આર્યન ખાનના જેલ ગયા પછી પહેલી વાર મળવા પહોંચ્યા શાહરુખ ખાન, આર્યન પિતાને જોઇને થઈ ગયો ઢીલો

ડ્રગ્સ કેસમાં તેના પુત્રની જામીન અરજી ફગાવી દેવાયા બાદ શાહરુખ ખાન આર્યન ખાનને મળવા મુંબઈની આર્થર રોડ જેલ પહોંચી ગયા છે. શાહરૂખ પોતાના પુત્રને મળવા માટે જેલ પહોંચ્યા હોય તેવી આ પહેલી ઘટના છે. આર્યન ખાન સાથે શાહરૂખની આ મુલાકાત લગભગ 19 મિનિટ સુધી ચાલી હતી. મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે.

image source

શાહરુખ ખાન છેલ્લા ઘણા દિવસોથી તેના પુત્ર આર્યન માટે પરેશાન છે. લગભગ 21 દિવસથી પુત્રથી દૂર રહેલા શાહરૂખ ખાને છેવટે ધીરજનો બંધ તોડી નાખ્યો અને આજે તે પોતાને રોકી શક્યા નહીં. શાહરુખે જેલની અંદર લગભગ 15-20 મિનિટ પસાર કરી અને પછી તે ત્યાંથી ચાલ્યા ગયા. શાહરૂખ ખાન આજે વહેલી સવારે પુત્ર આર્યનની હાલત પૂછવા આર્થર રોડ જેલ પહોંચ્યા છે. અગાઉ, શાહરૂખે આર્યન સાથે ફોન પર વાત કરી હતી અને તેને જેલમાં તેના પરિવારના સભ્યો સાથે વીડિયો કોલ પર વાત કરાવી હતી. આ પહેલીવાર છે જ્યારે શાહરુખ ખાન દીકરાના હાલ જાણવા માટે જેલ પહોંચ્યા છે.

જ્યારે શાહરુખ ખાન જેલની અંદર આવ્યા ત્યારે તેની એન્ટ્રી પણ કેદીઓને મળવા આવેલા પરિવારના બાકીના સભ્યોની જેમ જ કરવામાં આવી હતી. કોઈપણ સામાન્ય આરોપીના સગાની જેમ શાહરુખ પણ આરોપીને મળ્યા હતા અને તેને કોઈ ખાસ ટ્રીટમેન્ટ આપવામાં આવી ન હતી. શાહરુખ ખાનનું આધારકાર્ડ અને અન્ય ડોક્યુમેન્ટસ આર્યન ખાનને મળતા પહેલા જોવામાં આવ્યા હતા અને તે પછી જ તેમને ટોકન સાથે અંદર મોકલવામાં આવ્યા હતા.

image source

મુલાકાત દરમિયાન આર્યન વચ્ચે વચ્ચે ઘણી વખત ભાવુક થઈ રહ્યો હતો. શાહરુખ પણ બોલતા બોલતા ઘણી વખત અટક્યા, પરંતુ તેના ચહેરા પરથી ચશ્મા ઉતર્યા નહીં. જો જેલના સૂત્રોની વાત માનીએ તો શાહરૂખ પણ પોતાના દીકરાને રડતો જોઈને પોતાના આંસુ રોકી શક્યો નહોતો. શાહરૂખે આર્યનની હાલત પૂછ્યા બાદ બંને થોડીવાર શાંત ઉભા રહ્યા અને એકબીજાને જોતા રહ્યા. વાતચીત દરમિયાન આર્યને શાહરુખને ઘણી વખત ‘આઈ એમ સોરી’ કહ્યું. તેના જવાબમાં, એકવાર શાહરૂખે પણ ‘આઇ ટ્રસ્ટ યુ’ કહ્યું હતું. આ સિવાય પણ બન્ને વચ્ચે ઘણીવાર સુધી વાત થઈ પણ એની ડિટેઇલ સામે નથી આવી.

શાહરૂખ ખાનનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં જેલની બહાર મીડિયાની ભીડ પણ જોવા મળી રહી છે. રિપોર્ટ અનુસાર, જેલના સૂત્રોએ જણાવ્યું કે આર્યન ખાન તેના જામીન રદ થયાના સમાચાર સાંભળીને ખૂબ જ પરેશાન હતો. એવું કહેવામાં આવે છે કે આ સમાચારથી દુખી આર્યન બેરેકના એક ખૂણામાં શાંતિથી બેઠો હતો અને તે કોઈની સાથે વાત કરતો ન હતો.

image soure

ડ્રગ્સ કેસમાં 20 ઓક્ટોબરે સેશન્સ કોર્ટમાં સુનાવણી દરમિયાન દરેકને આશા હતી કે આર્યનને જામીન મળશે, પરંતુ એવું થયું નહીં. જણાવી દઈએ કે આર્યન ખાનને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની કસ્ટડીમાંથી મુક્ત કર્યા બાદ 14 દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. આર્યનને મુંબઈની આર્થર રોડ જેલમાં રાખવામાં આવ્યો છે, જ્યાં તેને પહેલા 5 દિવસ એ કોરોન્ટાઇનમાં રહ્યો અને ક્રૂઝમાંથી ધરપકડ કરાયેલા અન્ય સાથીઓ સાથે તેને અલગ રાખવામાં આવ્યો હતો. કોરોન્ટાઇન ખતમ થયા પછી અને કોવિડ રિપોર્ટ આવ્યા પછી આર્યન ખાન સહિત અન્ય કેદીઓને નોર્મલ બેર્કમાં મોકલી દેવામાં આવ્યા હતા.

આર્યન ખાનને જામીન ન આપવાના એક કારણમાં પુરાવા સાથે છેડછાડનો મામલો સામેલ છે. કોર્ટના ઓર્ડરની કોપીમાં તેની વોટ્સએપ ચેટ્સનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે આર્યન રેગ્યુલર ડ્રગ્સ લે છે. કોર્ટે તેના આદેશમાં એવું પણ કહ્યું છે કે જામીન પર છૂટ્યા બાદ આર્યન ડ્રગ્સ નહીં લે એવું કહી શકાય નહીં. અહીં એ વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આર્યન પાસેથી ભલે ડ્રગ્સ મળી નથી, પરંતુ તે જાણતો હતો કે તેના સાથી પાસે ડ્રગ્સ છે.

image source

આર્યનના વકીલોએ સેશન્સ કોર્ટમાંથી ડ્રગ્સ કેસમાં ઓર્ડરની નકલ મળતાં જ જામીન અરજી ફગાવી દેવા સામે બોમ્બે હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી છે. કહેવાય છે કે આ મામલાને ગુરુવારે હાઇકોર્ટમાં જસ્ટિસ નીતિન સામ્બ્રેની ખંડપીઠ સમક્ષ સુનાવણી માટે મુકવામાં આવશે.