Site icon News Gujarat

ખાલી પેટ ચણાનું પાણી પીવાથી આટલી સ્વાસ્થ્ય સમસ્યા થાય છે દૂર, ભાગ્યે જ જાણતા હશો આ ફાયદા

સ્વાસ્થ્ય સારું રહે તે માટે લોકો સવારે ખાલી પેટ પલાળેલી બદામ, પલાળેલી દ્રાક્ષ, પલાળેલા ચણા જેવી વસ્તુઓનું સેવન કરે છે. તેમાં સૌથી વધુ રાત્રે પલાળેલા ચણા નું સવારે સેવન કરવાને લાભકારક માનવામાં આવે છે. તેનાથી વ્યક્તિનું પાચનતંત્ર સુધરે છે અને કબજિયાતની સમસ્યામાંથી પણ છુટકારો મળે છે. આ સાથે જ દિવસભર શરીરમાં એનર્જી જળવાઈ રહે છે. સવારે પલાળેલા ચણા ખાવાથી શક્તિ પણ વધે છે. પરંતુ શું તમે જાણો છો કે જે પાણીમાં ચણા પલાળેલા હોય તેનું સેવન કરવાથી પણ શરીરની અનેક લાભ થાય છે ?

image source

એ વાત તો મોટાભાગના લોકો જાણતા હશે કે પલાળેલા ચણા ખાવાથી શરીરને અગણિત ફાયદા થાય છે. પરંતુ તે વાતથી ખૂબ ઓછા લોકો જાણકાર હશે કે જે પાણીમાં ચણા પલાળેલા હોય તેનું સેવન કરવાથી પણ સ્વાસ્થ્ય લાભ થાય છે. સૌથી મોટો ફાયદો એ થાય છે કે બાળકોને જો પલાળેલા ચણા ખાવા ગમતા ન હોય તો તેને તમે ચણાનુ પાણી પીવડાવી શકો છો. આ પાણી પીવાથી સ્વાસ્થ્યને અનેક લાભ થાય છે. તો આજે તમને જણાવીએ કે ચણા નું પાણી પીવાથી શરીરને કેટલા પ્રકારના લાભ થાય છે.

ચણા અનેક પોષક તત્વોથી ભરપૂર હોય છે. ચણામાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ફાઇબર, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ અને વિટામીન એ, બી, ડી ભરપૂર પ્રમાણમાં હોય છે. આટલા પોષક તત્વોથી ભરપૂર ચણાને જે પાણીમાં પલાળવામાં આવે છે તેમાં પણ તેના ગુણો ઊતરે છે જેના કારણે આ પાણીને સવારે ખાલી પેટ પીવામાં આવે તો શરીરની અનેક બીમારીઓને દૂર થાય છે.

image source

1. ચણામાં સારી એવી માત્રામાં ફાઇબર હોય છે. જો તમે વજન ઘટાડવા ઇચ્છો છો તો રોજ સવારે ચણા પલાળેલું પાણી પીવું તેનાથી તમને થાક અને નબળાઈ લાગશે નહીં અને પેટ લાંબા સમય સુધી ભરેલું લાગશે.

2. આ પાણી કબજિયાતને દૂર કરવામાં પણ રામબાણ સાબિત થાય છે. રોજ સવારે આ પાણીનું સેવન ખાલી પેટ કરવાથી કબજિયાતની સાથે ગેસ, અપચો જેવી સમસ્યાથી પણ છુટકારો મળે છે.

image source

3. ચણા પલાળેલું પાણી પીવાથી ત્વચા પણ સાફ અને સુંદર બને છે. આપણી ત્વચાને અંદરથી સાફ કરે છે અને સમસ્યાઓ દૂર કરે છે જેનાથી ચહેરાનું કુદરતી સૌંદર્ય વધે છે.

4. ચણામાં જે વિટામિન, મિનરલ્સ, ફોસ્ફરસ હોય છે તે શરીરની ઇમ્યુનિટી ને પણ વધારે છે. રોજ સવારે ખાલી પેટ પાણી પીવાથી શરીર અનેક પ્રકારની બિમારી સાથે લડવા વધુ સક્ષમ બને છે.

image source

5. જેમને ડાયાબિટીસ છે તેઓ માટે પણ આ પાણી લાભકારક સાબિત થાય છે. રોજ સવારે ચણાનુ પાણી પીવાથી બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે.

પાણી કેવી રીતે બનાવવું

ચણાની સાફ કરી અને પાણીથી બરાબર ધોઈ લો. આ ચણાને એક વાસણમાં લઈ તેમાં ચણા ડૂબે તેટલું પાણી ભરી રાત આખી તે પાણીમાં ચણાને રહેવા દો. સવારે આ પાણી માંથી ચણાને કાઢી અને ખાલી પેટ તેનું સેવન કરો. જો તમને આ પાણી પીવું ન હોય તો તમે આ જ પાણીમાં ચણાને સવારે બાફી લો અને બાફ્યા બાદ જે પાણી વધે તેમાં સંચર, લીંબુ નાખીને પી શકો છો.

Exit mobile version