આ IPS અધિકારીઓ છે બધાથી હટકે, જાણો શા માટે સામાન્ય જનતાને છે આટલા વ્હાલા

આજે કેટલાક એવા આઈપીએસ અધિકારીઓની ચર્ચા કરીશું જેમણે પોતાના કામથી સામાન્ય જનતાના દીલમાં ખાસ જગ્યા બનાવી લીધી છે. અમે અહીં એવા પાંચ આઈપીએસ અધિકારીની વાત કરવા જઈ રહ્યા છીએ જેમણે કંઈને કંઈ એવું કર્યું છે કે જેના વિષે જાણીને તમને પણ તેમના પર ગર્વ થશે.

-ips-
image source

આજના મુશ્કેલ સમયમાં પણ પોતાના કર્તવ્ય માર્ગ પરથી જરા પણ હટ્યા નથી અને કોઈ પણ પ્રકારના દબાણમાં પણ નથી આવતા. આવા અધિકારીઓની યાદી તો ઘણી લાંબી છે, પણ આજે અમે સંજુક્તા પરાશર, રૂપા મુદ્ગિલ, શિવદીપ લાંડે, શ્રેષ્ઠા ઠાકુર અને વિવેક રાજ સિંહ વિષે વાત કરીશું કે છેવટે કેમ તેઓ બધાથી અલગ છે.

પ્રિઝન સિસ્ટમમાં કરપ્શન વિરુદ્ધ લીધું સ્ટેન્ડ

image source

ગણતરીના જ બ્યૂરોક્રેટ લીકથી હટીને કંઈક કરવાની હિંમ્મત ધરાવતા હોય છે. રુપા મુદ્ગિલ પણ તેમાંના જ એક છે. કર્ણાટકમાં ડેપ્યુટી ઇસ્પેક્ટર જનરલ (પ્રીઝન) ના પદ પર રહેતા રૂપા રાષ્ટ્રીય સ્તર પર છવાઈ ગયા છે. તેમણે દેશની જેલ સિસ્ટમમાં વ્યાપક રીતે ફેલાયેલા ભ્રષ્ટાચારને ઉજાગર કર્યું હતું. રુપાએ એઆઈએડીએમકેના નેતા વીકે શશિકલાને મળી રહેલી ખાસ સુવિધાઓ વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો. શસિકલા ત્યારે બેંગલુરુની પ્રપન્ના અગ્રહરા સેન્ટ્રલ જેલમાં બંધ હતા. રૂપાએ 15મી નવેમ્બરે ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં બ્લોગ લખ્યો હતો જેનું શીર્ષક હતું ‘Crasckers, the govt ban and people’s behaviour’ એટલે કે ‘ફટાકડા, સરકારી રોક અને લોકોનો વ્યવહાર’ રુપાના આ બ્લોગ બાદ ટ્વિટ પર પર એક વિવાદ છેડાઈ ગયો હતો. તેમણે હિન્દુ રીત-રિવાજોને લઈ પોતાનો પક્ષ જોરદાર રીતે રજૂ કર્યો
હતો. આ ચર્ચાના કારણે રૂપા ખૂબ જ ચર્ચામાં આવ્યા હતા.

મોટા ઇનોવેટિવ આઇડિયાઝ લગાવે છે શિવદીપ લાંડે

image source

બિહાર કેડરના આઈપીએસ અધિકારી શિવદીપ લાંડે પોતાની દિલેરી માટે ખૂબ જ જાણીતા છે. તેમણે પટનામાં રહીને અપરાધીઓ પર લગામ ખેંચવા માટે કેટલાએ નવા-નવા આઇડિયાઝ પર કામ કર્યું. ઉદાહરણ તરીકે, લાંડેએ મગધ મહિલા કોલેજ અને પટના વિમેન્સ કોલેજની છોકરીઓને પોતાનો પર્સનલ ફોન નંબર આપ્યો હતો અને કહ્યું હતું કે જ્યારે પણ કોઈ લફંગો તેમને છેડવા માટે કોલ કરે ત્યારે
તેના કોલને તેમના નંબર પર ડાયવર્ટ કરી દેવો. લાંડેના આ પ્રયાસથી તેમના નવ મહિનાના કાર્યકાળમા પટનાનો ક્રાઇમ રેટ ઘટી ગયો હતો. આમ લોકોમાં તેમની છવિનો અંદાજો એ વાતથી લગાવી શકાય છે કે જ્યારે તેમની ટ્રાન્સફર અરરિયા જિલ્લામાં કરવામા આવી તો પટનાના રસ્તાઓ પર વિરોધ-પ્રદર્શન થયું હતું. અપરાધિઓને કોઈ પણ હાલમાં નહીં છોડવાના તેમના ઇરાદાએ લાંડેને સામાન્ય લોકોની નજરમાં ફિલ્મી કેરેક્ટર ચુલબુલ પાંડે જેવા બનાવી દીધા હતા. લાંડે જ્યારે ઇંટર સ્ટેટ ડેપ્યુટેશન પર મુંબઈ ગયા ત્યારે ત્યાં તેમને એન્ટી-નાર્કોટિક્સ સેલ અને સોશિયલ સર્વિસ બ્રાન્ચમાં કામ કર્યું. આ દરમિયાન તેમણે બાળ મજૂરો અને બાર ગર્લ્સને રેસ્ક્યુ કરાવવાની સાથે સાથે ડ્રગ ડીલિંગ અને સેક્સ રેકેટ વિરુદ્ધ પણ ખૂબ કામ કર્યું હતું.

બીજેપી શાસનમાં બીજેપીના કાર્યકર્તાઓને બરાબરના પાઠ ભણાવ્યા

image source

યુપી કૈડરના આઈપીએસ શ્રેષ્ઠા ઠાકુરે પણ સાબિત કર્યું છે કે તેઓ પણ દબંગ લેડી છે. 2017માં તેમનો એક વિડિયો વાયરલ થયા બાદ તેઓ આખાએ દેશમાં ચર્ચામા આવ્યા હતા. વાસ્તવમાં, તેમણેમે બુલંદશહેરમાં ડીએસપી તરીકે બીજેપી કાર્યકર્તાઓનો સામનો કર્યો હતો. બીજેપી કાર્યકર્તાઓ દસ્તાવેજ વગર, નંબર પ્લેટ વગર અને હેલમેટ વગર મોટરસાઇકલ ચલાવી રહ્યા હતા. તેમના પર દંડ લગાવવામાં
આવ્યો હતો જેના કારણે તેઓ ટણી કરતા જોવા મળ્યા હતા. શ્રેષ્ઠા તેમની ધમકીઓ અને તોછડાઈથી બિલકુલ નરમ ન પડ્યા, જો કે તેણી લોકોથી ઘેરાયેલી હતી. તેમણે પાંચ બીજેપી કાર્યકર્તાઓને જેલ મોકલી દીધા. 15 દિવસ બાદ તેમની ટ્રાન્સફર થઈ ગઈ. તેમણે પોતાના ફેસબુક પેજ પર લખ્યું, ‘આ સારા કામનું ઇનામ છે.’ તેમણે કવિના અંદાજમાં આગળ લખ્યુ હતું, ‘જહાં ભી જાએગા, રોશની લુટાએગા, કિસી ચિરાક કા અપના મકાં નહીં હોતા’

સાઇકલ યાત્રાથી કાનૂન-વ્યવસ્થાનો હલ જાણે છે આ ડીઆઈજી

image source

કાનૂન-વ્યવસ્થાનો હાલ જાણવા 100 કિમીની સાઇકલ યાત્રા પર નીકળેલા ડીઆઈજી, 5 કલાકમાં છતરપુરથી ટીકમગઢ પોહોંચ્યા હતા આ આઈપીએસ અધિકારી. હવે કયો મોટો અધિકારી કાનૂન વ્યવસ્થાને જોવા માટે આટલી બધી તકલીફ લેતો હશે. પણ આને કહેવાય ખરા દેશસેવક

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત