આ હિટ ફિલ્મ માટે અક્ષયને સહન કરવું પડ્યુ હતુ કંઇક એવું કે….છેવટે કંટાળીને પછી એવું પગલું ભર્યુ કે…

આજના સમયમાં અક્ષય કુમારનો આખા બોલીવુડમાં દબદબો છે..અક્ષય કુમાર વર્ષમાં લગભગ ચાર ફિલ્મો કરે છે અને મોટાભાગની ફિલ્મો બોક્સઓફિસ પર સફળ થાય છે. અક્ષય કુમારે જ્યારે ફિલ્મોમાં પ્રવેશ કર્યો હતો તો એ મોટાભાગે એક્શન ફિલ્મો કરતા હતા પણ જેમ જેમ ખિલાડી કુમાર પોતાના કરિયરમાં સફળતા તરફ વધતા ગયા એમને કૉમેડીથી લઈને દેશભક્તિ અને સાથે જ અમુક સામાજિક મુદ્દા પર ફિલ્મો બમાવો, જેને દર્શકોએ ખૂબ જ પસંદ કરી. પણ અક્ષય કુમારની જિંદગીમાં એક સમય એવો હતો જ્યારે એ ફિલ્મો માટે સતત રિજેક્શન સહન કરી રહ્યા હતા.

image source

આજે અક્ષય કુમારને કોઈ ફિલ્મ માટે ઓડિશન આપવાની જરૂર નથી. જે ફિલ્મ સાથે એમનું નામ જોડાય છે એ ફિલ્મને સફળતાની ગેરંટી મળી જાય છે. પણ અક્ષય કુમાર જ્યારે ફિલ્મ જગતમાં પગ મુક્યો જતો ત્યારે એમને પોતાની ઓળખ બનાવવા માટે ઘણો સંઘર્ષ કર્યો અને શરૂઆતમાં ઘણી ફિલ્મોના ઓડિશન પણ આપ્યા. આમિર ખાનની સુપરહિટ ફિલ્મ જો જીતા વહી સિકંદર માટે પણ અક્ષય કુમારે ઓડિશન આપ્યું હતું જેમાં એમને રિજેક્ટ કરી દેવામાં આવ્યા હતા.

image source

જો તમે એ વિચારી રહ્યા છો કે બોલિવુડના ખિલાડી અક્ષય કુમારે જો જીતા વહી સિકંદરમાં આમિર ખાનના રોલ માટે ઓડિશન આપ્યું હતું તો તમે એકદમ ખોટા છો. અક્ષય કુમારે આ ઓડિશન હીરો માટે નહીં પણ વિલનના રોલ માટે આપ્યું હતું. જ્યારે અક્ષય કુમાર મન્સૂર અલી ખાનને ઓડિશન આપ્યું તો એમને અક્ષયને રિજેક્ટ કરી દીધા હતા. એ સમયે જ્યારે અક્ષય સોગંધ અને ડાન્સરમાં કામ કરીને ફિલ્મ જગતમાં પોતાની જગ્યા બનાવી રહ્યા હતા, આમિર ખાન ત્યાં સુધી મોટા સ્ટાર બની ચુક્યા હતા. અક્ષયે એમની આ ફિલ્મમાં દિપક તિજોરી વાલા રોલ માટે ઓડિશન આપ્યું હતું, જે ફિલ્મમાં એક વિલન હતા અને એમના પાત્રનું નામ શેખર મલ્હોત્રા હતું.

image source

એક વાતચીતમાં અક્ષય કુમારે આ વાતનો ખુલાસો કર્યો જતો કે એમને આમિર ખાનની ફિલ્મ જો જીતા વહી સિકંદર માટે ઓડિશન આપ્યું હતું. એમને કહ્યું હતું કે મેં દિપક તિજોરીના રોલ માટે સ્ક્રીન ટેસ્ટ આપ્યો હતો. પણ એ ન ગમ્યો. મેં સારું પરફોર્મન્સ નહોતું કર્યું એટલે એમને મને હટાવી દીધો. તમને જણાવી દઈએ કે કયામત સે કયામત તક, દિલ, રાખ અને દિલ હે કી માનતા નહિ જેવી ફિલ્મો આપનાર આમિર ખાન એ સમય સુધી એક મોટું નામ બની ચુક્યા હતા, જ્યારે અક્ષય કુમાર ત્યારે સંઘર્ષ કરી રહ્યા હતા.

image source

સૌથી રસપ્રદ વાત એ છે કે જ્યારે આમિરની ફિલ્મ જો જીતા વહી સિકંદર રિલીઝ થઈ ઠીક એના એક મહિના પછી અક્ષય કુમારની ફિલ્મ ખિલાડી રિલીઝ થઈ. અક્ષય કુમારની આ ફિલ્મને બોક્સઓફિસ પર જબરદસ્ત સફળતા મળી અને સાથે જ લોકોએ એમને અભિનેતા તરીકે સ્વીકારી લીધા. આ અક્ષય કુમારની પહેલી હિટ ફિલ્મ હતી જેને દર્શકોએ ખૂબ જ પ્રેમ આપ્યો. આ ફિલ્મની સફળતા પછી અક્ષય કુમારે ક્યારેય પાછળ વળીને નથી જોયું અને એ ઘણા ચડ ઉત્તર છતાં આગળ વધતા ગયા.

image source

અક્ષય કુમાર બોલિવુડના એ કલાકર છે જે ગમે તેટલા સફળ હોય પણ એ ક્યારેય પણ પોતાના સંઘર્ષના દિવસો નથી ભૂલતા. અક્ષયે એક વાતચીતમાં કહ્યું હતું કે એ પોતાના મોડલિંગ અસાઈનમેન્ટને ખૂબ જ યાદ કરતા હતા. તમને જણાવી દઈએ કે અક્ષયનો પોર્ટફોલિયો જોયા પછી નિર્માતાએ એમને એક સાથે ત્રણ ફિલ્મોની ઓફર આપી હતી. જેમાં પહેલી ફિલ્મ માટે એમને પાંચ હજાર, બીજી ફિલ્મ માટે એમને પચાસ હજાર અને ત્રીજી ફિલ્મ માટે એમને દોઢ લાખ ફી મળી હતી. અક્ષય કહે છે કે જો હું એ સમયે બેંગ્લોર અસાઈનમેન્ટ માટે જતો રહ્યો હોત તો ઘણું બધું ખોઈ બેઠો હોત. અક્ષયે કહ્યું કે જે પણ થાય છે એ સારા માટે થાય છે.