આ હિરોઇને શેર કર્યો મોબાઈલ નંબર, તો ફેન્સે કરી કંઈક આવી કમેન્ટ્સ અને કહી દીધું કંઇક એવું કે…

બોલીવૂડ ક્વીન ઉર્વશી રૌતેલા, વિશાલ મિશ્રા સાથે આગામિ પરિયોજનાની સાથે ફરી તૈયાર થઈ ગઈ છે. હાલમાં જ એક્ટ્રેસે સોશિયલ મિડિયા પર આવનારા મ્યુઝિક વિડિયો માટે એક પોસ્ટ શેર કરી છે, ત્યાર બાદ ફેન્સે તેણીને મોબાઈલ નંબર પૂછવાનું શરૂ કરી દીધું છે. અને વિવિધ પ્રકારની કમેન્ટ્સ કરવા લાગ્યા છે.

image source

તમને જણાવી દઈએ કે ઉર્વશી રૌતેલા રેટ્રો વિન્ટેજ મિક્સ સોન્ગ વો ચાંદ કહાં સે લાઓગીમાં જોવા મળનારી છે. આ ગીતમાં ઉર્વશી રૌતેલા અને મોહસિન ખાન જોવા મળશે. ઉર્વશી રૌતેલાએ જણાવ્યુ કે આ ગીત તેમના હૃદયની ખૂબ જ નજીક છે. અને આ એક નાનકડા શહેરની છોકરી પર કેન્દ્રીત ગીત છે જે પોતે અભિનેત્રી બનવા માટે મુંબઈ પહોંચી છે. એક અભિનેત્રી તરીકે સ્ટારડમ સુધી પહોંચવા માટે કેવી રીતે તેણે સંઘર્ષનો સામનો કરવો પડ્યો તે આ ગીતમાં બતાવવામાં આવ્યું છે.

image source

આ પોસ્ટની સાથે ઉર્વશી રૌતેલાના ફેન્સ સાથે પોતાનું આખું નામ, મોબાઈલ નંબર, હાઇટ સહિત ઘણી બધી વિગતો વ્હાઇટ બોર્ડ પર લખીને તેની તસ્વિર શેર કરી છે. આ પોસ્ટના શેર થતાં જ થોડી જ વારમાં આ પોસ્ટ વાયરલ થવા લાગી ત્યારે ફેન્સ ઉર્વશી પાસે તેના મોબાઈલ નંબરના છેલ્લા બે આંકડા પૂછવા લાગ્યા.

image source

ફેન્સ ઉર્વશીનો મોબાઈલ નંબર જાણવાનો પ્રયાસ કરવા લાગ્યા છે. સાથે સાથે તેમના કોન્ટેક્ટ નંબરનો ખુલાસો કરવાની અપીલ પણ કરી રહ્યા છે. તમને જણાવી દઈ કે આ સોન્ગનો ફર્સ્ટ લૂક ફેન્સ માટે થોડા જ દિવસોમાં શેર કરવામા આવશે.

55 લાખના ચણિયા-ચોળી પહેરી કર્યો ફોટો શૂટ ત્યારે જ બગડી ગયું બેલેન્સ અને વિડિયો થઈ ગઈ વાયરલ

image source

બોલીવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાએ પોતાના અંદાજ અને પોતાના કામથી લોકોના દીલ જીતવામાં કોઈ જ કસર બાકી નથી રાખી. તેની તસ્વીરો હોય કે વિડિયો હોય સોશિયલ મિડિયા પર તરત જ વાયરલ થઈ જાય છે. તાજેતરમાં જ ઉર્વશી રૌતેલાનો એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેણી જાણીતા સિંગર જસ માનક સાથે ફોટો શૂટ કરાવી રહી છે. ઉર્વશી રૌતેલાનો આ વિડિયો નેહા કક્ક્ડના લગ્ન સાથે
જોડાયેલા છો, જેમાં તેણીએ 55 લાખનો લહેંગો પહેર્યો છે અને તેણી જસ માનક સાથે ફોટો શૂટ કરાવતી જોવા મળી રહી છે. પણ આ દરમિયાન ઉર્વશી રૌતેલાનુ બેલેન્સ જતુ રહે છે, જો કે તરત જ એક્ટ્રેસ પોતાની જાતને સંભાળી લે છે.

image source

ઉર્વશી રૌતેલાના આ વિડિયોમાં જોઈ શકાય છે કે ઉર્વશી રૌતેલા જાણીતા સિંગર જસ માનક સાથે ફોટોશૂટ કરાવી રહી છે. પણ એક્ટ્રેસનુ બેલેન્સ બગડી જાય છે અને તે ફસાઈ જાય છે. પણ ત્યાર બાદ તે પોતાની જાતને સંભાળી લે છે અને જસ માનક સાથે ફોટ શૂટ કરવા લાગે છે.

આ વિડિયોમાં ઉર્વશી રૌતેલાનો લૂક ખૂબ જ જોરદાર લાગી રહ્યો છે તો જસ માનનો અંદાજ પણ ઘણા લોકોને પસંદ આવી રહ્યો છે. ખાસ વાત એ છે કે ઉર્વશી રૌતેલાના આ વિડિયોને અત્યાર સુધીમાં હજારો વાર જોવામા આવ્યો છે અને વિડિયોને હજારો લાઇક્સ પણ મળી ચુકી છે.

image source

ઉર્વશી રૌતેલાની કેરિયરની વાત કરીએ તો તેણીએ સની દેઓલ સાથે બોલીવૂડમાં ડેબ્યુ કર્યો હતો. તેની પહેલી ફિલ્મ સિંહ સાહબ ધ ગ્રેટ હતી, જેમા તેણીએ સની દેઓલની પત્નીનુ પાત્ર ભજવ્યુ હતું. ત્યાર બાદ તેણી ગ્રેટ ગ્રાન્ડ મસ્તીમાં જોવા મળી હતી. ઉર્વશી રૌતેલાએ હેટ સ્ટોરી 4માં કામ કરીને પણ ઘણી ચર્ચા ઉભી કરી હતી. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો લોકડાઉન પહેલાં ઉર્વશી રૌતેલાનું ગીત એક ડાયમન્ડ દા
હાર લેદે યાર રિલિઝ થયું હતું. આ ગીતને સોશિયલ મિડિયા પર ખૂબ પસંદ કરવામા આવ્યુ હતું. આ પહેલાં ઉર્વશી રૌતેલા ફિલ્મ પાગલપંતીમાં પણ જોવા મળી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત