Site icon News Gujarat

કહાની એક એવા ભારતીય જજની, જેમને જાપાનમાં ભગવાનની જેમ પૂજા કરવામાં આવે છે

રાધાબીનોદ પાલ, કદાચ તમે આ મહાન માણસનું નામ પણ સાંભળ્યું ન હોય. એવા ઘણા બધા ભારતીય છે કે જેઓ તેના વિશે જાણતા નથી અને તેને ઓળખતા નથી, પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે આ વ્યક્તિને જાપાનના લોકો ન તો માત્ર ઓળખે છે પરંતુ ભગવાનની જેમ તેની પૂજા પણ કરે છે.

image source

એટલું જ નહીં, તમને જાણીને આશ્ચર્ય થશે કે જાપાનના યાસુકુની મંદિર અને ક્યોટોમાં ય્રોજેન ગોકોકુ મંદિરમાં તેમની સ્મૃતિમાં વિશેષ સ્મારકો બનાવવામાં આવ્યા છે.

તે બ્રિટિશરોના સલાહકાર પણ હતા

image source

તત્કાલીન બંગાળ પ્રાંતમાં 27 જાન્યુઆરી, 1886 માં જન્મેલા રાધાબિનોદ પાલ ભારતીય ન્યાયશાસ્ત્રી અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિના ન્યાયાધીશ હતા. તેમણે કોલકાતાની પ્રેસિડેન્સી કોલેજ અને કોલકાતા યુનિવર્સિટીથી કાયદાનો અભ્યાસ કર્યો હતો અને તે પછી 1923 થી 1936 દરમિયાન તે આ જ યુનિવર્સિટીમાં શિક્ષક પણ હતા. 1941 માં, તેઓ કોલકાતા હાઇકોર્ટમાં ન્યાયાધીશ તરીકે નિમણૂક થયા. આ સિવાય તે બ્રિટિશરોના સલાહકાર પણ હતા.

આંતરરાષ્ટ્રીય સુનાવણી ટોક્યો ટ્રાયલ્સમાં ભારતીય જજ

image source

રાધાબીનોદ પાલ બીજી વિશ્વ યુદ્ધ બાદ જાપાન દ્વારા કરવામાં આવેલા યુદ્ધ ગુનાઓ વિરુદ્ધ ચલાવવામાં આવેલા આંતરરાષ્ટ્રીય સુનાવણી ટોક્યો ટ્રાયલ્સમાં ભારતીય જજ હતા. તેમને બ્રિટિશ સરકાર દ્વારા ભારતના પ્રતિનિધિ બનાવવામાં આવ્યા હતા. કુલ 11 ન્યાયાધીશોમાંથી તે એક માત્ર ન્યાયાધીશ હતા જેમણે નિર્ણય લીધો હતો કે તમામ યુદ્ધ ગુનેગારો નિર્દોષ છે. આ યુદ્ધ કેદીઓમાં જાપાનના તત્કાલીન વડા પ્રધાન હિદેકી તોજો અને 20 થી વધુ અન્ય નેતાઓ અને સૈન્ય અધિકારીઓ શામેલ હતા.

બધાને છોડી દેવાનો ચુકાદો આપ્યો હતો

image source

ન્યાયાધીશ પાલે પોતાના નિર્ણયમાં લખ્યું હતું કે કોઈ પણ ઘટના બન્યા પછી તેના વિશે કાયદો બનાવવો યોગ્ય નથી અને તેથી જ તેમણે યુદ્ધકેદીઓ પર કેસ ચલાવવા પર વિશ્વ યુદ્ધના વિજેતા દેશોની જબરદસ્તી બતાવતા બધાને છોડી દેવાનો ચુકાદો આપ્યો હતો. જો કે, અન્ય ન્યાયાધીશોએ તેને મૃત્યુદંડની સજા સંભળાવી હતી. આ જ કારણ છે કે જાપાનમાં તેમનો હજી પણ કોઈ મહાન માણસની જેમ આદર કરવામાં આવે છે.

યુદ્ધ ગુનેગારોમાં શિન્ઝો આબેના માતાજી નોબુસુકે કિશી હતા

image source

2007 માં, જાપાનના વડા પ્રધાન શિંઝો આબે ભારતની મુલાકાતે આવ્યા ત્યારે તેઓ કોલકાતામાં રાધાબિનોદ પાલના પુત્રને મળ્યા હતા અને ફોટોગ્રાફ્સની આપ-લે પણ કરી હતી. ખરેખર, તે સમયના યુદ્ધ ગુનેગારોમાં શિન્ઝો આબેના માતાજી નોબુસુકે કિશી હતા, જે પાછળથી વડા પ્રધાન બન્યા.

Exit mobile version