે મહત્વની બેઠક મળી. જેમાં ઓક્સફોર્ડ એસ્ટ્રાજેનેકાની કોરોના વેક્સિન કોવિશીલ્ડને ઈમરજન્સી એપ્રુવલ આપવામાં આવી છે. જાણકારી મુજબ આ બેઠકમાં ફાઈઝર, ભારત બાયોટેક અને સીરમ ઈન્સ્ટિટ્યૂટ ત્રણેયને એક પછી એક પોતપોતાનું પ્રેઝન્ટેશન આપવાનું છે. આ બેઠકમાં ઝાયડસ કેડિલા પણ સામેલ છે. તમને જણાવી દઈએ કે અત્યાર સુધીમાં સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા (SII), ભારત બાયોટેક અને ફાઈઝરે ઈમર્જન્સી યુઝ માટે મંજૂરી માટે અરજી કરી છે.

WHO એ એક દિવસ અગાઉ ઈમર્જન્સી યુઝ માટે મંજૂરી આપી

image source

તો બીજી તરફ સીરમ ઈન્સ્ટિટ્યુટ કોવીશીલ્ડ નામની વેક્સિન તૈયાર કરી રહી છે. તેને ઓક્સફોર્ડ યુનિવર્સિટી તથા ફાર્મા કંપની એસ્ટ્રાજેનેકાએ તૈયાર કરી છે. સીરમ ઈન્સ્ટિટ્યુટ ઉપરાંત સ્વદેશી વેક્સિન તૈયાર કરનારી ભારત બાયોટેકે બુધવારે પેનલ સમક્ષ રજૂ કરી હતી. જ્યારે, અમેરિકાની કંપની ફાઈઝરે પોતાનો ડેટા રજૂ કરવા માટે વધુ સમય માંગ્યો છે. જોકે ફાઈઝરે WHO એ એક દિવસ અગાઉ ઈમર્જન્સી યુઝ માટે મંજૂરી આપી છે. તો બીજી તરફ મળતી માહિતી પ્રમાણે કોવિશિલ્ડ સિવાય ભારત બાયોટેકની કોવેક્સિન, ઝાયકોવિડ, રશિયાની સ્પૂતનિક-V પણ આગામી વર્ષે એપ્રિલમાં આવી જશે. પરંતુ હાલ કોવિશિલ્ડ સૌથી આગળ ચાલી રહી છે.

2 જાન્યુઆરીના રોજ સમગ્ર દેશમાં વેક્સીન ડ્રાઈ રન

image source

આ અંગે સીરમ ઈન્સ્ટીટ્યૂટે એસ્ટ્રાજેનેકા સાથે વેક્સિનના 100 કરોડ ડોઝ બનાવવાની ડીલ કરી છે. મળતી માહિતી પ્રમાણે ભારત સરકાર જુલાઈ સુધીમાં 30 કરોડ ભારતીયોને વેક્સિન આપવાનું વિચારી રહી છે. આ માટે સૌથી વધારે ડોઝ સીરમ ઈન્સ્ટીટ્યૂટ પાસેથી જ મળવાની આશા છે. વેક્સિન એડમિનિસ્ટ્રેશનથી લઈને નેશનલ એક્સપર્ટ ગ્રુપની પ્રાથમિક્તા દેશી વેક્સિનને મંજૂરી આપવાની છે. સરકાર આગામી પાંચ છ મહિનામાં કોવિશિલ્ડના લગભગ 40 કરોડ ડોઝ મળવાની આશા સેવી રહી છે.

image source

એક્સપર્ટ પેનલ પાસેથી મંજૂરી મળ્યા બાદ કંપનીઓની એપ્લિકેશન ડ્રગ્સ કન્ટ્રોલ જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) પાસે ફાઈનલ મંજૂરી માટે જશે. સરકાર આ મહિને વેક્સીનેશન શરૂ કરવા માટે તૈયાર કરી રહી છે. આ માટે આવતી કાલે એટલે કે 2 જાન્યુઆરીના રોજ સમગ્ર દેશમાં વેક્સીન ડ્રાઈ રન કરવામાં આવેલ છે.

છ થી આઠ મહિનામાં 30 કરોડ લોકોને વેક્સીન લગાવવાની યોજના

image source

આ અગાઉ ગુરુવારે ડ્રગ્સ કન્ટ્રોલ જનરલ ડો.વીજી સોમાનીએ કહ્યું હતુ કે અમારા માટે નવું વર્ષ હેપ્પી હશે, જોકે આ વર્ષમાં આપણી પાસે કંઈક હશે. આ સાથે એવી શક્યતા છે કે ટૂંક સમયમાં વેક્સીનને મંજૂરી મળી શકે છે. ભારત અમેરિકા બાદ કોરોનાથી અસર પામેલ વિશ્વનો બીજો સૌથી મોટો દેશ છે.

image source

સરકારે આગામી છ થી આઠ મહિનામાં 30 કરોડ લોકોને વેક્સીન લગાવવાની યોજના છે. સસ્તી હોવાને લીધે ઓક્સફોર્ડ વેક્સીન સરકારની સૌથી મોટી આશા છે. કંપનીનું કહેવું છે કે તે પોતાના ઘરેલુ બજાર પર ફોકસ આપશે. ત્યારબાદ તે દક્ષિણ એશિયાના દેશો તથા આફ્રિકાને એક્સપોર્ટ કરવામાં આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત