Site icon News Gujarat

સુરતમાં 9થી 10 મહિનામાં જેટલી ઘારી વેચાય એટલી ઘારી એક જ દિવસમાં વેચાઈ ગઈ, શુગર ફ્રી ઘારી પણ ઇન ડીમાન્ડ

સુરતમાં ચંદી પડવાના દિવસે ઘારી ખાવાનુ વિશેષ મહત્વ છે.. અને તે જ કારણ છે કે સુરતની ઘારી વિશ્વભરમાં વખણાય છે.. ઘીમાં તરબોળ ઘારી ખાવાની મઝા જ કંઇક ઔર છે.. જોકે આ વખતે સુરતમાં ચંદી પડવાનો સિનારીયો કંઇક અલગ જ જોવા મળ્યો.. ઘારીની દુકાનો બહાર લાંબી લાંબી કતારો.. અને જેટલી દર વર્ષે વેચાય છે તેના કરતાં ત્રણ ગણી બનાવી તોય ખૂટી..

image source

ચંદી પડવાના દિવસ પહેલાં જ સુરતમાં ઘારીની દુકાનો પર લાઈન લાગી જતી હોય છે. ચંદી પડવા માટે સુરતમાં દોઢ લાખ કિલો ઘારીનું માર્કેટ છે. જોકે ચંદી પડવા પહેલાં જ શહેરમાં અંદાજે 1.30 લાખ કિલો ઘારી વેચાઈ ગઈ છે. અંદાજે 8.06 કરોડ રૂપિયાની સુરતમાં ઘારી વેચાઈ ગઈ છે. સુમૂલમાં શુગર ફ્રી ઘારી ખૂટી પડી અને દર વર્ષે 1500 કિલો વેચાતી આ વર્ષે 5 હજાર કિલો બનાવી એ પણ વેચાઈ જતાં ફરી બનાવાઈ

સુરતમાં 9થી 10 મહિનામાં જેટલી ઘારી વેચાય એટલી ઘારી એક જ દિવસમાં વેચાઈ ગઈ છે. બીજી તરફ, આ વર્ષે મીઠાઈની દુકાનોમાં શુગર ફ્રી ઘારી વધારે વેચાઈ રહી છે. અત્યારસુધીમાં શહેરની તમામ મીઠાઈ શોપ મળીને અંદાજે 10 હજાર કિલો જેટલી શુગર ફ્રી ઘારી વેચાઈ ગઈ છે. ચંદી પડવાના તહેવારને ધ્યાનમાં રાખીને સુમૂલ ડેરી દ્વારા 5 હજાર કિલો શુગર ફ્રી ઘારી તૈયાર કરવામાં આવી હતી, પરંતુ ચંદી પડવો આવે એ પહેલા જ તમામ શુગર ફ્રી ઘારી વેચાઈ ગઈ હતી. શહેરમાં અંદાજે 10 હજાર કિલો શુગર ફ્રી ઘારી વેચાઈ ગઈ છે.

આ વર્ષે 3 ગણી શુગર ફ્રી ઘારી સુમૂલે બનાવી

image source

સુમૂલ ડેરીએ ગત વર્ષે કુલ 80 હજાર કિલો ઘારી બનાવી હતી, જેમાં 1500 કિલો શુગર ફ્રી ઘારી બનાવી હતી, જ્યારે આ વર્ષે કુલ 1 લાખ કિલો ઘારી બનાવી છે, જેમાંથી 5 હજાર કિલો શુગર ફ્રી ઘારી બનાવી છે. જોકે ચંદી પડવો આવે એ પહેલાં જ સુમૂલની તમામ શુગર ફ્રી ઘારી વેચાઈ ગઈ છે. શુગર ફ્રી ઘારીની વધારે માગ હોવાથી સુમૂલ દ્વારા બીજી શુગર ફ્રી ઘારી બનાવવાની તૈયારી શરૂ કરી દીધી છે.

1 હજાર કિલો ઘારીનુ ઓનલાઇન વેચાણ

લોકોને ઘરે ઓર્ડર પૂરો પાડવા સુમૂલ સહિતની અલગ અલગ મીઠાઈ શોપ દ્વારા આ વર્ષે ઘારીના ઓનલાઈન ઓર્ડર બુક શરૂ કર્યા છે. શહેરની મીઠાઈ શોપ દ્વારા ફૂડ ઓનલાઈન ડિલિવરી કરતી કંપનીઓ સાથે ટાઇઅપ કર્યું છે. શહેરમાં અંદાજે 1 હજાર કિલો ઘારી ઓનલાઈન વેચાશે.

બાળકોને આકર્ષનારી બબલગમ ઘારી

image soure

24 કેરેટ મીઠાઈના રોહન ઘારીવાલા કહે છે, આ વર્ષે વિદેશોમાંથી પણ ઓર્ડર છે. શુગર ફ્રી ઘારીનો કોન્સેપ્ટ પણ વધ્યો છે. લોકો ઓનલાઈન પણ ઘારીના ઓર્ડર કરી રહ્યા છે. અમે આ વર્ષે નાનાં બાળકોને ધ્યાનમાં રાખીને સ્પેશિયલ ચ્યુમગમ જેવા સ્વાદની બબલગમ ઘારી બનાવી છે.’

સ્વાસ્થ્ય માટે વધુ જાગ્રત થયા છે

હાલ શુગર ફ્રી મીઠાઈનો કન્સેપ્ટ વધ્યો છે. ખાસ કરીને કોરોના પછી લોકો હેલ્થની કાળજી રાખતા થયા છે, માટે જેમને મીઠાઈ ખાવી હોય અને હેલ્થની કાળજી રાખવી છે તેમના માટે શુગર ફ્રી મીઠાઈ બેસ્ટ છે અને હેલ્ધી પણ છે.’ > ડો.ચંદ્રેશ જરદોશ, આઈએમએ ગુજરાત, પૂર્વ પ્રમુખ.

મીઠાઈ શોપ બહાર કતારો

image soure

ચંદની પડવાએ ઘારીનો સ્વાદ માણવા માટે સુરતીઓ ઉત્સુક છે. છેલ્લા કેટલાક દિવસથી અને ખાસ કરીને પડવાની પૂર્વસંધ્યાએ લોકોએ મીઠાઈની દુકાનોની બહાર કતારો લગાવી દીધી હતી.

Exit mobile version