18-18 વર્ષના બે યુવકોના મોત થતા ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું, પોળો ફરવા ગયા હતા

હાલમા કોરોનાની લહેર ધીમી પડતા લોકો પોતના પરિવાર સાથે કે મિત્રો સાથે ફરવા જઈ રહ્યા છે. અમદાવાદની નજીક આવેલા સાબરકાંઠાના વિજયનગર સ્થિત પોળોના જંગલો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. મોટી સંખ્યામાં લોકો શનિ અને રવિવારની રજાઓમાં પોળાના જંગલોમાં ફરવા પહોંચે છે. આવામાં ઘણીવાર થોડી સાવધાની ન રાખતા ઘણીવાર અકસ્માત સર્જાય છે.

image source

આવી જ ઘટાના સામે આવી છે સાબરકાંઠાના વિજયનગરના પોળો ફોરેસ્ટ ખાતે, કે જ્યાં 2 યુવકના ડૂબી જવાથી મોત નિપજ્યા છે. જેને લઈને સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. તો બીજી તાત્કાલિકા ત્યાં હાજર સ્થાનિક લોકોએ બંને યુવકોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢ્યા હતા. ઘટનાની જાણ થતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.

image source

નોંધનિય છે કે, સાબરકાંઠાના વિજયનગરના પોળો ફોરેસ્ટ ખાતે દર શનિવારે અને રવિવારે પ્રવાસીઓ દુર દૂરથી ફરવા માટે આવતા રહે છે. આ દરમિયાન મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના કોઠાસણ ગામના ચૌહાણ યુવરાજસિંહ લાલસિંહ (ઉ.વ.18 )અને ચૌહાણ દશરથસિંહ જવાનસિંહ (ઉ.વ.18) બન્ને મિત્રો પણ અહીં પોળો ફોરેસ્ટ ખાતે ફરવા માટે આવ્યા હતા.

image source

આ દરમિયાન બપોરના બે વાગ્યાની આસપાસ બંને મિત્રો હરણાવ નદીમાં ન્હાવા માટે પડયા હતા. તો બીજી તરફ આ નદીની ઊંડાઈનો ખ્યાલ ન હોવાથી બંને યુવકો ઊંડા પાણીમાં ડૂબી ગયા હતા. ત્યાર બાદ તાત્કાલિક સ્થાનિક લોકોએ ડૂબી ગયેલા બન્ને યુવકોના મૃતદેહ બહાર કાઢી પોલીસને જાણ કરી હતી અને પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતક યુવકોના પરિવારજનોને જાણ કરી હતી. પરિવારને મોતના સમાચાર મળતા આભ ફાટી પડ્યું હતું.

image source

તો બીજી તરફ આ પહેલા, રાજકોટ જિલ્લાના શાપર વેરાવળના કાંગશીયાળી ગામે પણ આવી જ ઘટના સામે આવી હતી કે જ્યાં, ચેકડેમમાં ન્હાવા પડેલા 5 લોકો પૈકીના 3 યુવતીના મોત થતા વાતાવરણ શોક મગ્ન બની ગયું હતું. તો બીજી તરફ આ ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ અને ફાયરબ્રિગેડનો સ્ટાફ પણ ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. તમને જણાવી દઈએ કે, આ ચેક ડેમમાં એકસાથે 5 લોકો ન્હાવા પડ્યા હતા.

image source

જેમાંથી ત્રણ યુવતીઓએ પાણીમાં ડૂબી જતા જીવ ગુમાવ્યો હતો. નોંધનિય છે કે, દેવીપૂજક પરિવારની કોમલ દેવીપૂજક, જેની ઉંમર માત્ર 18 વર્ષ હતી. આ ઉપરાંત 24 વર્ષની સોનલ અને 35 વર્ષના મિઢુરબેનનું પણ મોત નિપજ્યું હતું. મળતી માહિતી પ્રમાણે આ ચેકડેમ ઢોલરા-કાંગશીયાલી નજીક આવેલો છે. હાલમાં ત્રણ યુવતીના અચામક મોતથી સમગ્ર ગામમાં શોકનું વાતાવરણ ફેલાયું છે.